Book Title: Nigod
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ નિગોદ ૨૨૭ સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે. નિગોદના જીવો મિથ્યાદષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેશ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા હોય છે. નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય- સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અત્યક્ષ દર્શનવાળા હોય છે. આમ, તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે. નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાતુ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચૈતન્ય નથી, તો પણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશ્ય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું : जं नरए नेरइया दुखं पाति गोयमा तिख्खं । तं पुण निगोअजीवा अनन्तुगुणियं पियाणाहि ।। [ હે ગૌતમ ! નારકીમાં નારીના જીવો જે દુ:ખ પામે છે, તેથી અનંતગુણ દુ:ખ નિગોદના જીવો પામે છે એમ જાણવું. } આમ, સંસારમાં સૌથી વધુ દુ:ખ નિગોદના જીવોને હોય છે. નિગોદમાંથી નીકળેલો કોઈ ભાગ્યશાળી જીવ અનન્તરપણે એટલે કે તરતના બીજા ભવે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત અને દેશવિરતિ પણ પામી શકે તથા અનન્તરપણે જો મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામી શકે. નિગોદના જીવોને અગ્રભવમાં – પછીના તરતના ભવમાં માંડલિક, ચક્રવર્તીનાં ચૌદ રત્નોની પદવી, તથા સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ એમ કોઈ પણ પદવી મળી શકે, પણ તેઓને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ આ ચાર પદવી ન મળી શકે. વળી, તેઓ અનન્તર ભવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14