Book Title: Nigod
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ નિગોદ 231 જીવનાં તેવા પ્રકારનાં કર્મ હોય તો તે પાછો નિગોદમાં જાય છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઈને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને ચતુર્ગતિ નિગોદ” કહેવામાં આવે છે. નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગુદૃષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકેથી ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાનકેથી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદમાં ચાલ્યા જાય છે. ફરી પાછું એમને ઊર્ધ્વરોહણ કરવાનું રહે છે. અલબત્ત, તેમના સંસારપરિભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. તેઓ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં હોય છે, તો પણ એટલો કાળ પણ ઓછો નથી. એમાં અનંત ભવો ફરી પાછા કરવાના આવે છે. મોટા મોટા મહાત્માઓ પણ મોહનીય કર્મને કારણે પાછા પડ્યા છે અને નિગોદમાં ગયા છે. એટલે માણસે વિચાર કરવો જોઈએ કે પોતાનો જીવ નિગોદમાંથી નીકળી રખડતો રખડતો, અથડાતો કૂટાતો, અનેક ભયંકર દુ:ખો સહન કરતો કરતો અનંત ભવે મનુષ્ય જન્મ પામ્યો છે, તો હવે એવાં ભારે કર્મ ન થઈ જવાં જોઈએ કે, જેથી ફરી પાછા નિગોદમાં પછડાઈએ અને એકડે એકથી શરૂ કરવાનું આવે. નિગોદ જેવા અત્યંત સૂક્ષ્મ અને ગહન વિષયની સમજણ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય તો માણસે આત્મવિકાસ માટેનો પુરુષાર્થ ચૂકવા જેવો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14