Book Title: Pandit Nathuram Premi Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 3
________________ સંપાદકરત્ન પંડિત શ્રી નાથુરામ પ્રેમી ૧૬૭ શેઠ માણિકચંદ જે. પીનો સહયોગ : આ તબક્કે શ્રી પ્રેમીજીને તેમની સંપાદન–પ્રકાશન પ્રવૃત્તિને વેગ આપનાર અને તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરનાર આ ઉદારચેતા દાનવીરનો સમાગમ થયો. શેઠજીએ જૈન સમાજની બહુમુખી સેવાઓ કરી છે. જેનવિદ્યા, પ્રાચીન શાસ્ત્રો, જેનતી અને જન વિદ્યાર્થીઓના સર્વતોમુખી વિકાસ માટે એમણે અનેક પ્રકારનાં પ્રોત્સાહનો અને આર્થિક સહયોગ આપ્યાં છે. તેમજ કાર્યકરો અને વિદ્વાનોનું નિર્માણ કર્યું છે. શ્રી પ્રેમીજીની અનેક પ્રકાશનોની ૩૦૦-૪૦૦ પ્રતો તેઓ પોણી કિંમતે ખરીદી લેતા અને વિદ્વાનો, સંસ્થાઓ, જિનમંદિરોને મોકલી આપતા. તેમણે પોતાની લગભગ સમસ્ત સંપત્તિનું દાન કરી દીધું હતું અને તેથી જ તેમના સ્વર્ગારોહણ બાદ પ્રેમીજીએ “માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાળા”ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અનેક ઉચ્ચ કોટિના અધિકૃત અને સુંદર ગ્રંથો અ૫ મૂલ્યમાં સમાજને ઉપલબ્ધ થયા. થોડાં વર્ષો પહેલાં આ સંસ્થાનું “જ્ઞાનપીઠ”માં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ: શ્રી પ્રેમીજીએ આ સંસ્થાની સ્થાપના ૨૪ મી સપ્ટેમ્બર, ૧૯૧૨ના રોજ કરી હતી. વારંવાર બદલાતી નોકરીની પરતંત્રતાથી છૂટીને કાયમ માટે સ્વતંત્રપણે આજીવિકાનું ન્યાયપૂર્ણ સાધન બને તેમજ સાથે સાથે હિંદી ભાષાનો અને સાહિત્યનો સુચારુ રૂપથી પ્રચાર-પ્રસાર કરવાનું સૌભાગ્ય પણ પોતાને પ્રાપ્ત થાય તે હેતુથી અને શુદ્ધ બુદ્ધિથી આરંભેલા રાષ્ટ્રભાષા પ્રચારના આ સત્કાર્યમાં તેમને અભૂતપૂર્વ સિદ્ધિ મળતાં તેઓ ભારતના સમસ્ત હિંદી-પ્રેમી સમાજના અત્યંત પ્રીતિપાત્ર બની ગયા. તેમના અભિનંદન ગ્રંથનું અવલોકન કરવાથી આ હકીકતનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. આ સંસ્થા પ્રારંભ કરતાં પહેલાં તેમણે સંપાદન, સંશોધન, પ્રકાશન વગેરેનો બહોળો અનુભવ જેનમિત્ર, જૈન-હિતેષી તેમજ અનેક જૈન ગ્રંથોના સંપાદન દ્વારા ખૂબ સારી રીતે પ્રાપ્ત કરી લીધો હતો. હિંદી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, ગુજરાતી અને પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓ ઉપર પણ તેમણે સારું પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું. પશ્ચિમ ભારતમાં હિંદી ભાષાની આ પ્રથમ જ એક એવી મૌલિક ગ્રંથમાળા હતી, જેનો ઉદ્દેશ હિંદી ભાષાનાં ઉચ્ચસ્તરીય પુસ્તકોને કિફાયત ભાવે ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ગ્રંથમાળાના વિકાસ માટે પ્રેમીજીએ પોતાનું તન-મન-ધન સર્વસ્વ કુરબાન કર્યું. તેમના કુટુંબના સભ્યોને પણ પંડિતજીની આ ગ્રંથમાળા પ્રત્યેની લગની, એકત્વ અને તલ્લીનતા ઘણી વાર ખટકતાં. તેમનાં ધર્મપત્નીનો ૧૯૩૨માં અને એકના એક પુત્ર હેમચંદ્રનો ૧૯૪રમાં સ્વર્ગવાસ થવા છતાં પણ પંડિતજી હંમેશા પોતાના કાર્યમાં જ ડૂબેલા રહેતા. આ સંસ્થા દ્વારા ઉચ્ચ નામના, સફળતા અને પ્રથમ પંક્તિની સાહિત્યસેવા કરવાનો લાભ પ્રાપ્ત થઈ શક્યો તેમાં પ્રેમીજીના અદમ્ય ઉત્સાહ અને સતત પરિશ્રમે મુખ્ય ભાગ ભજવ્યો. ઉપરાંત, નીચેના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરવાનો સંસ્થાના પ્રયોજકોનો નિરધાર પણ તેની સફળતાની મુખ્ય આધારશિલા બન્યો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6