Book Title: Om Arham Namah Mantrano Jap ane Tenu Mahatmya Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ ૧૫૮ ] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા કારમાં પંચપરમેષ્ઠિનો સમાવેશ થાય છે. પંચપરમેષ્ટિ એ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને ૩૪કાર બને છે. અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, -આ પાંચ ભૂમિકા છે. આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણબ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામથી બોલાવાય છે. આની અંદર નિર્વાણ પામેલા-મોક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧. અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની શ્રી તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨. - આચાર્યની અંદર પ્રભુમાર્ગના રક્ષક, પિષક, સંદેશવાહક, સત્ય વસ્તુના પ્રતિપાદક, સમુદાયના સ્વામી અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩. ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્ત્વના પ્રતિપાદક, અનેક જીવને જાગૃતિ આપનાર ઉચ્ચ કોટિના સાધકને સમાવેશ થાય છે. ૪. મુનિઓની અંદર જેઓને બેધિબીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી તથા સ્વરૂપમાં રમણતા કરનારા સ્વપર ઉપકારી સર્વ સાધુવર્ગને સમાવેશ થાય છે. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6