SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રમાં સંપદા ૩૧૧ અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો' પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (ર) મરિહંતાઈi – અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમનો મહિમા થાય છે. અરિહંત માટે “ક” શબ્દ પણ પ્રયોજાય છે. અત્ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર, ‘રિહંતા ' પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) લાઈi - આ પદમાં રહેલા ત્રણે અક્ષર ગુરુ છે. વળી સિદ્ધિપદ બધા પદોમાં સૌથી મોટું-ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે સિદ્ધા' પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે. (૪) ઝારિયા – આચાર્ય ભગવંતો સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. એટલે આચાર્ય ભગવંતો આગળ સમસ્ત જગત લઘુ છે. પોતાનામાં લધુતાનો ભાવ ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ થઈ શકતો નથી. એટલે “માયરિયા' પદનું ધ્યાન ધરવાથી લધિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે. (૫) ૩ન્નાથા – ઉવજ્જાય શબ્દ ૩૫, ધ અને માય એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩૫ એટલે પાસે, મfધ એટલે અંતઃકરણ અને માય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. એટલે જ્ઞાયા પદનું ધ્યાન ધરવાથી “પ્રાપ્તિ' નામની સિદ્ધિ મળે છે. (૬) રસવ્વ સાહૂણં – સાહુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઇચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે. એટલે સવ્વ સાહૂ પદનું ધ્યાન ધરવાથી પ્રાકામ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭) પં નમુવાર પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે ‘વં નમુક્કારો' પદના ધ્યાનથી ઈશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૮) માતાdi – સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249474
Book TitleNavkarmantra ma Sampada
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy