Book Title: Navkarmantra ma Sampada
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249474/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા સમરો મંત્ર ભલો નવકાર' એ પદમાં આપણે ગાઈએ છીએ : અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણ, અડસિદ્ધિ દાતાર; સમરો મંત્ર ભલો નવકાર... નવકારમંત્રની સક્ઝાયમાં શ્રી કીર્તિવિમલસૂરિએ કહ્યું છે : સમર જીવ એક નવકાર નિજ હેજ-શું, અવર કાંઈ આળપંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારનાં નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પદ્મવિજયે કહ્યું છે : અડસઠ અક્ષર તીરથ સાર; સંપદા આઠ સિદ્ધિ દાતાર; મંગલમય સમરો નવકાર. નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાભ્ય દર્શાવતાં કહેવાયું છે કે એનાં નવ પદ નવ નિધિ આપે છે, અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવ પદનો છે. પંચ પરમેષ્ઠિને – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને – એ પ્રત્યેકને – નમસ્કાર કરવારૂપ પાંચ પદ નમસ્કારનાં છે. ત્યારપછી નમસ્કારનો Page #2 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૩ મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ નમસ્કાર મહામંત્રમાં નવ પદના બધા મળીને અડસઠ અક્ષર થાય છે. એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાત અક્ષર ગુરુ છે. નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. ‘મહાનિશીથ સૂત્ર’, નમસ્કારપંજિકા, ‘પ્રવચનસારોદ્વાર’ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ નવકારમંત્રના બાહ્ય સ્વરૂપમાં નવ પદ અને અડસઠ અક્ષર ઉપરાંત આઠ સંપદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સંપદા એટલે શું ? સંપવા (સંપ′) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં સંપયા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કોશમાં આપવામાં આવ્યા છે, જેમ કે : (૧) સંપા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદ્ય એટલે ઋદ્ધિ, વૃદ્ધિ. (૩) સંપદા એટલે સિદ્ધિ. (૪) સંપદા એટલે ઇચ્છાઓ સારી રીતે પાર પડે તે. (૫) સંપદા એટલે લાભ. (૬) સંપા એટલે પૂર્ણતા. (૭) સંપદા એટલે સુશોભન. (૮) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન; સહયુક્ત પદાર્થ (પદ + અર્થ) યોજના. (૯) સંપન્ન એટલે શુભ અને ઉજ્જ્વલ ભવિષ્ય. (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ. (૧૧) સંપા એટલે સમ્યક્ રીતિ. (૧૨) સંપદા એટલે મોતીનો હાર, આમ ‘સંપદા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે ‘સંપદા’ શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે એમ શાસ્ત્રકારો જણાવે છે. અલબત્ત, ‘સંપદા’ શબ્દ નવકારમંત્રની આરાધનાથી પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ સાથે સાથે કહેવાયું છે. સંવવાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે : साङ्गत्येन पद्यते - परिच्छिद्यतेऽथ याभिरिति संपदः । અર્થાત્ જેનાથી સુસંગત રીતે અર્થ જુદ્ધે પાડી શકાય તે ‘સંપદા’. એટલે સંપદાનો અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દોનો સમૂહ. સંપદા એટલે એક અર્થ પૂરો થતાં આવતું વિશ્રામસ્થાન. સંપદા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી ઘટાવાતો. લાંબું વાક્ય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ લેવા (pause) માટે વચ્ચે થોભવું Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જિનતત્ત્વ પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહુનો આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપવા માટે અનુકૂળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી એમ શાસ્ત્રકારો કહે છે. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનું એક એકમ (unit) પૂરું થતું હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ સંપદા એવો વિશિષ્ટ અર્થ એ શબ્દનો ઘટાવવામાં આવે છે. કવિતામાં, મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુક્ત રચનાઓમાં અર્થ અને લયની દષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાનું હોવાથી તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દૃષ્ટિને પણ ખાસ લક્ષમાં રાખે છે. પરંતુ સામાન્ય મંત્રો કરતાં અનાદિ સિદ્ધ નવકારમંત્રની તો વાત જ અનોખી છે. નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં રવર-વ્યંજનની યોજના સહિત યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ યોગ્ય સ્થળે જ જો તે આવે તો જ તેનું મહત્ત્વ રહે છે. એમ ન થાય તો તેના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા, અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાનો સંભવ રહેછે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સ્વરભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે. એકના એક શબ્દમાં કે વાક્યમાં જ્યાં સ્વરભાર આવવો જોઈએ તેને બદલે બીજે સ્થળે જો સ્વરભાર આવે તો અર્થનો અનર્થ થઈ ગયાનાં ઉદાહરણો પ્રાચીન સાહિત્યમાં ટાંકવામાં આવે છે. એટલા માટે જ વેદની ઋચાઓના પઠનમાં આરોહ-અવરોહનું પણ એટલું જ મહત્વ રહેલું છે. કેટલાક મંત્રોમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. જો ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય તો મંત્ર પાછો પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદો માને છે. એટલે એમાં સંપદાનું - વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે. | નવકારમંત્રમાં પદની જે ગણના કરવામાં આવે છે તે વ્યાકરણ અનુસાર નથી. વ્યાકરણ અનુસાર વિમવચનં ૫ એટલે કે જેને છેડે વિભક્તિ છે તે પદ કહેવાય. એનો સાદો અર્થ કરવો હોય તો કહેવાય કે વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય. શબ્દકોશમાં આપેલો શબ્દ તે શબ્દ છે. તે શબ્દ જો Page #4 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૫ વાકયમાં વપરાયો હોય તો તે પદ બને છે. “પિતા” શબ્દ શબ્દકોશમાં હોય તો તે શબ્દ છે અને પિતા આવ્યા' એમ વાક્યમાં વપરાયો હોય તો તે પદ ગણાય છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે તો નવકારમંત્રનો પ્રત્યેક શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં વ્યાકરણની દૃષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકારમંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દૃષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણમાં વ્યાકરણની દૃષ્ટિએ બે પદ છે, પણ અર્થની દૃષ્ટિએ તે એક જ પદ . નવકારમંત્રમાં એવાં નવ પદ છે. પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દૃષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદમાં પાંચ સંપદા આવી જાય છે એ તો સ્પષ્ટ છે. હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારો કેવી રીતે બતાવે છે તે જોઈએ. છઠું પદ છે “એસો પંચ નમુક્કારો અને સાતમું પદ છે “સલ્વ પાવપ્પણાસણો' – આ બે પદના મળીને સોળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાઓ રહેલી છે, એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પદ છે “મંગલાણં ચ સવ્વસિ’ અને નવમું પદ છે “પઢમમ્ હવઈ મંગલમ્' – આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફક્ત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે. પ્રવચનસારોદ્ધારમાં લખ્યું છે : पंचपरमेट्टिमंते पए पए सत्त संपया कमसो। पजतसत्तरसक्खरपमाणा अट्ठमी भणिया।। (વપરષ્ટિમ રે રે સત સંપ: જ पर्यन्तस्ततदशाऽक्षरप्रमाणा अष्टमी भणिता।।) [પંચ પરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશઃ પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરનાં છેલ્લાં બે પદની આઠમી એક સંપદ્ય છે. “ચૈત્યવંદન ભાષ્યમાં લખ્યું છે કે – पन्नट्ठसठि नवपथ, नवकारे अट्ट संपया तत्थ। सगसंपय पयतुल्ला, सतरवर अट्ठमी दुपया।। ३०।। Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ જિનતત્વ નિવકારમંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી.] “ચૈત્યવંદન ભાષ્ય માં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ ચૈત્યવંદનનાં સુત્રોમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે તેમ જણાવ્યું છે. તેમાં લખ્યું છે : अट्ठनवट्ठ य अठ्ठवीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया सक्कथयाईसु सगनतुई ।।२९।। ચૈત્યવંદનનાં સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઇરિયાવહીની ૮, શક્રસ્તવ(નમુત્થણે)ની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેઇઆણં)ની ૮, લોખ્ખસ્સની ૨૮, શ્રુતસ્તવ (પુકખરવરદી)ની ૧૬ અને સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં)ની ૨૦ આ પ્રમાણે બધી મળીને ૯૭ સંપદા થાય છે. એમાં જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાન પદની ગણતરી અથવા વિસામાની ગણતરી. સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે. જે ગાથામાં ચાર ચરણ હોય તો તેમાં પ્રત્યેક ચરણને પદ ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્ય રીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હોવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ પદ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાનો નિર્દેશ પ્રાચીન સમયથી થતો આવે છે. જિનેશ્વર ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારો આઠની સંખ્યાનું સમર્થન કરે છે. નવકારમંત્રની પાંચ પદની પાંચ સંપદાઓ વિશે કોઈ વિભિન્ન મત નથી. વળી ચૂલિકાનાં ચાર પદની કુલ ત્રણ સંપદાઓની સંખ્યા વિશે પણ વિભિન્ન મત નથી. પરંતુ ચાર પદમાં ત્રણ સંપદા કેવી રીતે ગણવી તે વિશે બે જુદા જુદા મત છે. તેમાં મુખ્ય મત ઉપર પ્રમાણે જ છે. પરંતુ “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચનસારોદ્ધાર” વગેરેમાં જણાવ્યું છે કે કેટલાક આચાર્યોની માન્યતા પ્રમાણે ૬ઠ્ઠી સંપદા ૨ પદની (૧૬ અક્ષરની) “એસ પંચ નમુક્કારો સબ પાવપ્પણાસણોની, સાતમી સંપદા “મંગલાણં ચ સવ્વસિ ' એ આઠમા પદના Page #6 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૭ આઠ અક્ષરની અને આઠમી સંપદા “પઢમં હવઇ મંગલ’ એ નવ અક્ષરની છે. તેઓ કહે છે : “નgવëમિ દુપ૨ છઠ્ઠી' (એટલે કે છઠ્ઠી સંપદા બે પદની સમજવી અને આઠમી સંપદા પઢમં હવઈ મંગલ એ નવ અક્ષરની સમજવી.) - નવકારમંત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આવો ફરક જોવા મળે છે એવું નથી. “ઈરિયાવહી સત્રમાં કુલ ૩૨ પદ છે, પણ તેની સંપદા ફક્ત આઠ જ ગણવામાં આવી છે. એવી જ રીતે “શસ્તવ' (નમુત્થણ)માં ૩૩ પદ છે અને સંપદા ૯ બતાવવામાં આવી છે. તથા આરિહંત ચેઇઆણં' સૂત્રમાં તો પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા ફક્ત આઠ જ બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રોમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાઓ ઓછી બતાવવામાં આવી છે. બીજી બાજુ “લોગ્ગસ્ટ સૂત્રમાં ૨૮ પદ છે, અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. “પુખ્ખરવરદ સૂત્રમાં ૧૬ પદ છે અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે, તથા “સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર'માં ૨૦ પદ છે અને તેની સંપદા પણ ૨૦ બતાવવામાં આવી છે, આમ સંપદાની સંખ્યા પદ કરતાં ઓછી હોઈ શકે છે અથવા વધુમાં વધુ પદની સંખ્યા જેટલી હોઈ શકે છે. પદ કરતાં સંપદા વધુ હોય એવું બની શકે નહિ. સંપદાની ગણતરીમાં આમ ફરક શા માટે હશે તેની કોઈ વિશેષ સ્પષ્ટતા “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચનસારોદ્ધાર” વગેરે ગ્રંથોમાં કરવામાં આવી નથી, પરંતુ જે રીતે એની સંપદાઓ બતાવવામાં આવી છે તે રીતે તેની પાછળ કોઈ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારોએ સંપદાને અર્થના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઈ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઈએ એવો આદેશ કરેલો છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સંપદાઓની ગણતરી પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હોવો જોઈએ. મંત્રો કે સૂત્રોનો ઉચ્ચાર વિશુદ્ધ અને ગૌરવવાળો હોવો જોઈએ. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહનો ભાવ જન્માવે એવું વ્યવહારુ પ્રયોજન તો તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કોઈ વિશિષ્ટ પ્રયોજન પણ રહેલું હશે એવું આ બધા તફાવત ઉપરથી લાગે છે. સંપદામાં અક્ષર કરતાં અર્થનું મહત્ત્વ વધારે છે. મંત્રમાં “નમો સિદ્ધાળ' Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જિનતત્ત્વ - એ પદમાં પાંચ અક્ષર છે. અને તેની એક સંપદા ગણવામાં આવી છે. બીજી બાજુ ‘તરસ ૩ત્તરી’ સૂત્રમાં ‘તલ્થ ઉત્તરીથી ટર ફાડri' સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. તેવી જ રીતે ઇરિયાવહી સૂત્રમાં “અભિયાથી “તસ્સમિચ્છામિ દુક્કડું' સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. પૂર્વાચાર્યોએ સંપદાની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે માત્ર અર્થની પૂર્ણતા અનુસાર સંપદા ગણવામાં આવે છે એટલું જ નહીં, પરિપૂર્ણ અર્થના ગૌરવ અનુસાર પણ સંપદાનો વિચાર કરવામાં આવે છે. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન એમ નહિ, પણ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો તર્ક કરીને નવ પદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે એમ કદાચ કોઈક બતાવે. “પઢમમ્ હવઈ મંગલમ્” એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે, એટલે ત્યાં વિશ્રામસ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ તર્ક સ્વીકાર્ય નથી, કારણ કે ઇરિયાવહી, શક્રસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ વગેરે સૂત્રોમાં બે પદ વચ્ચેનાં જેટલાં વિરામસ્થાનો છે એટલી સંપદા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તો “લોગસ્સ સૂત્ર'નાં ૨૮ પદ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં પડશે, પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ અનુસાર ૨૮ સંપર્ધા છે. તેવી જ રીતે પુખ્ખરવરદી” તથા “સિદ્ધાણં બુદ્ધાણં' માં પણ પદ પ્રમાણે સંપદા છે. એટલે સંપદાનો અર્થ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો નહિ ઘટાવી શકાય. નવકારમંત્રમાં આઠ સંપદા હોવાથી એના ઉપધાન (જ્ઞાન-આરાધન માટેના તપોમય અનુષ્ઠાન)ની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે એ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે નવકારમંત્રમાં આઠ સંપદ્ય છે. નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સંપદા છે. એ પ્રમાણે સાત પદના સાત આલાપક છે, સાત અધ્યયન છે અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સંપદા છે. તેનો એક આલાપક છે. તેનું એક અધ્યયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આયંબિલ કરવાનું હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૯ આમ સંપદાની કુલ આઠની સંખ્યા માટે સર્વ શાસ્ત્રકારો સંમત છે. ચૈત્યવંદન ભાષ્યમાં ઇરિયાવહી, શસ્તવ અને અરિહંત ચેઇઆણંની સંપદાઓનાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામો નીચે પ્રમાણે છે : ઇરિયાવહીની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) ઓઘ હેતુ સંપદા, (૪) ઇતર હેતુ સંપદા, (૫) સંગ્રહ સંપદા, () જીવ સંપદા, (૭) વિરાધના સંપદા, (૮) પડિક્રમણ સંપદા. શસ્તવની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્તોતવ્ય સંપદા, (૨) ઓધ હતુ સંપદા, (૩) વિશેષ સંપદા, (૪) ઉપયોગ સંપદા, (૫) તદ્દેતુ સંપદા, (૯) સવિશેષપયોગ સંપદા, (૭) સ્વરૂપ સંપદા, (૮) નિજસમફલદ સંપદા અને (૯) મોક્ષ સંપદા. ચૈત્યસ્તવની સંપદા અનુક્રમે આ પ્રમાણે છે : (૧) અભ્યપગમ સંપદા, (૨) નિમિત્ત. સંપદા, (૩) હેતુ સંપદા, (૪) એકવચનાન્ત સંપદા, (૫) બહુવચનાત્ત આચાર સંપદા, () આગંતુક આગાર સંપદા, (૭) કાયોત્સર્ગ વિધિ સંપદા અને (૮) સ્વરૂપ સંપદા. પરંતુ નવકારમંત્રની આઠ સંપદાઓનાં જુદાં જુદાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત, અન્ય કેટલાંક સૂત્રોની સંપધઓનાં આપેલાં નામો ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદની સંપદા તે સ્તોતવ્ય સંપદા' હોઈ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. સ્તોતવ્ય સંપદાને “અરિહંત સ્તોતવ્ય સંપદા', “સિદ્ધસ્તોતવ્ય સંપદા’ એમ પણ અનુક્રમે ઓળખાવી શકાય. બાકીની સંપદાઓમાં “એસો પંચ નમુક્કારો,” “સબ પાવપ્પણાસણોની સંપદાને વિશેષ હેતુ સંપદા” કહી શકાય. અને “મંગલાણં ચ સવ્વ સિ,” “પઢમં હવઈ મંગલમ્'-ની સંપદાને સ્વરૂપ સંપદા” અથવા “ફલ સંપદા' કહી શકાય. અલબત્ત આ તો માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારો વધુ પ્રકાશ પાડી શકે. એક મત એવો પણ છે કે નવકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતાં “સંપદા” એટલે “સિદ્ધિ' એવો સીધો અર્થ જ ઘટાવવો જોઈએ. એ રીતે નવકારમંત્રમાં આઠ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે એવો અર્થ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જિનતત્ત્વ ઘટાવવાનો છે. જુઓ “શ્રી મંત્રરાજ ગુણકલ્પમહોદધિ' (૫. જયદલાલ શર્મા), છઠ્ઠો પરિચ્છેદ સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે : (૧) અણિમા – અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ. (૨) લધિમા – ઇચ્છાનુસાર હલકા અને શીઘગામી થઈ જવાની શક્તિ. (૩) મહિમા – મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ. (૪) ગરિમા –- ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ. (૫) પ્રાપ્તિ – દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ. (૯) પ્રાકામ્ય – બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ. (૭) ઈશિત્વ – બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ. (૮) વશિત્વ -- બીજાને વશ કરવાની શક્તિ. (આઠ સિદ્ધિઓનાં આ નામોના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથોમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓનાં નામોમાં અને પ્રકારોમાં પણ ફરક જોવા મળે છે.) નવકારમંત્રનાં નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે : (૧) નમો – અણિમા સિદ્ધિ. (૨) રિહંતાણં -- મહિમા સિદ્ધિ. (૩) સિદ્ધાર્ગ – ગરિમા સિદ્ધિ. (૪) મારિયા – લઘિમા સિદ્ધિ. (૫) ૩નથાળ – પ્રાપ્તિ સિદ્ધિ. (ક) સવ્વ સાહૂ – પ્રાકામ્ય સિદ્ધિ. (૭) વંવ નકુવારો – ઈશિત્વ સિદ્ધિ. (૮) તજ – વશિત્વ સિદ્ધિ. (૧) નનો – નમો એટલ નમસ્કાર, નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં સંપદા ૩૧૧ અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો' પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (ર) મરિહંતાઈi – અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમનો મહિમા થાય છે. અરિહંત માટે “ક” શબ્દ પણ પ્રયોજાય છે. અત્ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર, ‘રિહંતા ' પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) લાઈi - આ પદમાં રહેલા ત્રણે અક્ષર ગુરુ છે. વળી સિદ્ધિપદ બધા પદોમાં સૌથી મોટું-ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે સિદ્ધા' પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે. (૪) ઝારિયા – આચાર્ય ભગવંતો સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. એટલે આચાર્ય ભગવંતો આગળ સમસ્ત જગત લઘુ છે. પોતાનામાં લધુતાનો ભાવ ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ થઈ શકતો નથી. એટલે “માયરિયા' પદનું ધ્યાન ધરવાથી લધિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે. (૫) ૩ન્નાથા – ઉવજ્જાય શબ્દ ૩૫, ધ અને માય એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩૫ એટલે પાસે, મfધ એટલે અંતઃકરણ અને માય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. એટલે જ્ઞાયા પદનું ધ્યાન ધરવાથી “પ્રાપ્તિ' નામની સિદ્ધિ મળે છે. (૬) રસવ્વ સાહૂણં – સાહુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઇચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે. એટલે સવ્વ સાહૂ પદનું ધ્યાન ધરવાથી પ્રાકામ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭) પં નમુવાર પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે ‘વં નમુક્કારો' પદના ધ્યાનથી ઈશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૮) માતાdi – સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર Page #11 -------------------------------------------------------------------------- ________________ 31 2 જિનતત્વ બને છે. એટલે નાછi પદનું ધ્યાન ધરવાથી “વશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વશિત્વ એ આઠમી સિદ્ધિ છે અને મંગલની સંખ્યા પણ આઠની ગણાવાય છે. અષ્ટમંગલ એટલા માટે જ કહેવાય છે. એટલે “વશિત્વ સિદ્ધિ” મંગલાણં” સાથે સંખ્યાની દૃષ્ટિએ પણ અનુરૂપ ગણાય છે. આમ નવકારમંત્રમાં આઠ સંપદાઓ રહેલી છે અને એ મહામંત્રની આરાધના નિર્મળ ચિત્તથી પૂરી નિષ્ઠા અને ધ્યાનથી એકાગ્રતાપૂર્વક કરનારને આઠ સિદ્ધિ અપાવનાર છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. સર્વ મંત્રોમાં નવકારમંત્રનું સ્થાન એટલા માટે જ સર્વોપરી છે.