SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રમાં સંપદા સમરો મંત્ર ભલો નવકાર' એ પદમાં આપણે ગાઈએ છીએ : અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણ, અડસિદ્ધિ દાતાર; સમરો મંત્ર ભલો નવકાર... નવકારમંત્રની સક્ઝાયમાં શ્રી કીર્તિવિમલસૂરિએ કહ્યું છે : સમર જીવ એક નવકાર નિજ હેજ-શું, અવર કાંઈ આળપંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારનાં નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પદ્મવિજયે કહ્યું છે : અડસઠ અક્ષર તીરથ સાર; સંપદા આઠ સિદ્ધિ દાતાર; મંગલમય સમરો નવકાર. નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાભ્ય દર્શાવતાં કહેવાયું છે કે એનાં નવ પદ નવ નિધિ આપે છે, અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવ પદનો છે. પંચ પરમેષ્ઠિને – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને – એ પ્રત્યેકને – નમસ્કાર કરવારૂપ પાંચ પદ નમસ્કારનાં છે. ત્યારપછી નમસ્કારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249474
Book TitleNavkarmantra ma Sampada
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy