Book Title: Pandit Nathuram Premi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨૨. સંપાદકરત્ન પડિત શ્રી નાથુરામ પ્રેમી બાલ્યકાળ અને પ્રારંભિક જીવન : સાહિત્યરસેવા અને સૌજન્યની મૂર્તિ સમા પંડિન નાથુરામજીનો જન્મ ઈ. સ. ૧૮૮૧માં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના દેવરી ગામે એક તદ્દન સામાન્ય પરિવારમાં થયો હતો. તેઓ જે પરિવારમાં જન્મ્યા હતા તે પરિવાર-વાણિયા (પોરવાડ) તરીકે ઓળખાતો. મૂળ મેવાડમાંથી આવાં સેંકડો પરિવારો બુંદેલખંડ(મ. પ્ર.)માં આવીને વસ્યાં હતાં. નાનપણમાં ઘોડા ઉપર બેસીને તેમના વડવાઓ ગોળ, મીઠું વગેરે આજુબાજુનાં ગામડાંમાં વેચતા અને સાંજ પડશે માંડ માંડ ચાર પૈસા જેટલું કમાન. આ સંજોગોમાં નાથુજી સ્થાનિક ગામઠી શાળામાં ભાગ્યા. ભાગવામાં તેઓ કુશાગ બુદ્ધિના હતા. હંમેશાં પહેલો–બીજો નંબર રાખતા અને તેથી શિક્ષકોના ખાસ કૃપાપાત્ર બની રહેતા. ટ્રેનિગની પરીક્ષામાં પાણ સારા ગુણો મેળવીને પાસ થયા, એટલે તુરત જ શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. શરૂઆતમાં મહિને દોઢ રૂપિયો અને પછી મહિને છ રૂપિયાનો પગાર મળતો. આ સમય દરમિયાન કરકસરથી જીવવાની જે ટેવ તેમને પડી ગઈ તે જીવનપર્યત ટકી રહી. સાદાઈ અને નિર્ભસની જીવનથી જે બચત થઈ ને સાહિત્યપ્રકાશન અને અન્ય સેવા–પરોપકારનાં કાર્યોમાં ખર્ચવામાં આવી. Jain Education International ૧૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6