Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 3
________________ 332S 6 / મોક્ષફલદાયક દેવાધિદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | અનુમોદનીય યાકિની મહત્તરાસુનુ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર જૈનશાસન કોઈ કાળે ભૂલી શકશે નહીં... સમગ્ર જીવનકાળ દરમિયાન અગાધ શ્રુત સમુદ્રના અંતસ્તલ સુધી પહોંચીને જૈનશાસનને ૧૪૪૪ ગ્રંથરત્નોની ભેટ ધરનારી એ મહામહિમ વિભૂતિએ રચેલા ગ્રંથોમાંના પ્રસ્તુત પંચવસ્તુક ગ્રન્થ....... જેમાં શ્રમણજીવનના જન્મથી કાળધર્મ સુધીની સમગ્ર ચર્યાનો જિનાજ્ઞાગર્ભિત ચિતાર રજૂ કરીને જિનાજ્ઞાનિષ્ઠ શ્રમણ્યને સુરેખ કર્યું છે... જમાનાના નામે... પડતા કાળના નબળા આલંબનોને નામે... વર્તમાનમાં શ્રામય જ્યારે શિથિલ થવા માંડ્યું છે ત્યારે... અતિ આવશ્યકતા છે આવા ગ્રંથરત્નોના વ્યાપક અધ્યયનની... શ્રમણજીવનની મર્યાદા ઓળંગી જવાય તેવા કુલ્યા ફાલેલા પ્રવૃત્તિધર્મથી વિમુખ બની નવદીક્ષિત શ્રમણ શ્રમણી ભગવંતો જો આવા ગ્રંથરત્નોમાં અવગાહ્યા રહે તો ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના જ એ વચનો હા ! અહાહા કહે હુંતા ! જઇ ન હુંતો જિણાગમો, જિનાગમો જ જો અમને મળ્યા ન હોત તો ખરેખર અમે અનાથ હોત ! સાર્થક બની જાય. એ મહાપુરુષના વચનોને અંતસ્થ કરી માત્ર આઠ વર્ષના દીક્ષા પર્યાયે “પએસ બંધો' જેવા વિદ્ધભોગ્ય ગ્રંથ ઉપર ટીકા રચીને વિદ્વદ્ સભાના શણગાર બનેલા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાની જિનાજ્ઞામર્મજ્ઞ પરિકર્મિત પ્રજ્ઞાથી અનુવાદ પામીને બીજી વખત પ્રકાશિત થતા આ ગ્રંથરત્નને શ્રમણ શ્રમણી ભગવંતોના કરકમલે પહોંચાડવાનું પ્રશસ્ય કાર્ય શ્રી મનફરા જૈન સંઘ, કચ્છના જ્ઞાનનિધિએ કર્યું છે. - પૂજ્યશ્રી દ્વારા લેખિત – સંપાદિત - અનુવાદિત ગ્રંથરત્નોને ચતુર્વિધ શ્રી સંઘના ચરણે સમર્પિત કરવા કટિબદ્ધ શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ, ભીવંડી શ્રી મનફરા જૈન સંઘના સુકૃતની ભૂરિ ભૂચિ અનુમોદના કરે છે. લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ . ation Intömekiona Pernal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 322