Book Title: Om Arham Namah Mantrano Jap ane Tenu Mahatmya Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૫૯ આ સર્વના પ્રથમ અક્ષર અ, સ, અT, ૩, ૫ થી કાર બનેલ છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચેય અક્ષર મળીને માં થાય છે. “er એ અક્ષરો પરમેશ્વરસ્વરૂપ પરમેષિપદના વાચક છે, શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ છે, સર્વ શાસ્ત્રોનું રહસ્યભૂત છે, સર્વ વિદનસમૂહને નાશ કરનાર છે અને સર્વ દુષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અષ્ટ એવાં જે સ્વર્ગસુખાદિ ફળને આપવા માટે તેને જાપ કરનારને કલ્પદ્રુમ સમાન છે. “૩૪” એ સર્વ મંત્રપદમાં આદ્ય પદ છે અને સર્વ વણેને આદિજનક છે. એનું સ્વરૂપ અનાઘનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ બીજ છે, જ્ઞાનરૂપ જ્યોતિનું એ કેન્દ્ર છે, અનાહત નાદને એ પ્રતિષ છે, પરબ્રહ્મનો એ ઘાતક છે અને પરમેષ્ઠિને એ વાચક છે. સર્વ દર્શને અને સર્વ તંત્રમાં એ સમાનભાવે વ્યાપક છે અને ગીજનેને એ આરાધ્યવિભુ છે. સકામ ઉપાસકેને એ કામિત ફળ આપે છે અને નિષ્કામ ઉપાસકેને આધ્યાત્મિક ફળ આપે છે. હૃદયના ધબકારાઓની માફક એ નિરંતર યોગીઓના હૃદયમાં કુર્યા કરે છે. નીચેને શ્લોક એના સ્થૂલ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે. " ॐकारविन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः॥" બિન્દુ સંયુક્ત ૩% છે તે સર્વ ઈરિછતને તથા મોક્ષને આપનારે છે, તેથી યેગીઓ નિત્ય એનું જ ધ્યાન કરે છે અને એને જ નમસ્કાર કર્યા કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6