Book Title: Om Arham Namah Mantrano Jap ane Tenu Mahatmya
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૬૦ ] શ્રી જી. અ, જૈન ગ્રન્થમાલા એ શબ્દ એ પરમાત્માનું નામ છે. એટલે લાયક વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ છે તે અર્જે છે. જેની આગળ વિશેષ લાયકાત બીજા કેઈની ન હોય તેને સૂચવના શબ્દ સર્દ છે, તેમજ અહં શબ્દ એ સિદ્ધચક્રનો બીજમંત્ર છે. સિદ્ધસમુદાય તે સિદ્ધચક્ર છે, જેમાં વિશ્વના તત્ત્વરૂપ દેવ, ગુરુ અને ધર્મ-એ ત્રણેય તને સમાવેશ થાય છે. અરિહંત અને સિદ્ધ–એ બેની અંદર દેવને સમાવેશ થાય છે, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓને ગુરુવર્ગમાં સમાવેશ થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપએ ચારને ધર્મમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાના સાધને તે ધર્મ છે. આત્માદિ વસ્તુને બેધ તે જ્ઞાન છે. તેની દઢ શ્રદ્ધા તે દર્શન છે. જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઈચ્છાઓને નિરોધ કરો તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ટિ સાથે એ ચારને મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક કહે છે. તે નવ વાચક શબ્દ અર્ધ શબ્દ બીજરૂપ હોવાથી તેમાં શ્રી સિદ્ધચક્રને સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ આત્માની ચડતી ભૂમિકાઓ છે. તેનું લક્ષ રાખી જાપ કરે તે આ ત્માને શબ્દરૂપે જાપ કરવા બરાબર છે. તે “» અ ન.” આ જા૫ છે. આ જાપ ગંભીર શબ્દવાળો છે. આ મંત્રના કોડે જાપ કરવા જોઈએ. જાપ કરવાથી હલકા વિચારે આપણી આગળ આવતા નથી અને મન બીજે ભટકી પાપ બાંધતું બંધ થાય છે, કારના જાપથી આપણી તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6