Book Title: Navkar Mantrani Shashwatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૪ર૬ જિનતત્વ માધ્યમ છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે નવકારમંત્ર જેમ અર્થ કે ભાવથી નિત્ય છે તેમ શબ્દથી પણ નિત્ય છે. આ પથ્વી ઉપર મનુષ્યજીવનની ઉત્પત્તિ અમુક કરોડ વર્ષ કે અમુક અબજ વર્ષ પહેલાં થઈ એવું કેટલાક વૈજ્ઞાનિકો અનુમાન કરે છે, તો પણ તે માત્ર અનુમાન છે. ગત શતકમાં કેટલાક વૈજ્ઞાનિકો કહેતા કે આ પૃથ્વી ઉપર અમુક લાખ વર્ષ પહેલાં માનવજીવનની ઉત્પત્તિ થઈ હતી. પરંતુ વૈજ્ઞાનિક હવે કરોડો અને અબજો વર્ષની વાત પર આવ્યા છે. પરંતુ એના વિવાદમાં ન ઊતરતાં એટલું જ કહીએ કે જૈન ધર્મ માત્ર આ પૃથ્વી પૂરતી જ વાત નથી કરતો. સમગ્ર બ્રહ્માંડ, ચૌદ રાજલોકની વાત જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ ચૌદ રાજલોકનો મધ્યભાગ અથવા તિચ્છલોક એ મનુષ્યલોક છે. (મહાવિદેહક્ષેત્રમાં પણ મનુષ્યો વસે છે. આપણી પૃથ્વીની બહારનો આ પ્રદેશ છે.) એટલે જૈન ધર્મ પ્રમાણે મનુષ્ય આ વિશ્વમાં અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેશે. આપણી આ પૃથ્વી ઉપર પણ મનુષ્ય હતો, છે અને રહેશે. મનુષ્યની આકૃતિ નાની-મોટી હોઈ શકે, એનો વર્ણ ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ એની દેહાકૃતિ (બે હાથ, બે પગ, મુખ, બે આંખ, બે કાન, નાક, જીભ વગેરે સહિત) મનુષ્યની જ રહેવાની. એટલે એના ધ્વનિના ઉચ્ચારણના અવયવો – કંઠ, જીભ, સ્વરતંત્રી, પડજીભ, તાળવું, હોઠ વગેરે આવાં જ રહેવાનાં. અમુક કાળ પછી આ સ્વર-વ્યંજન ચાલ્યા જશે અને બીજા નવા સ્વર-વ્યંજન આવશે એમ તયુક્ત રીતે નહિ કહી શકાય. કાગડો અનાદિ કાળથી કા.... કા... કરે છે અને અનંત કાળ કા... કા... જ કરશે. તેવી જ રીતે મનુષ્યનાં ધ્વનિ ઉચ્ચારણ, વર્ણાક્ષરો આવાં જ રહેશે. કોઈક સ્વર કે કોઈ વ્યંજન અમુક દેશકાળમાં લુપ્ત થઈ જાય એમ બને. (જેમ કે ‘’ સ્વર કે “” સ્વર અત્યારે લુપ્ત છે. કેટલાક કષ્ટોચ્ચાર્ય સ્વર-વ્યંજનોની બાબતમાં એમ બની શકે, પરંતુ તે પણ ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રની સમગ્ર દૃષ્ટિએ ન કહી શકાય. સરળતાથી ઉચ્ચારી શકાય એવા વર્ણોની બાબતમાં તેવો સંભવ નથી. અને નવકારમંત્રમાં તો સરળ વર્ણાક્ષરો જ છે. એટલે માત્ર વર્ણાક્ષરની દૃષ્ટિએ વિચારીએ તો નવકારમંત્રના વણકરો ચૌદ રાજલોકમાં એના એ જ રહેવાના છે. એટલે કે તે નિત્ય છે, શાશ્વત છે. નવકાર મંત્રમાં વર્ણમાળાના બધા જ અક્ષરોને સ્થાન નથી મળ્યું. એનો અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10