Book Title: Navkarmantra ma Sampada Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ ૩૦૮ જિનતત્ત્વ - એ પદમાં પાંચ અક્ષર છે. અને તેની એક સંપદા ગણવામાં આવી છે. બીજી બાજુ ‘તરસ ૩ત્તરી’ સૂત્રમાં ‘તલ્થ ઉત્તરીથી ટર ફાડri' સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. તેવી જ રીતે ઇરિયાવહી સૂત્રમાં “અભિયાથી “તસ્સમિચ્છામિ દુક્કડું' સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. પૂર્વાચાર્યોએ સંપદાની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે માત્ર અર્થની પૂર્ણતા અનુસાર સંપદા ગણવામાં આવે છે એટલું જ નહીં, પરિપૂર્ણ અર્થના ગૌરવ અનુસાર પણ સંપદાનો વિચાર કરવામાં આવે છે. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન એમ નહિ, પણ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો તર્ક કરીને નવ પદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે એમ કદાચ કોઈક બતાવે. “પઢમમ્ હવઈ મંગલમ્” એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે, એટલે ત્યાં વિશ્રામસ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ તર્ક સ્વીકાર્ય નથી, કારણ કે ઇરિયાવહી, શક્રસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ વગેરે સૂત્રોમાં બે પદ વચ્ચેનાં જેટલાં વિરામસ્થાનો છે એટલી સંપદા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તો “લોગસ્સ સૂત્ર'નાં ૨૮ પદ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં પડશે, પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ અનુસાર ૨૮ સંપર્ધા છે. તેવી જ રીતે પુખ્ખરવરદી” તથા “સિદ્ધાણં બુદ્ધાણં' માં પણ પદ પ્રમાણે સંપદા છે. એટલે સંપદાનો અર્થ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો નહિ ઘટાવી શકાય. નવકારમંત્રમાં આઠ સંપદા હોવાથી એના ઉપધાન (જ્ઞાન-આરાધન માટેના તપોમય અનુષ્ઠાન)ની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે એ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે નવકારમંત્રમાં આઠ સંપદ્ય છે. નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સંપદા છે. એ પ્રમાણે સાત પદના સાત આલાપક છે, સાત અધ્યયન છે અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સંપદા છે. તેનો એક આલાપક છે. તેનું એક અધ્યયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આયંબિલ કરવાનું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11