SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૩ મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ નમસ્કાર મહામંત્રમાં નવ પદના બધા મળીને અડસઠ અક્ષર થાય છે. એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાત અક્ષર ગુરુ છે. નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. ‘મહાનિશીથ સૂત્ર’, નમસ્કારપંજિકા, ‘પ્રવચનસારોદ્વાર’ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ નવકારમંત્રના બાહ્ય સ્વરૂપમાં નવ પદ અને અડસઠ અક્ષર ઉપરાંત આઠ સંપદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સંપદા એટલે શું ? સંપવા (સંપ′) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં સંપયા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કોશમાં આપવામાં આવ્યા છે, જેમ કે : (૧) સંપા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદ્ય એટલે ઋદ્ધિ, વૃદ્ધિ. (૩) સંપદા એટલે સિદ્ધિ. (૪) સંપદા એટલે ઇચ્છાઓ સારી રીતે પાર પડે તે. (૫) સંપદા એટલે લાભ. (૬) સંપા એટલે પૂર્ણતા. (૭) સંપદા એટલે સુશોભન. (૮) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન; સહયુક્ત પદાર્થ (પદ + અર્થ) યોજના. (૯) સંપન્ન એટલે શુભ અને ઉજ્જ્વલ ભવિષ્ય. (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ. (૧૧) સંપા એટલે સમ્યક્ રીતિ. (૧૨) સંપદા એટલે મોતીનો હાર, આમ ‘સંપદા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે ‘સંપદા’ શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે એમ શાસ્ત્રકારો જણાવે છે. અલબત્ત, ‘સંપદા’ શબ્દ નવકારમંત્રની આરાધનાથી પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ સાથે સાથે કહેવાયું છે. સંવવાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે : साङ्गत्येन पद्यते - परिच्छिद्यतेऽथ याभिरिति संपदः । અર્થાત્ જેનાથી સુસંગત રીતે અર્થ જુદ્ધે પાડી શકાય તે ‘સંપદા’. એટલે સંપદાનો અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દોનો સમૂહ. સંપદા એટલે એક અર્થ પૂરો થતાં આવતું વિશ્રામસ્થાન. સંપદા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી ઘટાવાતો. લાંબું વાક્ય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ લેવા (pause) માટે વચ્ચે થોભવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249474
Book TitleNavkarmantra ma Sampada
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy