SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ જિનતત્ત્વ પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહુનો આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપવા માટે અનુકૂળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી એમ શાસ્ત્રકારો કહે છે. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનું એક એકમ (unit) પૂરું થતું હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ સંપદા એવો વિશિષ્ટ અર્થ એ શબ્દનો ઘટાવવામાં આવે છે. કવિતામાં, મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુક્ત રચનાઓમાં અર્થ અને લયની દષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાનું હોવાથી તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દૃષ્ટિને પણ ખાસ લક્ષમાં રાખે છે. પરંતુ સામાન્ય મંત્રો કરતાં અનાદિ સિદ્ધ નવકારમંત્રની તો વાત જ અનોખી છે. નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં રવર-વ્યંજનની યોજના સહિત યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ યોગ્ય સ્થળે જ જો તે આવે તો જ તેનું મહત્ત્વ રહે છે. એમ ન થાય તો તેના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા, અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાનો સંભવ રહેછે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સ્વરભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે. એકના એક શબ્દમાં કે વાક્યમાં જ્યાં સ્વરભાર આવવો જોઈએ તેને બદલે બીજે સ્થળે જો સ્વરભાર આવે તો અર્થનો અનર્થ થઈ ગયાનાં ઉદાહરણો પ્રાચીન સાહિત્યમાં ટાંકવામાં આવે છે. એટલા માટે જ વેદની ઋચાઓના પઠનમાં આરોહ-અવરોહનું પણ એટલું જ મહત્વ રહેલું છે. કેટલાક મંત્રોમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. જો ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય તો મંત્ર પાછો પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદો માને છે. એટલે એમાં સંપદાનું - વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે. | નવકારમંત્રમાં પદની જે ગણના કરવામાં આવે છે તે વ્યાકરણ અનુસાર નથી. વ્યાકરણ અનુસાર વિમવચનં ૫ એટલે કે જેને છેડે વિભક્તિ છે તે પદ કહેવાય. એનો સાદો અર્થ કરવો હોય તો કહેવાય કે વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય. શબ્દકોશમાં આપેલો શબ્દ તે શબ્દ છે. તે શબ્દ જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249474
Book TitleNavkarmantra ma Sampada
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy