Book Title: Nigod Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ નિગોદ નિગોદ જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. જીવના સ્વરૂપ વિશે જૈન ધર્મે કેટલી સૂક્ષ્મ અને ગહન મીમાંસા કરી છે તે આ વિષયની વિચારણા પરથી સમજી શકાશે. દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી. નિગોદ' શબ્દ પણ મુખ્યત્વે જૈનોમાં જ વપરાય છે. આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે વનસ્પતિમાં જીવ છે, પાણીમાં સૂક્ષ્મ જીવ એટલે કે જીવાણુ છે અને હવામાં પણ જીવાણું છે. પાણી વગેરે પ્રવાહીમાં વિવિધ પ્રકારના બેક્ટરિયા (અપકાય) અને હવામાં વિવિધ પ્રકારના “વાઈરસ' (વાયુકાય)ની વાત હવે સામાન્ય ગણાય છે. જે કેટલાક જીવાણુઓ નરી નજરે જોઈ શકાતા નથી તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા “અમીબાની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતા નથી. જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ (Common body) વાળા જીવો તે “નિગોદ' કહેવાય છે. બેક્ટરિયા કે વાઈરસ કરતાં તેઓ વધુ ત્વરિતપણે પોતાના શરીરમાં જન્મમરણ કરે છે અર્થાત્ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાં જ મૃત્યુ પામે છે, પાછા ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ ઘટના અમુક અમુક નિયમોને આધારે ચાલ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14