Book Title: Navkarmantra ma Sampada
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૭ આઠ અક્ષરની અને આઠમી સંપદા “પઢમં હવઇ મંગલ’ એ નવ અક્ષરની છે. તેઓ કહે છે : “નgવëમિ દુપ૨ છઠ્ઠી' (એટલે કે છઠ્ઠી સંપદા બે પદની સમજવી અને આઠમી સંપદા પઢમં હવઈ મંગલ એ નવ અક્ષરની સમજવી.) - નવકારમંત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આવો ફરક જોવા મળે છે એવું નથી. “ઈરિયાવહી સત્રમાં કુલ ૩૨ પદ છે, પણ તેની સંપદા ફક્ત આઠ જ ગણવામાં આવી છે. એવી જ રીતે “શસ્તવ' (નમુત્થણ)માં ૩૩ પદ છે અને સંપદા ૯ બતાવવામાં આવી છે. તથા આરિહંત ચેઇઆણં' સૂત્રમાં તો પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા ફક્ત આઠ જ બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રોમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાઓ ઓછી બતાવવામાં આવી છે. બીજી બાજુ “લોગ્ગસ્ટ સૂત્રમાં ૨૮ પદ છે, અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. “પુખ્ખરવરદ સૂત્રમાં ૧૬ પદ છે અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે, તથા “સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર'માં ૨૦ પદ છે અને તેની સંપદા પણ ૨૦ બતાવવામાં આવી છે, આમ સંપદાની સંખ્યા પદ કરતાં ઓછી હોઈ શકે છે અથવા વધુમાં વધુ પદની સંખ્યા જેટલી હોઈ શકે છે. પદ કરતાં સંપદા વધુ હોય એવું બની શકે નહિ. સંપદાની ગણતરીમાં આમ ફરક શા માટે હશે તેની કોઈ વિશેષ સ્પષ્ટતા “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચનસારોદ્ધાર” વગેરે ગ્રંથોમાં કરવામાં આવી નથી, પરંતુ જે રીતે એની સંપદાઓ બતાવવામાં આવી છે તે રીતે તેની પાછળ કોઈ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારોએ સંપદાને અર્થના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઈ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઈએ એવો આદેશ કરેલો છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સંપદાઓની ગણતરી પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હોવો જોઈએ. મંત્રો કે સૂત્રોનો ઉચ્ચાર વિશુદ્ધ અને ગૌરવવાળો હોવો જોઈએ. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહનો ભાવ જન્માવે એવું વ્યવહારુ પ્રયોજન તો તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કોઈ વિશિષ્ટ પ્રયોજન પણ રહેલું હશે એવું આ બધા તફાવત ઉપરથી લાગે છે. સંપદામાં અક્ષર કરતાં અર્થનું મહત્ત્વ વધારે છે. મંત્રમાં “નમો સિદ્ધાળ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11