Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 6
________________ પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી હોઈ, તેના તંત્રીશ્રીની ઝીણવટભરી માવજત પામી છે, એ એમની વિશેષતા છે. ચોથી “પિકવિક પેપર્સ'નો સંક્ષેપ તૈયાર થયો, તે નવજીવન પ્રેસમાં બે માસ પહેલાં છાપવા માટે પહોંચાડી દીધો છે. અને પાંચમી વાર્તા “ડોમ્બી ઍન્ડ સન'ના સંક્ષેપનું કામ હાથ ઉપર છે. એ બે વાર્તાઓના સંક્ષેપ સ્વતંત્રપણે જ થયા હોઈ, વાચકને સીધા જ પુસ્તક રૂપે મળશે. વિશ્વસાહિત્યની આવી જાણીતી નવલકથાઓના પ્રકાશનમાં અમને શ્રી. મગનભાઈ દેસાઈની સીધી પ્રેરણા અને દોરવણી મળ્યાં છે. એમની એ વિરલ દોરવણીથી જ, છેલ્લાં બે વર્ષમાં, પરિવાર સંસ્થાએ ગુજરાતને અને દરિયાપાર વસતા ગુજરાતી બાંધવોને આવી વિશ્વકથાઓના ડઝનેક સંક્ષેપો આપ્યા છે, અને એ રીતે ગુજરાતી ભાષાની એ જાતની તાકાતની ચકાસણી થઈ શકી છે. અમને જણાવતા આનંદ થાય છે કે, એ પ્રકાશનોના રસિયા ગુજરાતી વાચકોએ વિશ્વસાહિત્યની જાણીતી વધુ કૃતિઓની આગ્રહપૂર્વક માગણી કરીને પરિવાર સંસ્થાના એ કામને સત્કાર્યું છે. આ નવલકથા ડિકન્સની એક સુંદર કૃતિ છે, અને તે યથોચિત વિસ્તારથી, ગુજરાતી વાચકની ખાસિયતને ધ્યાનમાં રાખીને, મૂળના લગભગ ત્રીજા ભાગ જેટલા કદમાં રજૂ કરી છે. છતાં આ સંક્ષેપ એવી સુંદર રીતે કરાયો છે કે, આ વાર્તા વાંચતાં આપણે, આજથી લગભગ ૧૫૦ વર્ષ પરના - રાણી વિકટોરિયાના જમાનાના વિલાયતી સમાજની સોબતમાં, એ યુગનું – તેની આશાનિરાશાઓનું, તેની કસોટીઓનું, તેનાં પરાક્રમો અને સિદ્ધિઓનું, તેની અપેક્ષાઓનું – જાણે રસપાન કરતા હોઈએ, એવું જીવંત તાદાભ્ય અનુભવીએ છીએ. આ સંક્ષેપમાં મૂળ લેખકની શૈલી તથા મજેદાર પાત્રનિરૂપણ સુંદર રીતે જળવાઈ રહ્યાં છે, તથા સંક્ષેપની શૈલી સરળ, આહલાદક અને ભાવવાહી છે. વાસ્તવિકતાને નામે આજકાલ નરી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 436