Page #1
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
શ્રી જી. અ. જેત ગ્રન્થમાલા
ૐ ગર્દ નમઃ મંત્રના જાપ અને તેનું માહાત્મ્ય
એક રાજા અને એક રક, એક સુખી અને એક દુઃખી, એક રાગી અને એક નિરંગી-આવી વિવિધતાએ વિશ્વમાં આપણી નજરે પડે છે, તેનું ખરું કારણુ પુન્ય અને પાપ છે. પુન્યથી જીવા સુખી થાય છે અને પાપથી જીવા દુ:ખી થાય છે.
વિશ્વમાં કાર્યકારણના નિયમેા અચળ છે. કારણ વિના કાર્ય થતું નથી. સુખ-દુઃખ ઉત્પન્ન થવાનાં કાર્યો તેના કારણની અપેક્ષા રાખે છે. કારણ પહેલું અને કા પછી. આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિતિ પૂર્વનાં કર્મોનુસાર બનેલી છે. ધનાદિ અનુકૂળ સાધનાની પ્રાપ્તિમાં પુરુષાની સાથે પુન્યપ્રકૃતિ હોય તેા જ મનુષ્યા સફળતા પામે છે. પરમાથ અને પરે।પકારનાં કાર્યાંથી જીવા પુન્ય ઉપાર્જન કરે છે. મન-વચન–શરીર અને ધનાદિથી સદુપયેગ કરવાથી પુન્ય અંધાય છે અને તેથી જીવા સુખી થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે અને વિશેષ પ્રકારે પુન્ય અંધાય છે. જીવ ઉત્તરાત્તર આગળ વધે છે.
પરમાત્માના નામનું સ્મરણ ગરીખ અને ધનાઢય, આળ, યુવાન અને વૃદ્ધ, સુખી અને દુઃખી દરેક જીવા કરી શકે છે. જેને વખત આછે મળતા હાય તેવા ચાલતાં, સૂતાં, બેસતાં અને કામકાજ કરતાં પણ પ્રભુસ્મરણ
હાલતાં,
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૫૭ કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ ન હોય તે પણ હઠ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી. ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જા૫ના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. જ્યારે રેલવેમાં કે વાહનમાં મુસાફરી કરતા હો ત્યારે પણ તમે ત્યાં બેઠા બેઠા મનમાં જાપ કરી શકે છે. પથારીમાં સુતા સુતાં પણ જ્યાં સુધી નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તે સ્વપ્ન પણ સારાં આવે છે. મતલબ કે–ગમે તે વખતે અને ગમે તે સ્થાને અશુચિસ્થાન વજીને જાપ કરવામાં વધે નથી.
મનુષ્યનું આયુષ્ય ગમે તે પ્રકારે પૂરું થવાનું છે, પણ પોતાના જીવનમાં એકાદ મહત્વનું કાર્ય કર્યું હોય તે ભાવી જીંદગી સુખી બને છે.
વ્યવહારના કેઈ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે અને સ્વપ્નદશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે, તે તેણે મનુષ્યજીવનમાં સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સફલ થયે કહેવાય.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું સાધ્ય સ્મરણમાં રહે, રોમેરેમમાં પોતાનું લક્ષ પરિણમી રહે, તે જાપ ઉત્તમ છે. આ જાપ “ૐ મર્દ ના – આ પાંચ અક્ષરને છે. આને અર્થ આ પ્રમાણે છે –
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી જી. . જૈન ગ્રન્થમાલા કારમાં પંચપરમેષ્ઠિનો સમાવેશ થાય છે. પંચપરમેષ્ટિ એ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને ૩૪કાર બને છે.
અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, -આ પાંચ ભૂમિકા છે.
આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણબ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામથી બોલાવાય છે. આની અંદર નિર્વાણ પામેલા-મોક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧.
અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની શ્રી તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨.
- આચાર્યની અંદર પ્રભુમાર્ગના રક્ષક, પિષક, સંદેશવાહક, સત્ય વસ્તુના પ્રતિપાદક, સમુદાયના સ્વામી અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩.
ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્ત્વના પ્રતિપાદક, અનેક જીવને જાગૃતિ આપનાર ઉચ્ચ કોટિના સાધકને સમાવેશ થાય છે. ૪.
મુનિઓની અંદર જેઓને બેધિબીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી તથા સ્વરૂપમાં રમણતા કરનારા સ્વપર ઉપકારી સર્વ સાધુવર્ગને સમાવેશ થાય છે. ૫.
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૫૯ આ સર્વના પ્રથમ અક્ષર અ, સ, અT, ૩, ૫ થી કાર બનેલ છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચેય અક્ષર મળીને માં થાય છે.
“er એ અક્ષરો પરમેશ્વરસ્વરૂપ પરમેષિપદના વાચક છે, શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ છે, સર્વ શાસ્ત્રોનું રહસ્યભૂત છે, સર્વ વિદનસમૂહને નાશ કરનાર છે અને સર્વ દુષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અષ્ટ એવાં જે સ્વર્ગસુખાદિ ફળને આપવા માટે તેને જાપ કરનારને કલ્પદ્રુમ સમાન છે.
“૩૪” એ સર્વ મંત્રપદમાં આદ્ય પદ છે અને સર્વ વણેને આદિજનક છે. એનું સ્વરૂપ અનાઘનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ બીજ છે, જ્ઞાનરૂપ જ્યોતિનું એ કેન્દ્ર છે, અનાહત નાદને એ પ્રતિષ છે, પરબ્રહ્મનો એ ઘાતક છે અને પરમેષ્ઠિને એ વાચક છે. સર્વ દર્શને અને સર્વ તંત્રમાં એ સમાનભાવે વ્યાપક છે અને ગીજનેને એ આરાધ્યવિભુ છે. સકામ ઉપાસકેને એ કામિત ફળ આપે છે અને નિષ્કામ ઉપાસકેને આધ્યાત્મિક ફળ આપે છે. હૃદયના ધબકારાઓની માફક એ નિરંતર યોગીઓના હૃદયમાં કુર્યા કરે છે. નીચેને શ્લોક એના સ્થૂલ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે.
" ॐकारविन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः ।
कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः॥"
બિન્દુ સંયુક્ત ૩% છે તે સર્વ ઈરિછતને તથા મોક્ષને આપનારે છે, તેથી યેગીઓ નિત્ય એનું જ ધ્યાન કરે છે અને એને જ નમસ્કાર કર્યા કરે છે.”
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
શ્રી જી. અ, જૈન ગ્રન્થમાલા એ શબ્દ એ પરમાત્માનું નામ છે. એટલે લાયક વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ છે તે અર્જે છે. જેની આગળ વિશેષ લાયકાત બીજા કેઈની ન હોય તેને સૂચવના શબ્દ સર્દ છે, તેમજ અહં શબ્દ એ સિદ્ધચક્રનો બીજમંત્ર છે. સિદ્ધસમુદાય તે સિદ્ધચક્ર છે, જેમાં વિશ્વના તત્ત્વરૂપ દેવ, ગુરુ અને ધર્મ-એ ત્રણેય તને સમાવેશ થાય છે.
અરિહંત અને સિદ્ધ–એ બેની અંદર દેવને સમાવેશ થાય છે, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓને ગુરુવર્ગમાં સમાવેશ થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપએ ચારને ધર્મમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાના સાધને તે ધર્મ છે. આત્માદિ વસ્તુને બેધ તે જ્ઞાન છે. તેની દઢ શ્રદ્ધા તે દર્શન છે. જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઈચ્છાઓને નિરોધ કરો તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ટિ સાથે એ ચારને મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક કહે છે. તે નવ વાચક શબ્દ અર્ધ શબ્દ બીજરૂપ હોવાથી તેમાં શ્રી સિદ્ધચક્રને સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ આત્માની ચડતી ભૂમિકાઓ છે. તેનું લક્ષ રાખી જાપ કરે તે આ ત્માને શબ્દરૂપે જાપ કરવા બરાબર છે. તે “» અ ન.” આ જા૫ છે. આ જાપ ગંભીર શબ્દવાળો છે. આ મંત્રના કોડે જાપ કરવા જોઈએ. જાપ કરવાથી હલકા વિચારે આપણી આગળ આવતા નથી અને મન બીજે ભટકી પાપ બાંધતું બંધ થાય છે, કારના જાપથી આપણી તરફ
Page #6
--------------------------------------------------------------------------
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 161 પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે, આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે, મન–શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે, સંકલ્પ શુદ્ધ થાય છે, પાપ ઘટે છે, પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લોકપ્રિય થવાય છે, વ્યવહારની મુંઝવણ ઓછી થાય છે, તેમજ લાંબા વખતે વચનસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ સર્વ પરમાત્માના નામસ્મરણથી થાય છે. ટૂંકામાં કહીએ તે મનને પવિત્ર કરી શ્રદ્ધા, ભક્તિ ને સ્થિરતાપૂર્વક આ જાપ જપવાથી કમરને ક્ષય થાય છે તથા દરેક મનોકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવા વિશુદ્ધ જ્ઞાન પણ આ જાપથી પ્રગટે છે. આ જાપ સર્વ ગુણોનો બનેલો છે. કઈ પણ ધમને બાધ ન આવે તે આ જાય છે, કેમકે-કેઈ પણ ધર્મનું આમાં વિશેષ નામ નથી, પણ સામાન્ય નામ છે કે “વિશ્વમાં કેઇ પણ લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું.” એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યએ કરવા ગ્ય છે. આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકા છે. આંખો બંધ કરી ભૂકુટિની અંદર ઉપગ આપી ઊઘાડી આંખે જેમ જોઈએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં 34 નમઃ” આ મંત્ર જાપ કર. જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને ચોગ્ય રીતિએ જાપ કરે છે, તેના સર્વ મને રથ સફલ થાય છે. 11