Book Title: Navkar Mantrani Shashwatta Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૪૨૮ જિનતત્ત્વ યોગી શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. એટલા માટે અનાદિ સિદ્ધ એવા વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને ભૂત, વર્તમાન અને ભાવિકાળનું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. નવકારમંત્રના આ અવિનાશી માતૃકાક્ષરોમાં આટલું સામર્થ્ય રહેલું છે. આથી પ્રતીત થશે કે નવકારમંત્રના અક્ષરો તો અનાદિ સિદ્ધ છે, પરંતુ એ અક્ષરો જે ક્રમે આવે છે તે પણ અનાદિ સિદ્ધ છે. એટલે નવકારમંત્રની અક્ષરાનુપૂર્વ અને અર્થસહિત શબ્દાનુપૂર્વી પણ અનાદિ સિદ્ધ, શાશ્વત છે. આ સમજવા માટે દૃષ્ટિની વિશાળતા અને વ્યાપકતાની સાથે સાથે ગહન ચિંતનમનનની ઊંડી અનુપ્રેક્ષાની આવશ્યકતા રહે છે. નવકારમંત્રની અક્ષરાનુપૂર્વી અને શબ્દાનુપૂર્વી શાશ્વત ન હોય તો નવકારમંત્ર સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયાની વાતો બહુ પરિમિત કાળની માનવી પડે. નવકારમંત્રના અક્ષરો અને શબ્દો બદલાતા હોય તો તે સાંભળવાથી જાતિસ્મરણ-જ્ઞાન થાય નહિ. પરંતુ વસ્તુત: નવકારમંત્રના અક્ષરો અને શબ્દો એ જ ક્રમે રહે છે અને તેથી જ અનંત ભવભ્રમણમાં જીવને પૂર્વે સાંભળેલા નવકારમંત્રથી જાતિસ્મરણજ્ઞાન થવાની સંભાવના રહે છે. જેમ દ્વાદશાંગી માટે કહેવાય છે તેમ એમ પણ કહેવાય છે કે નવકારમંત્રને અર્થથી અરિહંત ભગવાન કહે છે અને શબ્દથી ગણધર ભગવાન ગૂંથે છે. એટલા માટે આનો અર્થ કોઈ કદાચ એમ કરે કે ભગવાન મહાવીર સ્વામીએ નવકારમંત્ર અર્થથી કહ્યો છે અને ગૌતમ સ્વામીએ એને શબ્દથી ગુંથી લીધો છે. માટે નવકારમંત્ર વધુમાં વધુ ભગવાન મહાવીર સ્વામીના સમય જેટલો પ્રાચીન હોઈ શકે. પરંતુ એમ કહેવું યથાર્થ નથી, કારણ કે આવી રીતે નવકારમંત્રને અર્થથી કહેવાની અને શબ્દથી ગૂંથવાની ક્રિયા તો દરેક તીર્થકરના સમયમાં થતી હોય છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં પણ એ પ્રમાણે થયું છે, અતીત ચોવીસીના તીર્થકરોના સમયમાં પણ એમ થયું છે. એ જ રીતે ચોવીસીના અનંત તીર્થંકરોના સમયમાં એ જ પ્રમાણે થયું છે. નવકારમંત્ર અને દ્વાદશાંગી વચ્ચે આટલો ફરક સમજવો જરૂરી છે. દ્વાદશાંગી માટે પણ એમ કહેવાય છે કે તીર્થંકર ભગવાન અર્થથી દેશના આપે છે અને એમના ગણધર ભગવંતો એ દ્વાદશાંગીને સૂત્રથી ગૂંથી લે છે. તો પછી શું અનાદિ કાળથી દરેક તીર્થંકર પરમાત્માના ગણધર ભગવંતોએ શબ્દથી ગૂંથેલી દ્વાદશાંગ એક જ સરખા શબ્દાનુપૂર્વીવાળી હશે ? આપણે જોયું તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10