Book Title: Navkarmantra ma Sampada Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૩૦૩ જિનતત્વ નિવકારમંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી.] “ચૈત્યવંદન ભાષ્ય માં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ ચૈત્યવંદનનાં સુત્રોમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે તેમ જણાવ્યું છે. તેમાં લખ્યું છે : अट्ठनवट्ठ य अठ्ठवीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया सक्कथयाईसु सगनतुई ।।२९।। ચૈત્યવંદનનાં સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઇરિયાવહીની ૮, શક્રસ્તવ(નમુત્થણે)ની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેઇઆણં)ની ૮, લોખ્ખસ્સની ૨૮, શ્રુતસ્તવ (પુકખરવરદી)ની ૧૬ અને સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં)ની ૨૦ આ પ્રમાણે બધી મળીને ૯૭ સંપદા થાય છે. એમાં જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાન પદની ગણતરી અથવા વિસામાની ગણતરી. સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે. જે ગાથામાં ચાર ચરણ હોય તો તેમાં પ્રત્યેક ચરણને પદ ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્ય રીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હોવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ પદ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાનો નિર્દેશ પ્રાચીન સમયથી થતો આવે છે. જિનેશ્વર ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારો આઠની સંખ્યાનું સમર્થન કરે છે. નવકારમંત્રની પાંચ પદની પાંચ સંપદાઓ વિશે કોઈ વિભિન્ન મત નથી. વળી ચૂલિકાનાં ચાર પદની કુલ ત્રણ સંપદાઓની સંખ્યા વિશે પણ વિભિન્ન મત નથી. પરંતુ ચાર પદમાં ત્રણ સંપદા કેવી રીતે ગણવી તે વિશે બે જુદા જુદા મત છે. તેમાં મુખ્ય મત ઉપર પ્રમાણે જ છે. પરંતુ “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચનસારોદ્ધાર” વગેરેમાં જણાવ્યું છે કે કેટલાક આચાર્યોની માન્યતા પ્રમાણે ૬ઠ્ઠી સંપદા ૨ પદની (૧૬ અક્ષરની) “એસ પંચ નમુક્કારો સબ પાવપ્પણાસણોની, સાતમી સંપદા “મંગલાણં ચ સવ્વસિ ' એ આઠમા પદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11