Book Title: Nigod
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249475/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિગોદ નિગોદ જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. જીવના સ્વરૂપ વિશે જૈન ધર્મે કેટલી સૂક્ષ્મ અને ગહન મીમાંસા કરી છે તે આ વિષયની વિચારણા પરથી સમજી શકાશે. દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી. નિગોદ' શબ્દ પણ મુખ્યત્વે જૈનોમાં જ વપરાય છે. આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે વનસ્પતિમાં જીવ છે, પાણીમાં સૂક્ષ્મ જીવ એટલે કે જીવાણુ છે અને હવામાં પણ જીવાણું છે. પાણી વગેરે પ્રવાહીમાં વિવિધ પ્રકારના બેક્ટરિયા (અપકાય) અને હવામાં વિવિધ પ્રકારના “વાઈરસ' (વાયુકાય)ની વાત હવે સામાન્ય ગણાય છે. જે કેટલાક જીવાણુઓ નરી નજરે જોઈ શકાતા નથી તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા “અમીબાની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતા નથી. જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ (Common body) વાળા જીવો તે “નિગોદ' કહેવાય છે. બેક્ટરિયા કે વાઈરસ કરતાં તેઓ વધુ ત્વરિતપણે પોતાના શરીરમાં જન્મમરણ કરે છે અર્થાત્ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાં જ મૃત્યુ પામે છે, પાછા ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ ઘટના અમુક અમુક નિયમોને આધારે ચાલ્યા કરે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૧૯ નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તો પણ એના સ્વીકાર માટે શ્રદ્ધા અનિવાર્ય છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નિગોદ વિશે કહ્યું હતું. ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં નિગોદની ચર્ચા આવે છે. કોઈક પૂર્વાચાર્યે નિગોદ છત્રીસી'ની રચના કરી છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે ભગવતી સૂત્રની ટીકામાં આ આખી નિગોદછત્રીસી ઉતારેલી છે. એટલે આપણને એ પ્રાપ્ત થઈ શકી છે. આ છત્રીસીના કર્તાનું નામ મળતું નથી, પણ એમના સામર્થ્યની પ્રતીતિ ગાથાઓ વાંચતાં થાય છે. (આ છત્રીસી ઉપર પ. પૂ. સ્વ. પ્રતાપસૂરિજી મહારાજના શિષ્ય સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજે સરસ વિવેચન કર્યું છે જે પ્રકાશિત થયેલું છે.) નિગોદનો વિષય અત્યંત સૂક્ષ્મ અને કઠિન છે. એના સમગ્ર સ્વરૂપને કોઈક જ જાણી શકે છે. જૈન પરંપરાનો ઇતિહાસ કહે છે કે એક વખત ઈન્દ્ર મહારાજ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને વંદન કરવા ગયા. તે સમયે શ્રી સીમંધર સ્વામીએ પોતાની દેશનામાં નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળી ઈદ્ર મહારાજ આશ્ચર્યચક્તિ થઈ ગયા. એમણે શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન ક્યું કે, “ભગવાન ! હાલ ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ?' ભગવાને કહ્યું, “મથુરા નગરીમાં શ્રી આર્યરક્ષિતસૂરિ મારી જેમ જ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે.' ત્યાર પછી ઇન્દ્ર મહારાજને જિજ્ઞાસા થઈ એટલે તેઓ એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ શ્રી આર્યરક્ષિતસૂરિ પાસે આવ્યા અને નિગોદ વિશે સમજાવવા વિનંતી કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ એમને નિગોદનું યથાસ્થિત. સ્વરૂપ સમજાવ્યું એથી ઈન્દ્ર મહારાજ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે વખતે શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના જ્ઞાનથી ઈન્દ્ર મહારાજને ઓળખી લીધા હતા. સમગ્ર સૃષ્ટિમાં ચોર્યાસી લાખ જીવયોનિ છે એટલે કે ચોર્યાસી લાખ પ્રકારના જીવો છે. એમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક સ્વરૂપ તે નિગોદ છે અને અત્યંત વિકસિત સ્વરૂપ તે મનુષ્ય છે. જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી, મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં-ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીરરૂપી સહિયારું ઘર છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જિનતત્ત્વ આ જીવસૃષ્ટિમાં સૌથી નીચેના ક્રમમાં એકેન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય (અગ્નિકાય) અને વનસ્પતિકાય. આ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે. એમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ છે – બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય અને એક શરીરમાં અનંત જીવ હોય તે સાધારણ કહેવાય. સૂક્ષ્મ અને બાદર એવા પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય એ ચારમાં એક શરીરમાં એક જીવ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને “અનંતકાય” પણ કહે છે. નિઃ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છે : તિ-નિયત, ગાં-ભૂમિ-ક્ષેત્ર-નિવાસ, - अनन्तानंत जीवानां ददाति इति निगोदः । નિ એટલે નિયતનિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવો, જે એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, એટલે ટુતિ અર્થાતું આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ. નિઃશરીર લેવા તે નિરિશરીર: / અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશરીરી કહેવાય છે. નિગોદ' શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં નિઃ , fજોય શબ્દ છે. જીવને નિગોદપણું “સાધારણ” નામના નામકર્મના ઉદયથી હોય છે. નિગોદ' શબ્દ તેવા શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત “નિગોદ' શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે : વિદT અંતે ! ગોવા પUતા ? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ?) Page #4 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૨૧ ભગવાન કહે છે : गोयमा ! दुविहा णिगोदा पण्णता, तं जहा, णिगोदा य, णिगोदजीवा य । (હે ગૌતમ, નિગોદ બે પ્રકારના કહ્યા છે. જેમ કે (૧) નિગોદ (શરીર) અને (૨) નિગોદ જીવ. - સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. સોયની અણી તો નજરે દેખાય છે. પણ એથી પણ અનેકગણી સૂક્ષ્મ જગ્યામાં નિગોદના અનંત જીવો રહેલા છે જે નજરે દેખી શકાતા નથી. સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે દેખી શકાય એમ નથી. નિગોદમાં આ અનંત જીવો પોતપોતાની જુદી જુદી જગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા છે. એક દાબડીમાં અંદર બીજી દાબડી હોય અને એમાં ત્રીજી દાબડી હોય અને એ દાબડીમાં સોનાની એક વીંટી હોય, તો બહારથી જોતાં એક જ મોટી દાબડીમાં તે બધાં હોવા છતાં તેઓ એકબીજામાં સંક્રાન્ત નથી થયાં. પરંતુ એક દીવામાં બીજો દીવો ભળે અથવા એ રીતે પંદર પચીસ દીવા સાથે પ્રકાશે છે ત્યારે એક જ જ્યોતિમાં બીજી જ્યોતિ સંક્રાન્ત થઈને સમાઈ જાય છે. અથવા એક ઓરડામાં એક દીવો હોય અથવા પંદર પચીસ દીવા હોય તો તે બધાનો પ્રકાશ એકબીજામાં ભળી જાય છે. મતલબ કે એમાંથી કોઈપણ એક દીવાને બહાર કાઢી લેવામાં આવે તો તે દીવો સ્વતંત્ર પ્રકાશવાળો પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય છે તો માતા અને બાળક બંનેની આત્મજ્યોતિ એટલા ભાગમાં પરસ્પર સંક્રાન્ત થયેલી હોય છે. રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દૃષ્ટિઓ માંહોમાંહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દષ્ટિઓ પરસ્પર ભળી જાય છે. બીજું એક ઉદાહરણ લોઢાના ગોળાનું લઈ શકાય. એને તપાવવામાં આવે અને તે લાલચોલ થાય ત્યારે અગ્નિ એનામાં સંક્રાન્ત થઈને રહેલો હોય છે. એવી રીતે નિગોદના એક શરીરમાં અનંત જીવોની આત્મજ્યોતિ એકબીજામાં ભળીને રહેલી હોય છે. એક નિગોદમાં અનંત જીવો હોય છે. એટલું જ નહીં, એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદો Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઠાંસી ઠાંસીને ભરેલી છે એમ કહેવાય છે. જે અને જેટલા આકાશપ્રદેશો એક નિગોદે અવગાહ્યા હોય તે જ અને તેટલા જ આકાશપ્રદેશો બીજી અસંખ્ય નિગોદોએ તે જ સમયે અવગાહ્યા હોય તો તે નિગોદ અને બીજી તેવી સર્વ નિગોદો ‘સમાવગાહી' કહેવાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તો દૂધના એક ભાગમાં સાકર વધારે અને બીજા ભાગમાં ઓછી હોય એવું નથી હોતું. દૂધમાં સાકર અન્યનાધિકપણે – તૂલ્યપણે પ્રસરે છે. તેમ સમાવગાહી નિગોદો પરસ્પર એક પણ આકાશપ્રદેશની ન્યૂનાધિકતા વગર સર્વત્ર તુલ્ય ક્ષેત્રમાં અવગાહેલી હોય છે. આવી નિગોદોને ‘સમાવગાહી’ નિગોદો કહે છે અને સમાવગાહી નિગોદોના સમુદાયને ‘ગોળો’ કહે છે. આવા અસંખ્ય ગોળા ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આમ, નિગોદના એક ગોળાના અવાહક્ષેત્રમાં કેટલીયે નિગોદો સમાવગાહી હોય છે. પરંતુ તદુપરાંત કેટલીક નિગોદ સમાવગાહમાં એક પ્રદેશ ન્યૂન હોય છે, કેટલીક બે પ્રદેશ ન્યૂન હોય છે, એમ કરતાં કરતાં કેટલીક અસંખ્યાત પ્રદેશ ન્યૂન હોય છે અને છએ દિશામાં અવગાહેલી હોય અથવા વિપરીત ક્રમે જોઈએ તો કેટલીક નિગોદો અમુક નિગોદના અવગાહક્ષેત્રના એક પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, કેટલીક બે પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, એમ એ અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય. આવી એક એક પ્રદેશ હાનિવાળી અથવા એક એક પ્રદેશની વૃદ્ધિવાળી નિગોદો ‘વિષમાવગાહી’ નિગોદ કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના છએ દિશામાં હોય તે અખંડગોળો અથવા સંપૂર્ણ ગોળો કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના માત્ર ત્રણ દિશામાં જ હોય તો તે ખંડગોળો કહેવાય. આવા ખંડગોળા ફક્ત લોકના અંતે નિષ્કુટ સ્થાનોમાં હોય છે. નિષ્કૃટ એટલે સર્વ બાજુએ અલોકની અંદર ચાલ્યો ગયેલો લોકના અંતે રહેલો લોકનો અત્યંત અલ્પ ભાગ. લોકને છેડે આવેલા નિગોદના ગોળાઓની, અલોકમાં ત્રણ દિશામાં સ્પર્શના થતી નથી. એટલે તે ખંડગોળો કહે છે. નિગોદના ગોળાના ખંડ ગોળો અને અખંડ ગોળો એવા પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે, પરંતુ અવગાહનાની દૃષ્ટિએ બંને ગોળા સરખા જ છે. માત્ર દિશાઓની સ્પર્શનાની ન્યૂનાધિકતા બતાવવા જ ખંડ ગોળો અને અખંડ અથવા પૂર્ણ ગોળો એવા શબ્દો પ્રયોજાયા છે. જિનતત્ત્વ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિગોદ સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે. આ રીતે ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે ‘નિગોદછત્રીસી’માં કહ્યું છે : गोला य असंखिज्जा, हुंति निगोया असंखया गोले || इक्किक्को य निगोओ, अनंत जीवो मुणेयचो ।।१२।। ૨૨૩ [ ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું. ] નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે : (૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ વનસ્પતિકાય. આ બંનેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ હોય છે. એ રીતે ચાર ભેદ થાય છે : (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ (૩) બાદર અપર્યાપ્તા નિગોદ અને (૪) બાદર પર્યાપ્તા નિગોદ. કહ્યું છે : एवं सुहुमणिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि । बायर णिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि || સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયરૂપ નિગોદ ચોદ રાજલોકમાં એટલે કે સમગ્ર લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત છે. સર્વ લોકાકાશમાં એવું કોઈ સ્થળ નથી એટલે કે એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદ ન હોય. આ સૂક્ષ્મ નિોદ નથી છેદાતી, નથી ભેદાતી, નથી બળતી, નથી બાળતી, નથી ભીંજાતી કે નથી શોષાતી. બાદર સાધારણકાયરૂપ નિગોદના જીવો સર્વત્ર નથી, પણ જ્યાં જ્યાં કાચું જળ છે, લીલ છે, ફૂગ છે અને જ્યાં જ્યાં કંદમૂળ આદિ રૂપે વનસ્પતિ છે ત્યાં ત્યાં બાદર નિગોદ છે. બાદર નિગોદ નિયતસ્થાનવર્તી છે. તે નિરાધારપણે રહી શકતી નથી. તે બાદર પૃથ્વીકાય વગેરે જીવના શરીરના આધારે રહે છે. આ રીતે બાદર નિગોદ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. નિગોદના જીવોને બીજા બે પ્રકારે પણ ઓળખાવાય છે. તે છે ‘અવ્યવહા૨રાશિ’ નિગોદ અને ‘વ્યવહારરાશિ’ નિગોદ. એમાં ‘વ્યવહાર' અને Page #7 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ‘અવ્યવહાર’ શબ્દ એના અર્થ પ્રમાણે પ્રયોજાયા છે. સૂક્ષ્મ વનસ્પતિકાયમાંથી નીકળેલા જે જીવોનો પછીથી ‘બાદર' નામે, પૃથ્વીકાયાદિ નામે ‘વ્યવહાર’ થાય છે તે વ્યવહારરાશિના જીવો છે અને જે જીવો સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ અનાદિ કાળથી જન્મમરણ કર્યા કરે છે અને હજુ બાદર નામનો ‘વ્યવહાર’ પામ્યા નથી તે જીવોને અવ્યવહાર રાશિના જીવો તરીકે ઓળખવામાં આવે છે, તેઓને ‘અનાદિ નિગોદ’, ‘સૂક્ષ્મ નિગોદ’, ‘નિત્ય નિગોદ’, ‘નિશ્ચય નિગોદ’ ઇત્યાદિ તરીકે પણ ઓળખાવાય છે. ૨૨૪ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો સૂક્ષ્મ વનસ્પતિપણામાંથી બહાર નીકળ્યા હોવાથી તેઓ અવ્યવહાર રાશિના નથી, પરંતુ જે જીવો અનાદિ કાળથી સૂક્ષ્મ વનસ્પતિકાયમાં કે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં વારંવાર ઉત્પન્ન થયા કરતા રહ્યા હોય અને અનાદિ કાળથી જે જીવોએ બાદરપણું ક્યારેય પ્રાપ્ત ન કર્યું હોય એવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિના જીવોને અવ્યવહારરાશિના ગણવા કે કેમ તે વિશે મતાન્તર છે. જે જીવો અનાદિ કાળથી માત્ર સૂક્ષ્મ વનસ્પતિ રૂપે જ જન્મમરણ કર્યા કરે છે અને ક્યારેય બાદરપણું પ્રાપ્ત કર્યું નથી કે કરવાના નથી તેવા અવ્યવહાર રાશિના જીવોનો સતત આયુષ્યકાળ અાદિઅનંત છે. વ્યવહાર રાશિના નિગોદના જીવોનો આવો ઉત્કૃષ્ટ કાળ અનાદિ-સાન્ત અથવા સાદિસાન્ત છે. નિગોદના જે જીવોએ એક વાર પણ બાદરપણું પ્રાપ્ત કર્યું હોય અને વ્યવહારરાશિમાં આવ્યા હોય, પરંતુ પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય તો પણ તે વ્યવહારરાશિના જીવો ગણાય છે. સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવોનું શ૨ી૨પ્રમાણ જધન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટથી શરીર કંઈક અધિક હોય છે, એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી ઓછી અને પર્યાપ્ત બાદર નિગોદની અવગાહના સૌથી વધુ હોય છે. સૂક્ષ્મ નિગોદ આપણને નરી નજરે દેખાતી નથી. તેવી રીતે બાદર નિગોદ પણ દેખાતી નથી. તો પછી સૂક્ષ્મ અને બાદર એવા ભેદ કરવાની શી જરૂર ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂક્ષ્મ નિગોદ ગમે તેટલી એકત્ર થાય તો પણ ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક કાચથી ક્યારેય નિહાળી નહીં શકાય. પરંતુ બાદર નિગોદ એક, બે કે લાખો કે કરોડો એકસાથે હોય તો પણ ન દેખાવા છતાં Page #8 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૨૫ અસંખ્યાત બાદર નિગોદશરીર એકત્ર થાય તો એનો પિંડ સૂક્ષ્મદર્શક કાચથી કે નરી નજરે દેખી શકાય છે, કારણ કે એનામાં દેખાવાની યોગ્યતા હોય છે. ભગવાને કહ્યું છે : एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व न पासिक सक्का । दीसंति सरीराइं णिओयजीवाणऽणताणं ।। [ એક, બે, ત્રણ, સંખ્યાત નિગોદોને (પ્રત્યેકના જુદા જુદા શરીરને દેખવાનું શક્ય નથી. કેવળ અનંત (બાદર) નિગોદજીવોના નિગોદરૂપ શરીરને દેખી શકાય છે. ] બટાટા, ગાજર, મૂળા, આદુ વગેરે અનંતકાય છે. તેમાંથી સોયના અગ્રભાગ પર રહે એટલો નાનો ભાગ લઈએ તો તે અસંખ્ય શરીરનો પિંડ છે અને તે નજરે જોઈ શકાય છે. અસંખ્ય શરીરમાંના પ્રત્યેક શરીરમાં અનંત અનંત જીવો પરસ્પર સંક્રમીને રહેલા છે. આ સામાન્ય માણસને ગળે ઊતરે એવી વાત નથી. જેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રુચિ અને શ્રદ્ધા ધરાવે છે તેમને આ વાત તરત હયે બેસી જશે. બાદર નિગોદનું શરીર જ્યાં સુધી જીવોત્પત્તિને અયોગ્ય થતું નથી એટલે કે નષ્ટ પામતું નથી ત્યાં સુધી એમાં કોઈ પણ સમયે અનંત જીવો વિદ્યમાન હોય છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ : ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે. જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ અનાદિસાજો છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિઅનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે. સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના . Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ, નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : समयं वदताणं समयं तेसिं शरीर निबत्ती । समयं आणुग्गहणं समयं उसासनीसासो ।। [ સમકાલે ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિ:શ્વાસને યોગ્ય પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે -- સમકાળે થાય છે અને ઉવાસનિ:શ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.] एक्कस्य उचं गहणं, बहुण साहारणाण तं चेव । जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स । साहारणमाहारो साहारंणमाणुपाण गहणं च । साहारणजीयणं साहारण लक्खणं एयं ।। [ એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે. સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે. ] એક નિગોદમાં રહેલા અનંત જીવોની વેદના પ્રાયઃ એકસરખી હોય છે. નિગોંદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે. નિગોદના જીવોને ઔદારિક, તેજસ્ અને કાશ્મણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. દારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસ્ અને કાર્પણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાત હોય છે. નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોટા (સ્તિબુક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘાણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે. નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫ આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, વિષય (મૈથુન) Page #10 -------------------------------------------------------------------------- ________________ નિગોદ ૨૨૭ સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે. નિગોદના જીવો મિથ્યાદષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેશ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા હોય છે. નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય- સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અત્યક્ષ દર્શનવાળા હોય છે. આમ, તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે. નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાતુ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચૈતન્ય નથી, તો પણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશ્ય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું : जं नरए नेरइया दुखं पाति गोयमा तिख्खं । तं पुण निगोअजीवा अनन्तुगुणियं पियाणाहि ।। [ હે ગૌતમ ! નારકીમાં નારીના જીવો જે દુ:ખ પામે છે, તેથી અનંતગુણ દુ:ખ નિગોદના જીવો પામે છે એમ જાણવું. } આમ, સંસારમાં સૌથી વધુ દુ:ખ નિગોદના જીવોને હોય છે. નિગોદમાંથી નીકળેલો કોઈ ભાગ્યશાળી જીવ અનન્તરપણે એટલે કે તરતના બીજા ભવે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત અને દેશવિરતિ પણ પામી શકે તથા અનન્તરપણે જો મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામી શકે. નિગોદના જીવોને અગ્રભવમાં – પછીના તરતના ભવમાં માંડલિક, ચક્રવર્તીનાં ચૌદ રત્નોની પદવી, તથા સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ એમ કોઈ પણ પદવી મળી શકે, પણ તેઓને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ આ ચાર પદવી ન મળી શકે. વળી, તેઓ અનન્તર ભવે Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જિનતત્ત્વ યુગલિકમાં, દેવમાં અને નારકમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે યુગલિક, દેવ અને નારકના જીવો અનત્તર ભવે નિગોદમાં આવતા નથી. કોઈપણ એક જીવના આત્મપ્રદેશોની ઉત્કૃષ્ટ અવગાહના ચૌદ રાજલોક પ્રમાણ છે. કેવળી ભગવંતો જ્યારે સમુદુધાત કરે છે ત્યારે ચોથે સમયે તેમનો એક એક આત્મપ્રદેશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે. એટલે કે એમના આત્મપ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપ્ત બને છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના છે. હવે જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય છે. જીવ જ્યારે સંકુચિત થાય છે, નાનામાં નાનો દેહ ધારણ કરે છે ત્યારે તે અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત જઘન્ય અવગાહના ફક્ત નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના અંગુલની અસંખ્યાત ભાગપ્રમાણ છે. એક નિગોદમાં અનંતા જીવો હોવાથી, એટલે કે તેઓનું એક સાધારણ શરીર હોવાથી નિગોદના બધા જ જીવોની અવગાહના સરખી હોય છે. કોઈ પણ વનસ્પતિ સાધારણ છે કે પ્રત્યેક છે તે કેવી રીતે જાણવું ? તે માટે કહ્યું છે કે જે વનસ્પતિની શિરા (નસો), સંધિ (સાંધા) અને પર્વ (ગાંઠા) ગુપ્ત હોય, જે વનસ્પતિને ભાંગવાથી સરખા ભાગ થાય, જેમાં તંતુ ન હોય અને છેદવા છતાં જે ફરીથી ઊગી શકે તે સાધારણ વનસ્પતિ કહેવાય. આ ઉપરાંત બીજાં પણ કારણો છે જેને લીધે અમુક પ્રકારની વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. અમુક વનસ્પતિ કે તેનો અમુક ભાગ અમુક કાળ સુધી સાધારણ વનસ્પતિ ગણાય છે. અને પછી તે પ્રત્યેક વનસ્પતિ થાય છે. સાધારણમાંથી પ્રત્યેક અને પ્રત્યેકમાંથી સાધારણ વનસ્પતિ ક્યારે ક્યારે કઈ વનસ્પતિમાં થાય છે તેની વિગતે છણાવટ શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. કન્દ, અંકુર, કિસલય, પનક (ફૂગ), સેવાળ, લીલાં આદુહળદર, ગાજર, થુવર, કુંવારપાટો, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિમાં ગણાય છે. આવાં કુલ બત્રીસ પ્રકારનાં અનંતકાય બતાવવામાં આવ્યાં છે. એને અભક્ષ્ય ગણવામાં આવ્યાં છે. એના ભક્ષણથી બહુ દોષ લાગે છે કારણ કે એના ભક્ષણથી સૂક્ષ્મ જીવોની પાર વગરની હિંસા થાય છે. નિગોદના જીવો માંસમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે : Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ નિગોદ सद्यः समूच्छितान्त-जन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः ।। [ પ્રાણીને કાપતાં કે વધ કરતાંની સાથે જ તરત જ માંસની અંદર નિગોદરૂપ અનંતા સંમૂછિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. કયો સમજુ માણસ નરકના ભાતા સરખા માંસનું ભક્ષણ કરે ? ] એક નિગોદ (સૂક્ષ્મ કે બાદર)માં અનંત જીવો છે. ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાત છે. બાદર નિગોદ અસંખ્યાત છે અને પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણી વધારે છે. વળી પ્રત્યેક સૂક્ષ્મ નિગોદમાં અનંત જીવો છે. એટલે સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવો અનંત અનંત છે. વર્તમાનમાં સિદ્ધગતિમાં ગયેલા જીવો અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંત જીવો મોક્ષે જશે. આમ ત્રણે કાળના સિદ્ધગતિના જીવોનો કુલ સરવાળો ક્યારે પણ પૂછવામાં આવે ત્યારે એક જ જવાબ રહેશે કે “હજુ એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે.” દ્રવ્યલોકમાં કહ્યું છે : न तादग् भविता काल: सिद्धा: सोपचया अपि । यत्राधिका भयंत्येक-निगोदानंतभागत: । [ એવો કાળ ભવિષ્યમાં આવવાનો નથી કે જ્યારે સર્વ (ત્રણે કાળના) સિદ્ધાત્માઓને એકત્ર કરવામાં આવે તો પણ એક નિગોદના અનંતમાં ભાગ કરતાં અધિક થાય. ] [ શ્રી જિનેશ્વર ભગવાનના માર્ગમાં જ્યારે જ્યારે (સિદ્ધગતિના જીવોની સંખ્યા વિશે) પૃચ્છા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ ઉત્તર મળશે કે એક નિગોદના અનંતમા ભાગના જીવો સિદ્ધગતિમાં ગયા છે. ] હવે આટલું તો નક્કી છે કે ચૌદ રાજલોકમાં મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ગતિના જીવો સતત મોક્ષે જાય છે. એટલે ચતુર્ગતિરૂપ સંસારમાંથી જીવો તો ઓછા થાય છે. એક જીવ મોક્ષે જાય એટલે તે જ સમયે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. કારણ કે વ્યવહારરાશિની સંખ્યા કાયમ અખંડ રહે છે. પરંતુ અવ્યવહાર રાશિમાંથી તો જીવો સતત ઓછા થતા જાય Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જિનતત્ત્વ છે. અવ્યવહારરાશિને સતત ફક્ત હાનિ જ થતી રહે છે. પરંતુ વ્યવહારરાશિમાં હાનિ અને વૃદ્ધિ બંને સરખી જ થતી રહે છે. એટલે વ્યવહારરાશિ હંમેશાં તલ્ય સંખ્યાવાળી રહે છે અને અવ્યવહારરાશિને એકાન્ત હાનિ જ થયા કરે છે. આમ છતાં સિદ્ધગતિના જીવો એક નિગોદના અનંતમા ભાગ જેટલા કેમ કહેવામાં આવે છે ? વળી, નિગોદના જીવો સતત ઘટતા જ રહે તો છેવટે (ભલે અનંત કાળે) એવો વખત નહીં આવે કે જ્યારે નિગોદમાં કોઈ જીવ બાકી રહ્યા જ ન હોય ? આ બે પ્રશ્નોનો ઉત્તર સમજવા માટે પહેલાં રાશિ વિશે સમજવું જરૂરી છે. સંખ્યાને સમજવા માટે મુખ્ય ત્રણ રાશિ છે : (૧) સંખ્યાત, (૨) અસંખ્યાત અને (૩) અનંત. આ ત્રણેના પેટા પ્રકારો છે અને એના પણ પેટા પ્રકારો છે. (ચોથા કર્મગ્રંથમાં એ વિશે માહિતી આપી છે.) આ પ્રકારો બહુ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. આધુનિક ગણિતશાસ્ત્ર પણ એ સ્વીકારે છે. - એકથી અમુક આંકડા (Digit) સુધીની રકમને “સંખ્યાત' કહેવામાં આવે છે. એનો વ્યવહાર એક રીતનો હોય છે, જેમ કે પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ થાય. પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શૂન્ય આવે. પાંચને પાંચે ગુણીએ તો પચ્ચીસ થાય અને પાંચ પાંચે ભાગીએ તો જવાબ “એક’ આવે. પરંતુ અસંખ્યાતમાંથી અસંખ્યાત બાદ કરો તો પણ અસંખ્યાત જ રહે. અસંખ્યાતમાં અસંખ્યાત ઉમેરો તો પણ અસંખ્યાત જ થાય. અસંખ્યાત ક્યારેય અસંખ્યાત મટી સંખ્યાત ન થાય. તેવી જ રીતે અનંતમાંથી અનંત બાદ કરો તો શુન્ય નહીં, પણ અનંત જ Re. (Infinity – Infinity = Infinity) strict L341 2xvid 0121642 Ravid 414. (Infinity x Infinity = Infinity). એટલા માટે અવ્યવહારરાશિ નિગોદ ક્યારેય અનંત મટીને અસંખ્યાત થાય નહીં. (જો અસંખ્યાત થાય તો પછી અસંખ્યાતમાંથી સંખ્યાત પણ થઈ શકે અને સંખ્યાતમાંથી શૂન્ય પણ થઈ શકે.) એટલે અવ્યવહાર રાશિ નિગોદ અનાદિ-અનંત છે અને અનાદિ-અનંત જ રહેશે. સિદ્ધગતિના જીવો અનંત છે તો પણ નિગોદના અનંતમા ભાગ જેટલા જ રહેશે. એટલા માટે “ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત' એવી ઉક્તિ પ્રચલિત બની ગયેલી છે. નિગોદમાંથી નીકળેલો જીવ પાછો નિગોદમાં ન જાય એવું નથી. જે Page #14 -------------------------------------------------------------------------- ________________ નિગોદ 231 જીવનાં તેવા પ્રકારનાં કર્મ હોય તો તે પાછો નિગોદમાં જાય છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઈને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને ચતુર્ગતિ નિગોદ” કહેવામાં આવે છે. નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગુદૃષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકેથી ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાનકેથી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદમાં ચાલ્યા જાય છે. ફરી પાછું એમને ઊર્ધ્વરોહણ કરવાનું રહે છે. અલબત્ત, તેમના સંસારપરિભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. તેઓ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં હોય છે, તો પણ એટલો કાળ પણ ઓછો નથી. એમાં અનંત ભવો ફરી પાછા કરવાના આવે છે. મોટા મોટા મહાત્માઓ પણ મોહનીય કર્મને કારણે પાછા પડ્યા છે અને નિગોદમાં ગયા છે. એટલે માણસે વિચાર કરવો જોઈએ કે પોતાનો જીવ નિગોદમાંથી નીકળી રખડતો રખડતો, અથડાતો કૂટાતો, અનેક ભયંકર દુ:ખો સહન કરતો કરતો અનંત ભવે મનુષ્ય જન્મ પામ્યો છે, તો હવે એવાં ભારે કર્મ ન થઈ જવાં જોઈએ કે, જેથી ફરી પાછા નિગોદમાં પછડાઈએ અને એકડે એકથી શરૂ કરવાનું આવે. નિગોદ જેવા અત્યંત સૂક્ષ્મ અને ગહન વિષયની સમજણ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય તો માણસે આત્મવિકાસ માટેનો પુરુષાર્થ ચૂકવા જેવો નથી.