________________
૧૧
"
‘નિત નિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી'' પ્રશ્નોત્તરીમાં તત્ત્વજ્ઞાનનો ખજાનો ભરેલો છે. આ તત્ત્વજ્ઞાનના પુસ્તકમાં આધ્યાત્મિક જ્ઞાન અભિલાષા જગાડવાની તાકાત છે. જો એ તત્ત્વજ્ઞાનના પ્રશ્નોત્તરીનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવામાં આવશે. તો તેમાંથી આધ્યાત્મિક નવનીત અને રસાયણની પ્રાપ્તિ થશે. પ્રશ્નોત્તરીના પુસ્તક પ્રકાશનમાં જે જે દાતાઓએ સહકાર આપ્યો છે, જે તનથી અને મનથી ઉપયોગી બનેલા દાતાઓ છે. તેઓનો અમે આભાર માનીએ છીએ. શ્રી સંઘની પ્રત્યેક પ્રવૃત્તિના પ્રેરણા બનનાર નામી અનામી સહુનો દિલથી આભાર અને ભવિષ્યમાં પણ સદૈવ સહકારી બની સંઘની ઉન્નતિમાં આશિષ આપશો એ અંતરની આજુ.
જ્યારે ખુલે છે પાના પુસ્તકના, સુંદર વિચારો સ્ફૂરે છે મસ્તકના, ભાગ્ય છે ભગવાન બનાવે તેવી તકના, દેખાડશે શિખર મુક્તિ મલકના.
પ. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામી જ્ઞાનદર્શક બનીને કૃતિમાં ઉભરાયા છે. અમને વિશ્વાસ છે કે તેમના આ સારસ્વત, ગુણાત્મક વ્યક્તત્વથી અનેક ગ્રંથ જન્મ લેશે. અને અમોને આવો લાભ આપતા રહેશે.
એજ, મનસુખભાઈ જે શાહ (C.A.) પ્રમુખશ્રી શ્રી ધાનેરા સ્થા. જૈન સંઘ શ્રી ઘનશ્યામનગર સ્થા. જૈન સંઘ
અમદાવાદ