Book Title: Navkarmantra ma Sampada Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ નવકારમંત્રમાં સંપદા ૩૦૫ વાકયમાં વપરાયો હોય તો તે પદ બને છે. “પિતા” શબ્દ શબ્દકોશમાં હોય તો તે શબ્દ છે અને પિતા આવ્યા' એમ વાક્યમાં વપરાયો હોય તો તે પદ ગણાય છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે તો નવકારમંત્રનો પ્રત્યેક શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં વ્યાકરણની દૃષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકારમંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દૃષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણમાં વ્યાકરણની દૃષ્ટિએ બે પદ છે, પણ અર્થની દૃષ્ટિએ તે એક જ પદ . નવકારમંત્રમાં એવાં નવ પદ છે. પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દૃષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદમાં પાંચ સંપદા આવી જાય છે એ તો સ્પષ્ટ છે. હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારો કેવી રીતે બતાવે છે તે જોઈએ. છઠું પદ છે “એસો પંચ નમુક્કારો અને સાતમું પદ છે “સલ્વ પાવપ્પણાસણો' – આ બે પદના મળીને સોળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાઓ રહેલી છે, એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પદ છે “મંગલાણં ચ સવ્વસિ’ અને નવમું પદ છે “પઢમમ્ હવઈ મંગલમ્' – આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફક્ત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. “ચૈત્યવંદન ભાષ્ય', “પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે. પ્રવચનસારોદ્ધારમાં લખ્યું છે : पंचपरमेट्टिमंते पए पए सत्त संपया कमसो। पजतसत्तरसक्खरपमाणा अट्ठमी भणिया।। (વપરષ્ટિમ રે રે સત સંપ: જ पर्यन्तस्ततदशाऽक्षरप्रमाणा अष्टमी भणिता।।) [પંચ પરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશઃ પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરનાં છેલ્લાં બે પદની આઠમી એક સંપદ્ય છે. “ચૈત્યવંદન ભાષ્યમાં લખ્યું છે કે – पन्नट्ठसठि नवपथ, नवकारे अट्ट संपया तत्थ। सगसंपय पयतुल्ला, सतरवर अट्ठमी दुपया।। ३०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11