SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ, નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : समयं वदताणं समयं तेसिं शरीर निबत्ती । समयं आणुग्गहणं समयं उसासनीसासो ।। [ સમકાલે ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિ:શ્વાસને યોગ્ય પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે -- સમકાળે થાય છે અને ઉવાસનિ:શ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.] एक्कस्य उचं गहणं, बहुण साहारणाण तं चेव । जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स । साहारणमाहारो साहारंणमाणुपाण गहणं च । साहारणजीयणं साहारण लक्खणं एयं ।। [ એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે. સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે. ] એક નિગોદમાં રહેલા અનંત જીવોની વેદના પ્રાયઃ એકસરખી હોય છે. નિગોંદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે. નિગોદના જીવોને ઔદારિક, તેજસ્ અને કાશ્મણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. દારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસ્ અને કાર્પણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાત હોય છે. નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોટા (સ્તિબુક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘાણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે. નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫ આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, વિષય (મૈથુન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249475
Book TitleNigod
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size423 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy