Book Title: Pandit Nathuram Premi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકરત્ન પંડિત શ્રી નાથૂરામ પ્રેમી પ્રાર્થના દયામય ઐસી મતિ હો જાય. ત્રિભુવન કી કલ્યાણ-કામના, દિન-દિન બઢતી જાય. સ ઔરોં કે સુખ કો સુખ સમજું, સુખ કા કરું ઉપાય; અપને દુ:ખ સબ સહૂં કિંતુ, પરદુ:ખ નહિ દેખા જાય. દયામય સત્ય ધર્મ હો, સત્ય કર્મ હો, સત્ય ધ્યેય બન જાય; સત્યાન્વેષણ મેં હી ‘‘પ્રેમી’’, જીવન યહ લગ જાય, દયામય ૧૬૯ પંડિતજીને આ પ્રાર્થના અતિ પ્રિય હતી. જૈન-હિૌષીમાં છપાતા પ્રેમીજીના લેખો ઉપરથી પંડિતજીને તેમના પ્રત્યે ખૂબ આદરભાવ ઊપજ્યો હતો. પ્રેમીજી એક જૈન પંડિત હોવા છતાં આટલા અસાંપ્રદાયિક અને નિર્ભય હતા, આ વાત જાણીને તેમને અત્યંત આનંદાશ્ચર્યનો અનુભવ થતો. ઈ. સ. ૧૯૧૮માં પ્રેમીજી પૂના મુકામે શ્રૌ જિનવિજયજીના નિવાસસ્થાને આવ્યા. પંડિત સુખલાલજી તે સમયે ત્યાં જ હતા. તેમણે ઉપર્યુક્ત પ્રાર્થનાની કડી બોલી પ્રેમીજીનું સ્વાગત કર્યું. આમ પરોક્ષ પ્રીતિ પ્રત્યક્ષ પ્રીતિમાં પરિણમી અને થોડા જ દિવસોના પરિચયમાં પ્રેમીજીની બહુશ્રુતતા અને અકૃત્રિમ, આત્યંતિક સરળતાથી પંડિતજી ખૂબ પ્રભાવિત થયા. આ ગઠબંધન આજીવન વિકાસ પામતું રહ્યું. તે એટલે સુધી કે જ્યારે જ્યારે પંડિતજી મુંબઈ આવે ત્યારે ત્યારે પ્રેમીજીને અવશ્ય મળે અને તેમની સાથે રહે પણ ખરા. પ્રેમીજીનાં ધર્મપત્ની રમાબહેન, પુત્ર હેમચન્દ્ર તથા પુત્રવધૂ ચંપા—સૌ સાથે પંડિતજીને ઘરના જેવો સંબંધ થઈ ગયો હતો. બ્રાટકોપર અને મુલુંડના ટેકરીવાળા વિરતારોમાં તેઓ કલાકો સુધી સાથે ફરવા જતા. પંડિતજીના સન્મતિતકને જોઈને પ્રેમીજીને તેમના પ્રત્યે ખૂબ બહુમાન ઊપજ્યું હતું અને બીજા ન્યાયગ્રંથોનું પણ તેવું જ સંપાદન કરવાની પ્રેમીજીએ તેમને વિનંતિ કરી હતી. પ્રેમીજીના માધ્યમથી પંડિતજીને પણ જુગલકિશોરજી મુખ્તાર, બાબુ સૂરજભાનુ વકીલ અને પં. દરબારીલાલજી ‘‘સત્યભક્ત’' જેવા અનેક સારા સારા વિદ્વાનોના પરિચયમાં આવવાનું બન્યું. આ બધાની સાથે સાહિત્ય, દર્શન, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સંશોધન આદિ વિવિધ વિષયો પર મુક્ત ચર્ચા અને વિદ્ગોષ્ઠીઓ થતી તથા સાત્ત્વિક વિનોદથી સૌનો સમય સદ્વિચાર અને ધર્મચર્ચામાં વ્યતીત થતો. Jain Education International પ્રેમીજીના અસાંપ્રદાયિકતા, સરળતા અને નિર્ભયતાના ગુણોની પંડિતજી પર ખૂબ સારી અસર થઈ હતી; ઉપરાંત તેઓનું સાદગીભર્યું અને સચ્ચાઈવાળું અંગત જીવન, સનત કર્તવ્યપરાયણતા, અગાધ વાચન-મનનથી પ્રાપ્ત થયેલી બહુશ્રુતતા, જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં ઉદાર દષ્ટિ, નાના-મોટા સૌ કોઈ સાથે પૂર્ણ પ્રેમમય વ્યવહાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6