________________
૨૩૦
જિનતત્ત્વ છે. અવ્યવહારરાશિને સતત ફક્ત હાનિ જ થતી રહે છે. પરંતુ વ્યવહારરાશિમાં હાનિ અને વૃદ્ધિ બંને સરખી જ થતી રહે છે. એટલે વ્યવહારરાશિ હંમેશાં તલ્ય સંખ્યાવાળી રહે છે અને અવ્યવહારરાશિને એકાન્ત હાનિ જ થયા કરે છે.
આમ છતાં સિદ્ધગતિના જીવો એક નિગોદના અનંતમા ભાગ જેટલા કેમ કહેવામાં આવે છે ?
વળી, નિગોદના જીવો સતત ઘટતા જ રહે તો છેવટે (ભલે અનંત કાળે) એવો વખત નહીં આવે કે જ્યારે નિગોદમાં કોઈ જીવ બાકી રહ્યા જ ન હોય ?
આ બે પ્રશ્નોનો ઉત્તર સમજવા માટે પહેલાં રાશિ વિશે સમજવું જરૂરી છે. સંખ્યાને સમજવા માટે મુખ્ય ત્રણ રાશિ છે : (૧) સંખ્યાત, (૨) અસંખ્યાત અને (૩) અનંત. આ ત્રણેના પેટા પ્રકારો છે અને એના પણ પેટા પ્રકારો છે. (ચોથા કર્મગ્રંથમાં એ વિશે માહિતી આપી છે.) આ પ્રકારો બહુ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. આધુનિક ગણિતશાસ્ત્ર પણ એ સ્વીકારે છે.
- એકથી અમુક આંકડા (Digit) સુધીની રકમને “સંખ્યાત' કહેવામાં આવે છે. એનો વ્યવહાર એક રીતનો હોય છે, જેમ કે પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ થાય. પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શૂન્ય આવે. પાંચને પાંચે ગુણીએ તો પચ્ચીસ થાય અને પાંચ પાંચે ભાગીએ તો જવાબ “એક’ આવે.
પરંતુ અસંખ્યાતમાંથી અસંખ્યાત બાદ કરો તો પણ અસંખ્યાત જ રહે. અસંખ્યાતમાં અસંખ્યાત ઉમેરો તો પણ અસંખ્યાત જ થાય. અસંખ્યાત ક્યારેય અસંખ્યાત મટી સંખ્યાત ન થાય.
તેવી જ રીતે અનંતમાંથી અનંત બાદ કરો તો શુન્ય નહીં, પણ અનંત જ Re. (Infinity – Infinity = Infinity) strict L341 2xvid 0121642 Ravid 414. (Infinity x Infinity = Infinity).
એટલા માટે અવ્યવહારરાશિ નિગોદ ક્યારેય અનંત મટીને અસંખ્યાત થાય નહીં. (જો અસંખ્યાત થાય તો પછી અસંખ્યાતમાંથી સંખ્યાત પણ થઈ શકે અને સંખ્યાતમાંથી શૂન્ય પણ થઈ શકે.) એટલે અવ્યવહાર રાશિ નિગોદ અનાદિ-અનંત છે અને અનાદિ-અનંત જ રહેશે. સિદ્ધગતિના જીવો અનંત છે તો પણ નિગોદના અનંતમા ભાગ જેટલા જ રહેશે.
એટલા માટે “ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત' એવી ઉક્તિ પ્રચલિત બની ગયેલી છે.
નિગોદમાંથી નીકળેલો જીવ પાછો નિગોદમાં ન જાય એવું નથી. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org