Page #1
--------------------------------------------------------------------------
________________
૨૨. સંપાદકરત્ન પડિત શ્રી નાથુરામ પ્રેમી
બાલ્યકાળ અને પ્રારંભિક જીવન : સાહિત્યરસેવા અને સૌજન્યની મૂર્તિ સમા પંડિન નાથુરામજીનો જન્મ ઈ. સ. ૧૮૮૧માં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના દેવરી ગામે એક તદ્દન સામાન્ય પરિવારમાં થયો હતો.
તેઓ જે પરિવારમાં જન્મ્યા હતા તે પરિવાર-વાણિયા (પોરવાડ) તરીકે ઓળખાતો. મૂળ મેવાડમાંથી આવાં સેંકડો પરિવારો બુંદેલખંડ(મ. પ્ર.)માં આવીને વસ્યાં હતાં. નાનપણમાં ઘોડા ઉપર બેસીને તેમના વડવાઓ ગોળ, મીઠું વગેરે આજુબાજુનાં ગામડાંમાં વેચતા અને સાંજ પડશે માંડ માંડ ચાર પૈસા જેટલું કમાન.
આ સંજોગોમાં નાથુજી સ્થાનિક ગામઠી શાળામાં ભાગ્યા. ભાગવામાં તેઓ કુશાગ બુદ્ધિના હતા. હંમેશાં પહેલો–બીજો નંબર રાખતા અને તેથી શિક્ષકોના ખાસ કૃપાપાત્ર બની રહેતા. ટ્રેનિગની પરીક્ષામાં પાણ સારા ગુણો મેળવીને પાસ થયા, એટલે તુરત જ શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. શરૂઆતમાં મહિને દોઢ રૂપિયો અને પછી મહિને છ રૂપિયાનો પગાર મળતો. આ સમય દરમિયાન કરકસરથી જીવવાની જે ટેવ તેમને પડી ગઈ તે જીવનપર્યત ટકી રહી. સાદાઈ અને નિર્ભસની જીવનથી જે બચત થઈ ને સાહિત્યપ્રકાશન અને અન્ય સેવા–પરોપકારનાં કાર્યોમાં ખર્ચવામાં આવી.
૧૬૫
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જયોતિર્ધરો
કાવ્ય-સાહિત્યપ્રેમ : પંડિતજીએ શિક્ષકની નોકરી લગભગ બે વર્ષ સુધી કરી. તે અરસામાં શાયર અમીરઅલીનો પરિચય થતાં તેમને કવિતા બનાવવાનો શોખ જાગ્યો. તેમની કવિતાઓ “કાવ્યસુધાકર”, “રસિક મિત્ર" વગેરે સ્થાનિક સામયિકોમાં છપાવા લાગી. આ કવિતાઓ તેમણે “પ્રેમી' ઉપનામથી લખી હતી. તેઓ કવિતાઓ લખવા ઉપરાંત બીજા કવિઓની કવિતાઓનું સંશોધન પણ કરતા. આમ, લેખકોકવિઓનો સમાગમ વધતાં તેમનામાં પોતાનું જ્ઞાન વધારવાની અભિલાષા જાગી. આ સમય દરમિયાન તેમની નાગપુર બદલી થઈ, પરંતુ તેમની તબિયત બગડી જવાથી પાછા પોતાના વતનમાં આવી ગયા.
મુંબઈ ભણી : પ્રેમીજીના જીવનનો આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. મુંબઈ પ્રાંતિક જૈન સભા તરફથી એક કુલાર્કની જગ્યા માટે છાપામાં જાહેરખબર આપવામાં આવી હતી. તે તેમના વાંચવામાં આવી. તેમણે પોતાના હરતાક્ષરોમાં લખેલી અરજીનો, થોડા જ દિવસોમાં હકારાત્મક જવાબ આવી ગયો. જો કે મુંબઈ જવા માટે તેમની પાસે રેલવે-ટિક્ટિ વગેરેના પૈસા નહોતા, પણ તેમના સ્નેહી શેઠ ખૂબચંદજીએ વ્યવસ્થા કરીને તેમને દસ રૂપિયા ઉધાર આપ્યા. આમ ઈ. સ. ૧૯૦૧માં તેઓ મુંબઈ મુકામે કુલાર્કની નોકરીમાં જોડાઈ ગયા. અહીં તેમને છ-સાત કલાકના કામમાં પત્રવ્યવહાર કરવો પડતો. કંશ સંભાળવી પડતી અને “જૈન મિત્ર' નામના માસિક પત્રનું સંપાદન અને પોસ્ટિંગ કરવું પડતું. પોતાનું કામકાજ પતાવીને તેઓ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને બંગાળી શીખતા. એક વાર શેઠ અચાનક તેમના હિસાબની અને રોકડની તપાસ કરવા આવ્યા. તેમણે ચોપડો અને રોકડ બંને બરાબર બનાવી દીધાં પણ શેઠને કહી દીધું કે હવે તમને મારામાં વિશ્વાસ રહ્યો નથી, તેથી હું નોકરી કરી શકું નહીં. ઘણી સમજાવટ છતાં તેમણે નોકરી પાછી સ્વીકારી નહીં, માત્ર “જૈન મિત્રનું કામકાજ ચાલુ રાખ્યું.
મુંબઈના રહેઠાણ દરમિયાન શ્રી પન્નાલાલજી બાલીવાલ નામના એક મહાન સાહિત્યપ્રેમીનો તેમને પરિચય થયો. બાકલીવાલજીએ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ગ્રહણ કરીને સેવાવ્રત સ્વીકાર્યું હતું. તેઓ અહીંના સમાજમાં “ગુરુજી'ના નામથી ઓળખાતા. ભારતના તે સમયના ઉત્તમ જૈન વિદ્વાનોમાં તેમની ગણતરી થતી. તેમનાં ચરિત્ર, નિ:સ્પૃહતા અને સેવા–સમર્પણના ભાવની પ્રેમીજી ઉપર અમીટ છાપ પડી. તેમની પાસેથી પ્રેમીજી બંગાળી ભાષા શીખ્યા. પન્નાલાલજી પણ આ યુવાનની યોગ્યતા અને કાર્યદક્ષતાથી પ્રભાવિત થયા. તેમણે પ્રેમીજીને “જેન–હિતપી”, “જૈન-ગ્રંથરત્નાકર” તેમજ પોતાની માલિકીના મર્યાલયનું કામકાજ અને તેની બધી જવાબદારી ધીમે ધીમે સંપૂર્ણપણે સોંપી દીધી. જેનહિતી તથા નવા નવા ગ્રંથોના સંશોધન, સંપાદન અને પ્રકાશનના કામમાં પ્રેમીજીને પ્રારંભમાં શ્રી બાલીવાલના ભત્રીજા છગનમલજીનો ઘણો સહયોગ અને સહકાર પ્રાપ્ત થયો. પ્રેમીજીના સંપાદકકાળમાં જેન-હિતેવીએ
અખિલ ભારતીય સ્તરના એક ઉત્તમ પત્ર તરીકેની પ્રતિભા ઉપસાવી.
Page #3
--------------------------------------------------------------------------
________________
સંપાદકરત્ન પંડિત શ્રી નાથુરામ પ્રેમી
૧૬૭ શેઠ માણિકચંદ જે. પીનો સહયોગ : આ તબક્કે શ્રી પ્રેમીજીને તેમની સંપાદન–પ્રકાશન પ્રવૃત્તિને વેગ આપનાર અને તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરનાર આ ઉદારચેતા દાનવીરનો સમાગમ થયો. શેઠજીએ જૈન સમાજની બહુમુખી સેવાઓ કરી છે. જેનવિદ્યા, પ્રાચીન શાસ્ત્રો, જેનતી અને જન વિદ્યાર્થીઓના સર્વતોમુખી વિકાસ માટે એમણે અનેક પ્રકારનાં પ્રોત્સાહનો અને આર્થિક સહયોગ આપ્યાં છે. તેમજ કાર્યકરો અને વિદ્વાનોનું નિર્માણ કર્યું છે. શ્રી પ્રેમીજીની અનેક પ્રકાશનોની ૩૦૦-૪૦૦ પ્રતો તેઓ પોણી કિંમતે ખરીદી લેતા અને વિદ્વાનો, સંસ્થાઓ, જિનમંદિરોને મોકલી આપતા. તેમણે પોતાની લગભગ સમસ્ત સંપત્તિનું દાન કરી દીધું હતું અને તેથી જ તેમના સ્વર્ગારોહણ બાદ પ્રેમીજીએ “માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાળા”ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અનેક ઉચ્ચ કોટિના અધિકૃત અને સુંદર ગ્રંથો અ૫ મૂલ્યમાં સમાજને ઉપલબ્ધ થયા. થોડાં વર્ષો પહેલાં આ સંસ્થાનું “જ્ઞાનપીઠ”માં વિલીનીકરણ કરવામાં આવ્યું છે.
હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ: શ્રી પ્રેમીજીએ આ સંસ્થાની સ્થાપના ૨૪ મી સપ્ટેમ્બર, ૧૯૧૨ના રોજ કરી હતી. વારંવાર બદલાતી નોકરીની પરતંત્રતાથી છૂટીને કાયમ માટે સ્વતંત્રપણે આજીવિકાનું ન્યાયપૂર્ણ સાધન બને તેમજ સાથે સાથે હિંદી ભાષાનો અને સાહિત્યનો સુચારુ રૂપથી પ્રચાર-પ્રસાર કરવાનું સૌભાગ્ય પણ પોતાને પ્રાપ્ત થાય તે હેતુથી અને શુદ્ધ બુદ્ધિથી આરંભેલા રાષ્ટ્રભાષા પ્રચારના આ સત્કાર્યમાં તેમને અભૂતપૂર્વ સિદ્ધિ મળતાં તેઓ ભારતના સમસ્ત હિંદી-પ્રેમી સમાજના અત્યંત પ્રીતિપાત્ર બની ગયા. તેમના અભિનંદન ગ્રંથનું અવલોકન કરવાથી આ હકીકતનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. આ સંસ્થા પ્રારંભ કરતાં પહેલાં તેમણે સંપાદન, સંશોધન, પ્રકાશન વગેરેનો બહોળો અનુભવ જેનમિત્ર, જૈન-હિતેષી તેમજ અનેક જૈન ગ્રંથોના સંપાદન દ્વારા ખૂબ સારી રીતે પ્રાપ્ત કરી લીધો હતો. હિંદી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, ગુજરાતી અને પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓ ઉપર પણ તેમણે સારું પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું.
પશ્ચિમ ભારતમાં હિંદી ભાષાની આ પ્રથમ જ એક એવી મૌલિક ગ્રંથમાળા હતી, જેનો ઉદ્દેશ હિંદી ભાષાનાં ઉચ્ચસ્તરીય પુસ્તકોને કિફાયત ભાવે ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ગ્રંથમાળાના વિકાસ માટે પ્રેમીજીએ પોતાનું તન-મન-ધન સર્વસ્વ કુરબાન કર્યું. તેમના કુટુંબના સભ્યોને પણ પંડિતજીની આ ગ્રંથમાળા પ્રત્યેની લગની, એકત્વ અને તલ્લીનતા ઘણી વાર ખટકતાં. તેમનાં ધર્મપત્નીનો ૧૯૩૨માં અને એકના એક પુત્ર હેમચંદ્રનો ૧૯૪રમાં સ્વર્ગવાસ થવા છતાં પણ પંડિતજી હંમેશા પોતાના કાર્યમાં જ ડૂબેલા રહેતા.
આ સંસ્થા દ્વારા ઉચ્ચ નામના, સફળતા અને પ્રથમ પંક્તિની સાહિત્યસેવા કરવાનો લાભ પ્રાપ્ત થઈ શક્યો તેમાં પ્રેમીજીના અદમ્ય ઉત્સાહ અને સતત પરિશ્રમે મુખ્ય ભાગ ભજવ્યો. ઉપરાંત, નીચેના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરવાનો સંસ્થાના પ્રયોજકોનો નિરધાર પણ તેની સફળતાની મુખ્ય આધારશિલા બન્યો :
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અર્વાચીન જૈન જ્યોતિધરી
(૧) પ્રકાશન માટે ઉત્તમ લોકોપયોગી ગ્રંથો જ સ્વીકારવા. (૨) ગ્રંથોનું સંશોધન અને સંપાદન સૂક્ષ્મતાપૂર્વક કરવું. (૩) આકર્ષક, કલાત્મક અને સુંદર છાપકામ કરવું.
(૪) લેખકો અને અન્ય પ્રકાશકો સાથે પૂર્ણ સદભાવનાયુક્ત વ્યવહાર રાખવો, તેમને ગ્રાહક કે હરીફ તરીકે ન ગણવા, પણ આમીય માનવા.
આ કારાગથી જ આચાર્ય મહાવીરપ્રસાદ દ્રિવેદીની પ્રસિદ્ધ કૃતિ “સ્વાધીનતા” અને ત્યાર પછી પ્રેમચંદંજી, જેનેન્દ્રજી, ચતુરસેન શાસ્ત્રી અને સુદર્શનજી જેવા હિંદીના ઉચ્ચ કક્ષાના લેખકોની કૃતિઓ આ સંસ્થાને પ્રકાશન માટે મળી રહેતી. લેખકના હકકો પૂરા થઈ ગયા પછી પણ કોઈ આકસ્મિક કારણસર તેને જરૂર પડયે આર્થિક સહયોગ આપવાની એમની નીતિ હતી. આથી આ સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથો તરત જ ખપી જતા અને આલોચકો ઉપર ખાસ આધાર રાખવો પડતો નહીં. આમ અનેક ગ્રંથોના પ્રકાશનના પ્રશંસનીય કાર્ય ઉપરાંત તેમણે સ્વતંત્રપણે ઇતિહાસ અને સાહિત્યથી સંબંધિત લેખો પણ લખ્યા. આ તેમનું એક મહાન અને મૌલિક કાર્ય બની રહ્યું.
જૈન સાહિત્યનો ઈતિહાસ’: આ મહાન ઐતિહાસિક ગ્રંથમાં તેઓએ ન્યાય, દર્શન, અધ્યાત્મ, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, અલંકાર, ભાષા, કર્મસિદ્ધાંત ઇત્યાદિ વિષયો ઉપર બીજી સદીથી માંડીને તેરમી સદીથી પણ પછીના મહાન આચાર્યો, વિદ્વાનો, સાધકો, કવિઓ અને સાહિત્યકારોનો અને તેમના જીવનનાં વિવિધ પાસાંનો અધિકન સિલસિલાવાર ચિતાર આપ્યો છે. સાધકોને અને ઇતિહાસ તથા અનુસંધાનના વિદ્યાર્થીઓને તે ખૂબ જ ઉપયોગી થાય તેવો છે.
આ ઉપરાંત તેઓએ “નીતિવાક્યામૃત” અને “આરાધના” જેવા ઉપલબ્ધ અને બીજા અનેક અપ્રાપ્ય અને અપ્રકાશિત ગ્રંથોનો પણ વિશદ્ પરિચય આપ્યો. ચારિત્રિક અને ધાર્મિક વિષયો ઉપરાંત વાંશ, ગોત્ર, શિલાલેખો, વિવિધ શબ્દોની યુત્પત્તિ અને તેનો અંતિહાસિક સંદર્ભ; વિવિધ વૈચારિક, દાર્શનિક અને સાંસ્કારિક બાબતો વિષેનું મૌલિક ચિંતન, તીર્થક્ષેત્રોની માહિતી વગેરે અનેક વિષયોનું તેમણે નિષ્પક્ષ વિશ્લેષણ કર્યું છે. આ પરથી તેમની અગાધ અને ઊંડી અધ્યયનશીલતા તેમજ વિવેચનાત્મક શક્તિનો પરિચય મળે છે.
જેન મિત્ર” અને “જેન-હિષી” આ બંને લોકપ્રિય જૈન સામયિકોનું સંપાદનકાર્ય તેઓએ એટલી કુશળતા, નિષ્ઠા અને વિદ્વત્તાપૂર્ણ રીતે કર્યું કે આ બંને સામયિકો ગુણવત્તાની દૃષ્ટિએ ઉચ્ચ ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યાં.
પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી સાથેનાં સંસ્મરણો : પંડિત સુખલાલજી સાથે પ્રેમીજીનો સંબંધ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી રહ્યો અને ધીમે ધીમે તેમની આત્મીયતા વધતી ગઈ. પં. સુખલાલજી આગ્રામાં હતા ત્યારે પ્રેમીજીની બનાવેલી નીચેની પ્રાર્થના, પોતાના મિત્રો તથા વિદ્યાથીઓ સાથે દરરોજ બોલતા :
- -
- - -
- - - - * * * * * *
* *——• - •
- • • •
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપાદકરત્ન પંડિત શ્રી નાથૂરામ પ્રેમી
પ્રાર્થના
દયામય ઐસી મતિ હો જાય. ત્રિભુવન કી કલ્યાણ-કામના, દિન-દિન બઢતી જાય.
સ
ઔરોં કે સુખ કો સુખ સમજું, સુખ કા કરું ઉપાય; અપને દુ:ખ સબ સહૂં કિંતુ, પરદુ:ખ નહિ દેખા જાય.
દયામય સત્ય ધર્મ હો, સત્ય કર્મ હો, સત્ય ધ્યેય બન જાય; સત્યાન્વેષણ મેં હી ‘‘પ્રેમી’’, જીવન યહ લગ જાય, દયામય
૧૬૯
પંડિતજીને આ પ્રાર્થના અતિ પ્રિય હતી. જૈન-હિૌષીમાં છપાતા પ્રેમીજીના લેખો ઉપરથી પંડિતજીને તેમના પ્રત્યે ખૂબ આદરભાવ ઊપજ્યો હતો. પ્રેમીજી એક જૈન પંડિત હોવા છતાં આટલા અસાંપ્રદાયિક અને નિર્ભય હતા, આ વાત જાણીને તેમને અત્યંત આનંદાશ્ચર્યનો અનુભવ થતો.
ઈ. સ. ૧૯૧૮માં પ્રેમીજી પૂના મુકામે શ્રૌ જિનવિજયજીના નિવાસસ્થાને આવ્યા. પંડિત સુખલાલજી તે સમયે ત્યાં જ હતા. તેમણે ઉપર્યુક્ત પ્રાર્થનાની કડી બોલી પ્રેમીજીનું સ્વાગત કર્યું. આમ પરોક્ષ પ્રીતિ પ્રત્યક્ષ પ્રીતિમાં પરિણમી અને થોડા જ દિવસોના પરિચયમાં પ્રેમીજીની બહુશ્રુતતા અને અકૃત્રિમ, આત્યંતિક સરળતાથી પંડિતજી ખૂબ પ્રભાવિત થયા. આ ગઠબંધન આજીવન વિકાસ પામતું રહ્યું. તે એટલે સુધી કે જ્યારે જ્યારે પંડિતજી મુંબઈ આવે ત્યારે ત્યારે પ્રેમીજીને અવશ્ય મળે અને તેમની સાથે રહે પણ ખરા. પ્રેમીજીનાં ધર્મપત્ની રમાબહેન, પુત્ર હેમચન્દ્ર તથા પુત્રવધૂ ચંપા—સૌ સાથે પંડિતજીને ઘરના જેવો સંબંધ થઈ ગયો હતો. બ્રાટકોપર અને મુલુંડના ટેકરીવાળા વિરતારોમાં તેઓ કલાકો સુધી સાથે ફરવા જતા.
પંડિતજીના સન્મતિતકને જોઈને પ્રેમીજીને તેમના પ્રત્યે ખૂબ બહુમાન ઊપજ્યું હતું અને બીજા ન્યાયગ્રંથોનું પણ તેવું જ સંપાદન કરવાની પ્રેમીજીએ તેમને વિનંતિ કરી હતી. પ્રેમીજીના માધ્યમથી પંડિતજીને પણ જુગલકિશોરજી મુખ્તાર, બાબુ સૂરજભાનુ વકીલ અને પં. દરબારીલાલજી ‘‘સત્યભક્ત’' જેવા અનેક સારા સારા વિદ્વાનોના પરિચયમાં આવવાનું બન્યું. આ બધાની સાથે સાહિત્ય, દર્શન, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સંશોધન આદિ વિવિધ વિષયો પર મુક્ત ચર્ચા અને વિદ્ગોષ્ઠીઓ થતી તથા સાત્ત્વિક વિનોદથી સૌનો સમય સદ્વિચાર અને ધર્મચર્ચામાં વ્યતીત થતો.
પ્રેમીજીના અસાંપ્રદાયિકતા, સરળતા અને નિર્ભયતાના ગુણોની પંડિતજી પર ખૂબ સારી અસર થઈ હતી; ઉપરાંત તેઓનું સાદગીભર્યું અને સચ્ચાઈવાળું અંગત જીવન, સનત કર્તવ્યપરાયણતા, અગાધ વાચન-મનનથી પ્રાપ્ત થયેલી બહુશ્રુતતા, જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં ઉદાર દષ્ટિ, નાના-મોટા સૌ કોઈ સાથે પૂર્ણ પ્રેમમય વ્યવહાર
Page #6
--------------------------------------------------------------------------
________________ 170 અર્વાચીન જૈન જ્યોતિધરો અને સુધારાવાદી પાણું પણ પંડિતજીને સ્પર્શી ગયાં હતાં. તેથી જ તેમની મૈત્રીપૂર્ણ આત્મીયતામાં પરિણમી હતી. પ્રેમીજીએ પોતાની ત્રણ ઉત્કટ અને અંતિમ અભિલાષાઓ પંડિતજી સમક્ષ નીચે પ્રમાણે રજૂ કરી હતી : (1) જૈન વિદ્વાનોની બહુશ્રુતતા, સાત્વિકતા અને પ્રતિષ્ઠાનું સ્તર ઊંચે આવવું જોઈએ. (2) જેન ભંડારોનું ઓછામાં ઓછું દિગંબર ભંડારોના ઉદ્ધારનું, રક્ષણનું, અન્વેષણનું અને નવીન પદ્ધતિ પ્રમાણે તે ગ્રંથોનાં પ્રકાશનોનું કામ સત્વરે હાથ ધરાવું જોઈએ. (3) જૈનોમાં રહેલી જાતિ-ઉપજાતિની સંકુચિનતાનું અને બહેનો તથા ખાસ કરીને વિધવાઓની દયનીય દશાનું નિવારણ કરવાની યોજના કાર્યાન્વિત કરવી જોઈએ. ઉપસંહાર : એક તદ્દન ગામઠી અને ગરીબ પરિવારમાં જન્મી, પોતાના અથાગ અને પ્રામાણિક પરિશ્રમથી હિંદી ભાષા તેમજ જૈન સાહિત્યના અખિલ ભારતીય સ્તરના એક મહાન પ્રકાશક, સંપાદક અને સાહિત્યકાર તરીકે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. તેમની 66 વર્ષની અવસ્થાએ પ્રગટ થયેલા તેમના અભિનંદનગ્રંથમાં જૈન સમાજના જ નહીં પણ સમસ્ત ભારતના રાષ્ટ્રપ્રેમી, સમાજપ્રેમી, હિંદીપ્રેમી અને સેવાપ્રેમી–એમ વિવિધ ક્ષેત્રના ૧૨૫થી પણ વધારે મહાનુભાવોએ ઉત્સાહ, સ્વેચ્છા અને સક્રિયતાપૂર્વક જે રસ દાખવ્યો, ને પછી તેમની બહુમુખી પ્રતિભાની સહેજે કલ્પના થઈ શકે છે. આવા વિરાટ વ્યકિતત્વના જીવનશિલ્પી થવા માટે તેઓએ સમાજસેવા, જ્ઞાનપિપાસા, અવિરત પરિશ્રમશીલતા, ધૈર્ય, નિપુણતા, સહિષ્ણુતા, સત્યસંશોધકના. વિશ્વમૈત્રી, અસાંપ્રદાયિકતા, સુધારાવાદીપણું વગેરે અનેક ઉચ્ચતમ ગુણોનું દાયકાઓ સુધી નિષ્ઠાપૂર્વક સેવન ક્યું હતું. તેથી જ તેઓ માનવમાંથી મહામાનવ તરફની સફળ સફર કરી શકયા હતા.