Book Title: Navkarmantra ma Sampada
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ નવકારમંત્રમાં સંપદા ૩૯ આમ સંપદાની કુલ આઠની સંખ્યા માટે સર્વ શાસ્ત્રકારો સંમત છે. ચૈત્યવંદન ભાષ્યમાં ઇરિયાવહી, શસ્તવ અને અરિહંત ચેઇઆણંની સંપદાઓનાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામો નીચે પ્રમાણે છે : ઇરિયાવહીની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) ઓઘ હેતુ સંપદા, (૪) ઇતર હેતુ સંપદા, (૫) સંગ્રહ સંપદા, () જીવ સંપદા, (૭) વિરાધના સંપદા, (૮) પડિક્રમણ સંપદા. શસ્તવની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્તોતવ્ય સંપદા, (૨) ઓધ હતુ સંપદા, (૩) વિશેષ સંપદા, (૪) ઉપયોગ સંપદા, (૫) તદ્દેતુ સંપદા, (૯) સવિશેષપયોગ સંપદા, (૭) સ્વરૂપ સંપદા, (૮) નિજસમફલદ સંપદા અને (૯) મોક્ષ સંપદા. ચૈત્યસ્તવની સંપદા અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યપગમ સંપદા, (૨) નિમિત્ત. સંપદા, (૩) હેતુ સંપદા, (૪) એકવચનાન્ત સંપદા, (૫) બહુવચનાત્ત આચાર સંપદા, () આગંતુક આગાર સંપદા, (૭) કાયોત્સર્ગ વિધિ સંપદા અને (૮) સ્વરૂપ સંપદા. પરંતુ નવકારમંત્રની આઠ સંપદાઓનાં જુદાં જુદાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત, અન્ય કેટલાંક સૂત્રોની સંપધઓનાં આપેલાં નામો ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદની સંપદા તે સ્તોતવ્ય સંપદા' હોઈ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. સ્તોતવ્ય સંપદાને “અરિહંત સ્તોતવ્ય સંપદા', “સિદ્ધસ્તોતવ્ય સંપદા’ એમ પણ અનુક્રમે ઓળખાવી શકાય. બાકીની સંપદાઓમાં “એસો પંચ નમુક્કારો,” “સબ પાવપ્પણાસણોની સંપદાને વિશેષ હેતુ સંપદા” કહી શકાય. અને “મંગલાણં ચ સવ્વ સિ,” “પઢમં હવઈ મંગલમ્'-ની સંપદાને સ્વરૂપ સંપદા” અથવા “ફલ સંપદા' કહી શકાય. અલબત્ત આ તો માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારો વધુ પ્રકાશ પાડી શકે. એક મત એવો પણ છે કે નવકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતાં “સંપદા” એટલે “સિદ્ધિ' એવો સીધો અર્થ જ ઘટાવવો જોઈએ. એ રીતે નવકારમંત્રમાં આઠ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે એવો અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11