________________
૩૧૦
જિનતત્ત્વ ઘટાવવાનો છે. જુઓ “શ્રી મંત્રરાજ ગુણકલ્પમહોદધિ' (૫. જયદલાલ શર્મા), છઠ્ઠો પરિચ્છેદ
સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે :
(૧) અણિમા – અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ. (૨) લધિમા – ઇચ્છાનુસાર હલકા અને શીઘગામી થઈ જવાની શક્તિ. (૩) મહિમા – મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ. (૪) ગરિમા –- ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ. (૫) પ્રાપ્તિ – દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ. (૯) પ્રાકામ્ય – બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ. (૭) ઈશિત્વ – બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ. (૮) વશિત્વ -- બીજાને વશ કરવાની શક્તિ.
(આઠ સિદ્ધિઓનાં આ નામોના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથોમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓનાં નામોમાં અને પ્રકારોમાં પણ ફરક જોવા મળે છે.)
નવકારમંત્રનાં નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે :
(૧) નમો – અણિમા સિદ્ધિ. (૨) રિહંતાણં -- મહિમા સિદ્ધિ. (૩) સિદ્ધાર્ગ – ગરિમા સિદ્ધિ. (૪) મારિયા – લઘિમા સિદ્ધિ. (૫) ૩નથાળ – પ્રાપ્તિ સિદ્ધિ. (ક) સવ્વ સાહૂ – પ્રાકામ્ય સિદ્ધિ. (૭) વંવ નકુવારો – ઈશિત્વ સિદ્ધિ. (૮) તજ – વશિત્વ સિદ્ધિ.
(૧) નનો – નમો એટલ નમસ્કાર, નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org