Book Title: Nigod Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ નિગોદ ૨૨૧ ભગવાન કહે છે : गोयमा ! दुविहा णिगोदा पण्णता, तं जहा, णिगोदा य, णिगोदजीवा य । (હે ગૌતમ, નિગોદ બે પ્રકારના કહ્યા છે. જેમ કે (૧) નિગોદ (શરીર) અને (૨) નિગોદ જીવ. - સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. સોયની અણી તો નજરે દેખાય છે. પણ એથી પણ અનેકગણી સૂક્ષ્મ જગ્યામાં નિગોદના અનંત જીવો રહેલા છે જે નજરે દેખી શકાતા નથી. સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે દેખી શકાય એમ નથી. નિગોદમાં આ અનંત જીવો પોતપોતાની જુદી જુદી જગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા છે. એક દાબડીમાં અંદર બીજી દાબડી હોય અને એમાં ત્રીજી દાબડી હોય અને એ દાબડીમાં સોનાની એક વીંટી હોય, તો બહારથી જોતાં એક જ મોટી દાબડીમાં તે બધાં હોવા છતાં તેઓ એકબીજામાં સંક્રાન્ત નથી થયાં. પરંતુ એક દીવામાં બીજો દીવો ભળે અથવા એ રીતે પંદર પચીસ દીવા સાથે પ્રકાશે છે ત્યારે એક જ જ્યોતિમાં બીજી જ્યોતિ સંક્રાન્ત થઈને સમાઈ જાય છે. અથવા એક ઓરડામાં એક દીવો હોય અથવા પંદર પચીસ દીવા હોય તો તે બધાનો પ્રકાશ એકબીજામાં ભળી જાય છે. મતલબ કે એમાંથી કોઈપણ એક દીવાને બહાર કાઢી લેવામાં આવે તો તે દીવો સ્વતંત્ર પ્રકાશવાળો પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય છે તો માતા અને બાળક બંનેની આત્મજ્યોતિ એટલા ભાગમાં પરસ્પર સંક્રાન્ત થયેલી હોય છે. રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દૃષ્ટિઓ માંહોમાંહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દષ્ટિઓ પરસ્પર ભળી જાય છે. બીજું એક ઉદાહરણ લોઢાના ગોળાનું લઈ શકાય. એને તપાવવામાં આવે અને તે લાલચોલ થાય ત્યારે અગ્નિ એનામાં સંક્રાન્ત થઈને રહેલો હોય છે. એવી રીતે નિગોદના એક શરીરમાં અનંત જીવોની આત્મજ્યોતિ એકબીજામાં ભળીને રહેલી હોય છે. એક નિગોદમાં અનંત જીવો હોય છે. એટલું જ નહીં, એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14