________________
પ્રકાશકનું નિવેદન મહાન લેખકોનાં મહાન પુસ્તકો એ સમગ્ર માનવજાતનો મહાન વારસો છે. તેમાંય વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦)ની વાત અનોખી છે. ડિકન્સ જેવા લેખકો એકાએક પેદા થતા નથી. અને તેથી તો મરહુમ ટૉલ્સ્ટૉયે ડિકન્સને શેક્સપિયરની પણ ઉપર અને પ્રથમ પંક્તિના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યા છે; તથા ગાંધીજીએ પણ ૧૯૩૬ના ગુજરાતી પરિષદના સંમેલનમાં, તેમનો નામથી ઉલ્લેખ કરીને, તેમની નવલકથાઓના સરળ સંક્ષેપોની માગણી કરેલી. એવા નામી વિશ્વસાહિત્યકારની આ ચોટદાર અને દિલચશ્ય નવલકથા “નિકોલસ નિકબી', ગુજરાતી ભાષા બોલતી પ્રજા સમક્ષ, વિસ્તૃત સંક્ષેપ રૂપે, સચિત્ર, રજૂ કરતાં આનંદ થાય છે.
આનંદ એ વાતનો કે, ડિકન્સની પાંચેક વાર્તાઓના વિસ્તૃત સંક્ષેપો ગુજરાતી વાચકની સેવામાં રજૂ કરવાનો અમારી સંસ્થાનો શરૂથી સંકલ્પ હતો. એ મુજબ, પાઠયપુસ્તક રૂપે ડિકન્સની કંઈક વધુ જાણીતી નવલકથા “એ ટેલ ઑફ ટૂ સિટીઝ’નો ડૉ. બિપિનચંદ્ર ઝવેરીએ કરી આપેલો સંક્ષેપ અમે ‘વેર અને ક્રાન્તિ ને નામે બે વર્ષ પહેલાં પ્રસિદ્ધ કર્યો હતો. તેના આમુખમાં શ્રી. મગનભાઈ દેસાઈએ, ૧૯મા સૈકાના આ અતિ લોકપ્રિય કથાકારની બીજી કથાઓ પસંદ કરીને, ગુજરાતીમાં ઉતારવા પરિવાર સંસ્થાને ભલામણ કરી હતી. તે પ્રમાણે ‘ઑલિવર ટ્વિસ્ટ’ નવલકથાનો ગુજરાતી રસંક્ષેપ ગયે વર્ષે અમે પ્રસિદ્ધ કર્યો હતો. હવે આ ત્રીજી નવલકથા પ્રસિદ્ધ કરીએ છીએ. આ ત્રણે નવલકથાઓ ‘સત્યાગ્રહ’