Book Title: Pandit Nathuram Premi
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો કાવ્ય-સાહિત્યપ્રેમ : પંડિતજીએ શિક્ષકની નોકરી લગભગ બે વર્ષ સુધી કરી. તે અરસામાં શાયર અમીરઅલીનો પરિચય થતાં તેમને કવિતા બનાવવાનો શોખ જાગ્યો. તેમની કવિતાઓ “કાવ્યસુધાકર”, “રસિક મિત્ર" વગેરે સ્થાનિક સામયિકોમાં છપાવા લાગી. આ કવિતાઓ તેમણે “પ્રેમી' ઉપનામથી લખી હતી. તેઓ કવિતાઓ લખવા ઉપરાંત બીજા કવિઓની કવિતાઓનું સંશોધન પણ કરતા. આમ, લેખકોકવિઓનો સમાગમ વધતાં તેમનામાં પોતાનું જ્ઞાન વધારવાની અભિલાષા જાગી. આ સમય દરમિયાન તેમની નાગપુર બદલી થઈ, પરંતુ તેમની તબિયત બગડી જવાથી પાછા પોતાના વતનમાં આવી ગયા. મુંબઈ ભણી : પ્રેમીજીના જીવનનો આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. મુંબઈ પ્રાંતિક જૈન સભા તરફથી એક કુલાર્કની જગ્યા માટે છાપામાં જાહેરખબર આપવામાં આવી હતી. તે તેમના વાંચવામાં આવી. તેમણે પોતાના હરતાક્ષરોમાં લખેલી અરજીનો, થોડા જ દિવસોમાં હકારાત્મક જવાબ આવી ગયો. જો કે મુંબઈ જવા માટે તેમની પાસે રેલવે-ટિક્ટિ વગેરેના પૈસા નહોતા, પણ તેમના સ્નેહી શેઠ ખૂબચંદજીએ વ્યવસ્થા કરીને તેમને દસ રૂપિયા ઉધાર આપ્યા. આમ ઈ. સ. ૧૯૦૧માં તેઓ મુંબઈ મુકામે કુલાર્કની નોકરીમાં જોડાઈ ગયા. અહીં તેમને છ-સાત કલાકના કામમાં પત્રવ્યવહાર કરવો પડતો. કંશ સંભાળવી પડતી અને “જૈન મિત્ર' નામના માસિક પત્રનું સંપાદન અને પોસ્ટિંગ કરવું પડતું. પોતાનું કામકાજ પતાવીને તેઓ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને બંગાળી શીખતા. એક વાર શેઠ અચાનક તેમના હિસાબની અને રોકડની તપાસ કરવા આવ્યા. તેમણે ચોપડો અને રોકડ બંને બરાબર બનાવી દીધાં પણ શેઠને કહી દીધું કે હવે તમને મારામાં વિશ્વાસ રહ્યો નથી, તેથી હું નોકરી કરી શકું નહીં. ઘણી સમજાવટ છતાં તેમણે નોકરી પાછી સ્વીકારી નહીં, માત્ર “જૈન મિત્રનું કામકાજ ચાલુ રાખ્યું. મુંબઈના રહેઠાણ દરમિયાન શ્રી પન્નાલાલજી બાલીવાલ નામના એક મહાન સાહિત્યપ્રેમીનો તેમને પરિચય થયો. બાકલીવાલજીએ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ગ્રહણ કરીને સેવાવ્રત સ્વીકાર્યું હતું. તેઓ અહીંના સમાજમાં “ગુરુજી'ના નામથી ઓળખાતા. ભારતના તે સમયના ઉત્તમ જૈન વિદ્વાનોમાં તેમની ગણતરી થતી. તેમનાં ચરિત્ર, નિ:સ્પૃહતા અને સેવા–સમર્પણના ભાવની પ્રેમીજી ઉપર અમીટ છાપ પડી. તેમની પાસેથી પ્રેમીજી બંગાળી ભાષા શીખ્યા. પન્નાલાલજી પણ આ યુવાનની યોગ્યતા અને કાર્યદક્ષતાથી પ્રભાવિત થયા. તેમણે પ્રેમીજીને “જેન–હિતપી”, “જૈન-ગ્રંથરત્નાકર” તેમજ પોતાની માલિકીના મર્યાલયનું કામકાજ અને તેની બધી જવાબદારી ધીમે ધીમે સંપૂર્ણપણે સોંપી દીધી. જેનહિતી તથા નવા નવા ગ્રંથોના સંશોધન, સંપાદન અને પ્રકાશનના કામમાં પ્રેમીજીને પ્રારંભમાં શ્રી બાલીવાલના ભત્રીજા છગનમલજીનો ઘણો સહયોગ અને સહકાર પ્રાપ્ત થયો. પ્રેમીજીના સંપાદકકાળમાં જેન-હિતેવીએ અખિલ ભારતીય સ્તરના એક ઉત્તમ પત્ર તરીકેની પ્રતિભા ઉપસાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6