Book Title: Nigod Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ નિગોદ ૨૧૯ નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તો પણ એના સ્વીકાર માટે શ્રદ્ધા અનિવાર્ય છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નિગોદ વિશે કહ્યું હતું. ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં નિગોદની ચર્ચા આવે છે. કોઈક પૂર્વાચાર્યે નિગોદ છત્રીસી'ની રચના કરી છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે ભગવતી સૂત્રની ટીકામાં આ આખી નિગોદછત્રીસી ઉતારેલી છે. એટલે આપણને એ પ્રાપ્ત થઈ શકી છે. આ છત્રીસીના કર્તાનું નામ મળતું નથી, પણ એમના સામર્થ્યની પ્રતીતિ ગાથાઓ વાંચતાં થાય છે. (આ છત્રીસી ઉપર પ. પૂ. સ્વ. પ્રતાપસૂરિજી મહારાજના શિષ્ય સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજે સરસ વિવેચન કર્યું છે જે પ્રકાશિત થયેલું છે.) નિગોદનો વિષય અત્યંત સૂક્ષ્મ અને કઠિન છે. એના સમગ્ર સ્વરૂપને કોઈક જ જાણી શકે છે. જૈન પરંપરાનો ઇતિહાસ કહે છે કે એક વખત ઈન્દ્ર મહારાજ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને વંદન કરવા ગયા. તે સમયે શ્રી સીમંધર સ્વામીએ પોતાની દેશનામાં નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળી ઈદ્ર મહારાજ આશ્ચર્યચક્તિ થઈ ગયા. એમણે શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન ક્યું કે, “ભગવાન ! હાલ ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ?' ભગવાને કહ્યું, “મથુરા નગરીમાં શ્રી આર્યરક્ષિતસૂરિ મારી જેમ જ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે.' ત્યાર પછી ઇન્દ્ર મહારાજને જિજ્ઞાસા થઈ એટલે તેઓ એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ શ્રી આર્યરક્ષિતસૂરિ પાસે આવ્યા અને નિગોદ વિશે સમજાવવા વિનંતી કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ એમને નિગોદનું યથાસ્થિત. સ્વરૂપ સમજાવ્યું એથી ઈન્દ્ર મહારાજ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે વખતે શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના જ્ઞાનથી ઈન્દ્ર મહારાજને ઓળખી લીધા હતા. સમગ્ર સૃષ્ટિમાં ચોર્યાસી લાખ જીવયોનિ છે એટલે કે ચોર્યાસી લાખ પ્રકારના જીવો છે. એમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક સ્વરૂપ તે નિગોદ છે અને અત્યંત વિકસિત સ્વરૂપ તે મનુષ્ય છે. જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી, મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં-ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીરરૂપી સહિયારું ઘર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14