Book Title: Pandit Nathuram Premi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૬૮ અર્વાચીન જૈન જ્યોતિધરી (૧) પ્રકાશન માટે ઉત્તમ લોકોપયોગી ગ્રંથો જ સ્વીકારવા. (૨) ગ્રંથોનું સંશોધન અને સંપાદન સૂક્ષ્મતાપૂર્વક કરવું. (૩) આકર્ષક, કલાત્મક અને સુંદર છાપકામ કરવું. (૪) લેખકો અને અન્ય પ્રકાશકો સાથે પૂર્ણ સદભાવનાયુક્ત વ્યવહાર રાખવો, તેમને ગ્રાહક કે હરીફ તરીકે ન ગણવા, પણ આમીય માનવા. આ કારાગથી જ આચાર્ય મહાવીરપ્રસાદ દ્રિવેદીની પ્રસિદ્ધ કૃતિ “સ્વાધીનતા” અને ત્યાર પછી પ્રેમચંદંજી, જેનેન્દ્રજી, ચતુરસેન શાસ્ત્રી અને સુદર્શનજી જેવા હિંદીના ઉચ્ચ કક્ષાના લેખકોની કૃતિઓ આ સંસ્થાને પ્રકાશન માટે મળી રહેતી. લેખકના હકકો પૂરા થઈ ગયા પછી પણ કોઈ આકસ્મિક કારણસર તેને જરૂર પડયે આર્થિક સહયોગ આપવાની એમની નીતિ હતી. આથી આ સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથો તરત જ ખપી જતા અને આલોચકો ઉપર ખાસ આધાર રાખવો પડતો નહીં. આમ અનેક ગ્રંથોના પ્રકાશનના પ્રશંસનીય કાર્ય ઉપરાંત તેમણે સ્વતંત્રપણે ઇતિહાસ અને સાહિત્યથી સંબંધિત લેખો પણ લખ્યા. આ તેમનું એક મહાન અને મૌલિક કાર્ય બની રહ્યું. જૈન સાહિત્યનો ઈતિહાસ’: આ મહાન ઐતિહાસિક ગ્રંથમાં તેઓએ ન્યાય, દર્શન, અધ્યાત્મ, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, અલંકાર, ભાષા, કર્મસિદ્ધાંત ઇત્યાદિ વિષયો ઉપર બીજી સદીથી માંડીને તેરમી સદીથી પણ પછીના મહાન આચાર્યો, વિદ્વાનો, સાધકો, કવિઓ અને સાહિત્યકારોનો અને તેમના જીવનનાં વિવિધ પાસાંનો અધિકન સિલસિલાવાર ચિતાર આપ્યો છે. સાધકોને અને ઇતિહાસ તથા અનુસંધાનના વિદ્યાર્થીઓને તે ખૂબ જ ઉપયોગી થાય તેવો છે. આ ઉપરાંત તેઓએ “નીતિવાક્યામૃત” અને “આરાધના” જેવા ઉપલબ્ધ અને બીજા અનેક અપ્રાપ્ય અને અપ્રકાશિત ગ્રંથોનો પણ વિશદ્ પરિચય આપ્યો. ચારિત્રિક અને ધાર્મિક વિષયો ઉપરાંત વાંશ, ગોત્ર, શિલાલેખો, વિવિધ શબ્દોની યુત્પત્તિ અને તેનો અંતિહાસિક સંદર્ભ; વિવિધ વૈચારિક, દાર્શનિક અને સાંસ્કારિક બાબતો વિષેનું મૌલિક ચિંતન, તીર્થક્ષેત્રોની માહિતી વગેરે અનેક વિષયોનું તેમણે નિષ્પક્ષ વિશ્લેષણ કર્યું છે. આ પરથી તેમની અગાધ અને ઊંડી અધ્યયનશીલતા તેમજ વિવેચનાત્મક શક્તિનો પરિચય મળે છે. જેન મિત્ર” અને “જેન-હિષી” આ બંને લોકપ્રિય જૈન સામયિકોનું સંપાદનકાર્ય તેઓએ એટલી કુશળતા, નિષ્ઠા અને વિદ્વત્તાપૂર્ણ રીતે કર્યું કે આ બંને સામયિકો ગુણવત્તાની દૃષ્ટિએ ઉચ્ચ ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યાં. પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી સાથેનાં સંસ્મરણો : પંડિત સુખલાલજી સાથે પ્રેમીજીનો સંબંધ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી રહ્યો અને ધીમે ધીમે તેમની આત્મીયતા વધતી ગઈ. પં. સુખલાલજી આગ્રામાં હતા ત્યારે પ્રેમીજીની બનાવેલી નીચેની પ્રાર્થના, પોતાના મિત્રો તથા વિદ્યાથીઓ સાથે દરરોજ બોલતા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org - - - - - - - - - * * * * * * * *——• - • - • • •

Loading...

Page Navigation
1 2 3 4 5 6