SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જિનતત્ત્વ આ જીવસૃષ્ટિમાં સૌથી નીચેના ક્રમમાં એકેન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય (અગ્નિકાય) અને વનસ્પતિકાય. આ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે. એમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ છે – બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય અને એક શરીરમાં અનંત જીવ હોય તે સાધારણ કહેવાય. સૂક્ષ્મ અને બાદર એવા પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય એ ચારમાં એક શરીરમાં એક જીવ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને “અનંતકાય” પણ કહે છે. નિઃ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છે : તિ-નિયત, ગાં-ભૂમિ-ક્ષેત્ર-નિવાસ, - अनन्तानंत जीवानां ददाति इति निगोदः । નિ એટલે નિયતનિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવો, જે એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, એટલે ટુતિ અર્થાતું આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ. નિઃશરીર લેવા તે નિરિશરીર: / અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશરીરી કહેવાય છે. નિગોદ' શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં નિઃ , fજોય શબ્દ છે. જીવને નિગોદપણું “સાધારણ” નામના નામકર્મના ઉદયથી હોય છે. નિગોદ' શબ્દ તેવા શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત “નિગોદ' શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે : વિદT અંતે ! ગોવા પUતા ? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ?) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249475
Book TitleNigod
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size423 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy