Book Title: Pandit Sukhlalji Sanghavi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 8
________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી માત્રા અલ્પ કરીને એકધારું લખાણ કરાવતા. પ્રથમ બધો જ સંદર્ભ મનમાં ગોઠવી લીધો હોય, તેથી લખાણ વખતે વિચાર માટે સમય આપ્યા વિના એકધારું લખાણ કરાવે, કુદરતી હાજત અને આહારના સમયને બાદ કરતાં નિયમિતપણે લેખન ચાલુ રહેતું. તેમનાં લખાણોમાં તેમની ચર્મચક્ષુવિહીનતા દૃષ્ટિગોચર થતી નથી પણ પગલે પગલે તેમની પ્રજ્ઞા, વિદ્વત્તા અને બહુશ્રુતતા દૃષ્ટિગોચર થાય છે. ઉપરાંહાર : જવનોપદેશ : પંડિતજીના જીવનમાં અપ્રમાદ અને આત્મનિર્ભરતા અસ્ખલિતપણે રહેલાં દેખાય છે. જે કોઈ વિદ્યાક્ષેત્રનો સંસર્ગ થયો તે ક્ષેત્રમાં તેમણે પોતાનું પ્રદાન કર્યું છે. એ પ્રદાનમાં અંધશ્રદ્ધાનું ઉન્મૂલન અને તર્કશુદ્ધ શ્રદ્ધાનું પરિસ્થાપન મુખ્ય હોય છે. તેમના બહુશ્રુતપણાનો લાભ સાહિત્યરચના દ્વારા જગતને મળ્યો છે. રાજકારણ તથા સામાજિક વિચારણામાં તેમણે ગાંધીજીની વિચારધારાનું અનુસરણ કર્યું છે, ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં પણ ગાંધીજી અને મહાવીરના અનેકાંતવાદ-સમન્વયવાદનું અનુસરણ કરવામાં તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો સુંદર ઉપયોગ કર્યો છે. તેમનાં લખાણોમાં સર્વત્ર તુલનાત્મક અને સમન્વયયુક્ત દૃષ્ટિ અનુસ્મૃત છે જે તેમના અપૂર્વ પુરુષાર્થની ઘોતક છે. ૧૧૩ સામાન્ય રીતે એમ કહી શકાય કે ધર્મોનો તુલનાત્મક અભ્યાસ ગુજરાતમાં કરનાર તો પંડિતજી જ પ્રથમ વ્યક્તિ છે. મધુકરની જેમ તેમણે બધા ધર્મોનું સારતત્ત્વ પચાવવાનો પ્રયત્ન કર્યો; તે માત્ર લેખનમાં જ નહીં પણ જીવનમાં પણ. આથી જ તેમના લખાણમાં ધર્મોનું તટસ્થ દર્શન છતું થાય છે. ધર્મની પંડિતજીએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે : ‘“જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેના સ્થાને સર્વાંગી સ્વચ્છતા તેમજ સામંજસ્યપૂર્ણ બળ આણવું એ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે.” સાદાઈ અને સંતોષ, સ્વાશ્રય અને સ્વાધીનતા, સત્કાર્ય-નિષ્ઠાનું સાતત્ય, શ્રદ્ધા કરતાં પણ સુયુક્તિનો વિશેષ આશ્રય, મતમતાંતરને બદલે સન્યાનુસારીપણાનો અભિગમ અને જીવનના અંતિમ શ્વાસ સુધી નિ:સ્પૃહણે મા સરસ્વતીની સેવામાં સમર્પણ, આવી આવી અનેક વિશેષતાઓથી વિભૂષિત આ પંડિતજીનું જીવન સૌ વિદ્યાપ્રેમી અને વિદ્યા-ઉપાસકોને માટે હંમેશ પ્રેરણારૂપ બની રહેશે. જીવનના પ્રારંભિક કાળમાં જ આંખોરૂપી રત્નો ગુમાવવા જેવી મોટી અડચણ ઉપસ્થિત થવા છતાં જેમણે ન સૈન્ય ન પલાયનમ્ ને પોતાનો જીવનમંત્ર બનાવી, પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો, તેવા પ્રશાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી સાચે જ આ શતાબ્દીના એક પ્રથમ પંક્તિના વિદ્વાન હતા. ઉત્તરાવસ્થાનાં વર્ષો : પંડિત સુખલાલજી લગભગ ૧૯૬૦ સુધી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને વિવિધ સ્થાનોએ પોતાના જ્ઞાનનો લાભ આપતા રહ્યા. પરંતુ એક મોટું ઑપરેશન (શસ્ત્રક્રિયા) થયા પછી તેમણે પોતાની પ્રવૃત્તિઓ સંકેલવા માંડી હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9