________________
-: શ્રુતસ્તંભ :
સ્વ. ભવાનજીભાઈ હાથીભાઈ ગોળવાળા
સ્વ. કેશરબેન ભવાનજીભાઈ કચ્છ, કાંડાગરાવાળા
સ્વ. પ્રજ્ઞાબેન પ્રભુલાલ પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતુશ્રી,
સૌને માટે હસતાં હસતાં અંત સુધી કાયાને ઘસી નાંખીએ સેવાની સુવાસ આજે પણ અમઅંતરને ભિંજવી નાખે છે.
સદાચાર અને સંસ્કારની સૌરભથી મહેંકતું આપનું જીવન સૌના માટે આદર્શમય હતું. દયા, દાન, ધર્મ, નીતિ, ઉદારતા, શ્રદ્ધા, સંત સેવા વગેરેનો આપે વારસો આપ્યો છે. અમારું જીવન સગુણોથી સુવાસિત ઉપવન જેવું બનાવ્યું છે. - નારણપુરા-સંધમાં મધ્યમકુળમાં આશરે ૩૦થી ૩૫ વર્ષથી હર દિપાવલીના દિને ૧ કિલો ગોળ આપવાનું આપે ચાલુ કરેલ તે કાર્ય આજ સુધી ચાલુ છે. ભાદરવા સુદ પુનમનાં જૂના માધુપુરા મંદિરમાં ૪00 ભિક્ષુકોને ભરપેટ ભોજન કરાવવાનું કાર્ય આજ સુધી અવિરામ ચાલે છે. આ બધું આપની કૃપાનું જ પરિણામ છે.
આપના પિતાજીએ 100 વર્ષ પહેલાં ગોળની પેઢી ચાલુ કરી હતી. ધંધાની સાથે સાથે ધર્મને જીવનમાં આત્મસાત્ કર્યો હતો. રથના બે ચક્રની જેમધર્મ અને ધંધો જીવનરથમાં વણી લીધો હતો.
આપના દાન વડે જૈન અને જૈનેતર સમાજની જન કલ્યાણની તથા માનવતાની અનેકવિધ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે અનેક સંસ્થાઓમાં ધન આપ્યું છે. બા. બ્ર. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીના પીએચ.ડી.નાથીસીસના પુસ્તક માટે દાનદેવાના ભાવ જાગ્યા તે બધું આપની અદેશ્ય કૃપાનું જ ફળ છે.
કચ્છ કાંડાગરાવાળા, હાલ-અમદાવાદ.
- લિ. સુપુત્ર પ્રભૂલાલભાઈ પૌત્ર: ચંદ્રેશભાઈ, અ. સૌ. સોનલબેન, સલૌની, ફેન).