Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 7
________________ ઇન્સ્ટિટ્યુટ ઇન્ડોલોજીના ડાઈરેક્ટર, મારા શોધ પ્રબંધના દિશા નિર્દેશક, માર્ગદર્શક ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહને તૈયાર કરેલી પ્રશ્નોત્તરી બતાવી. તેમણે ઉત્સાહપૂર્વક કહ્યું કે આ પ્રશ્નોત્તરી જૈનશાસનમાં ખૂબ જ ઉપયોગી બનશે. એવી મૌલિક પ્રેરણા આપી. મને સુંદર મજાનું માર્ગદર્શન મળ્યું, ને પુસ્તક માટેનું મંગલ મંડાણ થયું. - પ્રશ્નોત્તરીના પુસ્તકમાં ૨૪ દંડકના અતલ ઊંડાણમાં જતા નવતત્વ, છકાયનાબોલ, ગતાગત, ગમા વગેરે થોકડાઓનું અવગાહન થઈ જશે. તે ઉપરાંત મેં વરસોથી ““અખિલ ભારતીય શત પ્રશ્નોત્તરી સ્પર્ધાના પ્રશ્નપેપરો બહાર પાડ્યા છે તે બધા પ્રશ્નપેપરોનું જવાબ સાથે જિજ્ઞાસુ આત્માઓનો જ્ઞાન મળે એટલા માટે ૨૨ શત પ્રશ્નોત્તરી સ્પર્ધાના પ્રશ્નપેપરો આપ્યા છે. વળી જીવના મૂળ ભેદ કેટલા? તેના વિષે ઘણા અજાણ હશે. તેના માટે મનમાં વિશદ ચિંતન કરીને મૂળભેદોની અણખેડાયેલી પ્રશ્નોત્તરી તૈયાર કરી છે. સાથે મૂળભેદની ગતાગત અને મૂળભેદનો જીવધડો પણ તૈયાર કરેલ છે. થીસીસનો વિષય મને તત્વજ્ઞાનનો ગમ્યો. હૃદયના ભાવને જ જાણે પિછાણી લીધા હોય તેમ મારા ઉપકારી, બહુમુખી પ્રતિભાવંત ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહે અથાગ જહેમત ઉઠાવીને મને એકધારું માર્ગદર્શન આપ્યું. આ પુસ્તક તૈયાર કરતાં મને એક આંતરિક પ્રતીતિ થાય છે કે આ નિત નિત પ્રશ્નોત્તરી, આગમ જ્ઞાન ગંગોત્રી પુસ્તક અમુક જ વિષયનું પુસ્તક નહિ બને. પરંતુ બધા સાહિત્યનું અને તત્વજ્ઞાનનું પ્રવેશદ્વાર આ પુસ્તક બની શકશે. એક એક ઈંટ મિલકર આગાર બન જાતા હૈ, એક એક બુંદ મિલકર સાગર બન જતા હૈ એક એક ફૂલ મિલકર ગલકા હાર બન જાતા હૈ વૈસે હી એક એક પ્રશ્ન ઉકેલકર જીવનકા ઉદ્ધાર હો જતા હૈ એક એક પ્રશ્ન ઉકેલતા કોઈને સર્વજ્ઞતાનું સૌભાગ્ય જેવું નિમિત્ત બને તો કાશ ! કેવું મંગલ ! ૨૪ દંડકની પ્રશ્નોત્તરીમાં પહેલા મેં “આગમ અર્ક” પુસ્તકમાં ૧થી ૨૪ દંડક ક્યાં ક્યાં લાભ? તેના માટે એક એક જવાબ લખવા પ્રયત્ન કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 518