Book Title: Om Arham Namah Mantrano Jap ane Tenu Mahatmya
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 161 પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે, આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે, મન–શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે, સંકલ્પ શુદ્ધ થાય છે, પાપ ઘટે છે, પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લોકપ્રિય થવાય છે, વ્યવહારની મુંઝવણ ઓછી થાય છે, તેમજ લાંબા વખતે વચનસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ સર્વ પરમાત્માના નામસ્મરણથી થાય છે. ટૂંકામાં કહીએ તે મનને પવિત્ર કરી શ્રદ્ધા, ભક્તિ ને સ્થિરતાપૂર્વક આ જાપ જપવાથી કમરને ક્ષય થાય છે તથા દરેક મનોકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવા વિશુદ્ધ જ્ઞાન પણ આ જાપથી પ્રગટે છે. આ જાપ સર્વ ગુણોનો બનેલો છે. કઈ પણ ધમને બાધ ન આવે તે આ જાય છે, કેમકે-કેઈ પણ ધર્મનું આમાં વિશેષ નામ નથી, પણ સામાન્ય નામ છે કે “વિશ્વમાં કેઇ પણ લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું.” એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યએ કરવા ગ્ય છે. આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકા છે. આંખો બંધ કરી ભૂકુટિની અંદર ઉપગ આપી ઊઘાડી આંખે જેમ જોઈએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં 34 નમઃ” આ મંત્ર જાપ કર. જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને ચોગ્ય રીતિએ જાપ કરે છે, તેના સર્વ મને રથ સફલ થાય છે. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6