________________
પ્રસ્તાવના
અનેક ભવેની પરમ્પરાથી કઠોર આત્મસાધનાને આત્મસાત્ કરનારા શ્રી તીર્થકર ભગવતેએ આત્મકથાણને યથાર્થ માગ પ્રકાશિત કરીને આપણા ઉપર અપ્રતિમ ઉપકાર કર્યો. શ્રી ગણધર ભગવંતેએ શ્રી તીર્થકરોનાં મુખે સર્વસમસ્યાઓનું સમાધાન કરનારી ત્રિપદીનું શ્રવણ કરીને દ્વાદશાંગીની રચના કરી. દુનિયામાં પ્રચલિત એવો કઈ સિદ્ધાન્ત નથી કે જેનું એક યા બીજા રૂપે આ દ્વાદશાંગ જિનાગમરૂપી દર્પણમાં પ્રતિબિંબ જોવા ન મળે. આજે જેટલા આગમ વિદ્યમાન છે તેમાંથી પણ સવદર્શનેના સિદ્ધાન્તની બીજરૂપે ઉપલબ્ધિ અશક્ય નથી. ખાસ કરીને શ્રી સૂત્રકૃત અંગમાં સ્વ–પર દર્શનના અનેક સિદ્ધાન્તની પૂર્વપક્ષ–ઉત્તરપક્ષરૂપે ચર્ચા જાણવા મળે છે. - પૂર્વકાળમાં એવી પ્રથા હતી કે દરેક સૂત્રનું ચારે ચ પ્રકારના (દ્રવ્યાનુયેગ, ચરણકરણુંનુગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુગ) અનુગદ્વારથી વિવેચન–વ્યાખ્યાન કરવું. તે કારણે પૂર્વધર મહષિઓના કાળમાં કઈ સ્વતન્નપણે દાર્શનિક ગ્રન્થની રચના થઈ હોય તેમ પ્રાયઃ જણાતું નથી. પણ પાછળથી જ્યારે જુદા જુદા સૂત્રોનું જુદા જુદા નિયત અનુયાગદ્વાર વડે વ્યાખ્યાન કરવાની પદ્ધતિ સ્થપાઈ, તે પછી દ્રવ્યાનુયોગના સરળ સ્પષ્ટીકરણ માટે વિશિષ્ટ પ્રકારના તત્વભરપૂર દાર્શનિક