Book Title: Pandav Charitra Mahakavyam Author(s): Devprabhsuri, Shreyansprabhsuri Publisher: Smrutimandir Prakashanam View full book textPage 7
________________ સંપાદકનું સંવેદન | gps ચરમતીર્થનાયક શ્રમણભગવાન્ ત્રિલોકબન્ધુ દેવાધિદેવ શ્રીમહાવીરદેવના નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસે પંચમ-આરાનો પ્રારંભ થયો, શ્રીગૌતમભગવાન અને શ્રીસુધર્માસ્વામીજીના નિર્વાણ પછી છેલ્લા કેવળજ્ઞાની શ્રીજંબુસ્વામીજી પણ પ્રભુના નિર્વાણના ૬૪ વર્ષે સિદ્ધિગતિએ પધારી ગયાં, પછીના શ્રીશ્રુતકેવળી મહાપુરુષોએ એમાં શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજાએ નિર્યુક્તિગ્રન્થો આદિની રચના કરીને કરીને શ્રીગણધરદેવોએ આપેલી દ્વાદશાંગીના સૂક્ષ્મ-ગંભીરભાવો જિજ્ઞાસુભવ્ય જીવોને માટે સુલભ બનાવ્યાં, ને પછી સમર્થ શાસ્ત્રકાર મહર્ષિઓએ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ-કરણાનુયોગ અને ધર્મકથાનુયોગના વિષયને વિશદસ્વરૂપે રજૂ કરતું વિપુલસાહિત્ય રચ્યું છે, સાહિત્યજગતને સમૃદ્ધ બનાવતી એ મહર્ષિઓની અદ્ભુત-રચનાઓ દિગ્ગજ વિદ્વાનોને પણ મોંમાં આંગળાં નંખાવી દે તેવી અદ્ભુત છે. FE જૈનશાસનનાં સર્વજ્ઞભાષિતપદાર્થો તો અદ્ભુત હોય જ પણ તેને આગવી ભાષામાં રજૂ કરીને, સન્માર્ગની સિદ્ધિ, ઉન્માર્ગનું ઉન્મૂલન કરનારી અકાટ્ય દલીલો દ્વારા ભવ્યજીવોના હૃદયમાં માર્ગની સ્થાપના કરનારાં વિધાનો દ્વારા અને ચરિત અને કલ્પિત-ધર્માર્થીઓ દ્વારા સંવેગ-નિર્વેદનારસને પ્રગટાવતી અને ઉપમાઓ વગેરે દ્વારા સાહિત્યભાષાના શણગારોથી સુશોભિત એ રચનાઓએ તે-તે વિષયનું જિજ્ઞાસુઓ, વિદ્વાનો અને પ્રેમીઓને શ્રેષ્ઠ આલંબન પૂરું પાડ્યું, હજી તો વિવિધ ભાષાઓમાં હસ્તલિખિતરૂપે જ સચવાઈ રહેલ કે અપ્રકાશિત રહેલ અણમોલ સાહિત્ય જેમ-જેમમળશે ને પ્રકાશિત થશે, તેમ-તેમ એ ખજાનાનો લાભ મેળવનારા પોતાના બુદ્ધિધનને સમૃદ્ધ બનાવતા રહેશે. છેલ્લી સદીમાં આગમાદિ ગ્રંથો માટે અને વિપુલસાહિત્યના સંશોધન માટે લોહી-પાણી એક ક૨ના૨ા માર્ગસ્થમહાનુભાવોએ જે વિશિષ્ટ યોગદાન કર્યું છે તેની નોંધ તો ઇતિહાસમાં લેવાઈ છે, સાહિત્યપ્રેમીજ્ઞાનપિપાસુઓ એ લેતા જ આવ્યા છે શ્રી સ્મૃતિમન્દિર પ્રકાશન - પાલડી અમદાવાદ, પણ આ ક્ષેત્રે પાપા પગલી ભરી રહ્યું છે. એ અનુમોદના પાત્ર છે. એમાં, ભારતવર્ષના ભવ્યજીવો ઉપર જેઓશ્રીનો અમાપ ઉપકાર છે અને વિદાય લેતી જેમનો ઇતિહાસ સ્વર્ણાક્ષરે અંકિત થયો મહારાષ્ટ્રદેશોદ્ધારક દીક્ષાદિવ્યદુંદુભિવાદક જૈનશાસનજયોતિર્ધર, તપાગચ્છાધિપતિ સદીના સન્ધિકાળમાં જે થયો છે, તે વ્યાખ્યાનવાચસ્પતિ, પૂ.આચાર્યદેવશ શ્રીમદ્-વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, વિ.સં. ૧૯૬૮ના પોષસુદ૧૩મી મંગલપ્રભાતે મંગલમૂર્તિ પૂ.મુ.શ્રી મંગલવિજયજી મ.ના વરદહસ્તે શ્રીગંધારતીર્થમાં ‘મુનિશ્રી રામવિજયજી’ નવ-અક્ષરી મંત્રાક્ષર તુલ્ય નામે દીક્ષિત થયા, ને ઓગણ્યાંએશી વર્ષનો ચારિત્રપર્યાય પાળી સમતાસમાધિ સાધી ગયાં. તેના આ ૨૧મા વર્ષે તેઓશ્રીના દીક્ષાગ્રહણPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 862