Book Title: Navkar Mantrani Shashwatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ નવકારમંત્રની શાશ્વતતા 429 કેટલાક શબ્દો હજારો, લાખો વર્ષ સુધી એના એ જ સ્વરૂપે રહે છે તો બીજી બાજુ કેટલાય શબ્દોના અર્થ બદલાય છે અને કેટલાક અર્થ માટે બીજા શબ્દો પ્રચલિત બની જાય છે. એટલે સમગ્ર દ્વાદશાંગીના શબ્દોમાં અને શબ્દાનુપૂર્વીમાં ફરક પડવાનો સંભવ રહે છે. દ્વાદશાંગીના વિષયો, પદાર્થો અને રહસ્યબોધ તો સર્વ તીર્થકરોના સમયમાં એ જ પ્રમાણે રહે છે, પરંતુ તેની ભાષામાં ફરક પડી શકે છે. પરંતુ નવકારમંત્રની બાબતમાં તો અક્ષરો, અક્ષરાનુપૂર્વી કે શબ્દાનુપૂર્વીમાં પણ ફરક પડતો નથી, કારણ કે તે મંત્રસ્વરૂપ છે એમ શાસ્ત્રકારો કહે છે. માટે જ મહાવીરસ્વામીના સમયની પૂર્વે પણ નવકાર મંત્ર એ જ સ્વરૂપે હતો. એટલે જ પાર્શ્વનાથ ભગવાને બળતા નાગને નવકાર મંત્ર સંભળાવ્યો હતો. તેવી જ રીતે મુનિસુવ્રતસ્વામીના સમયમાં સિંહલદ્વીપના રાજદરબારમાં આવેલો કોઈ શ્રાવક વેપારી છીંક આવતાં “નમો અરિહંતાણે શબ્દો બોલ્યો ત્યારે એ સાંભળીને રાજકન્યા સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને પૂર્વના પોતાના સમડીના ભાવમાં કોઈ મુનિ મહારાજે સંભળાવેલા નવકારમંત્રનું સ્મરણ થયું હતું. સૈકાઓ પૂર્વે જ્યારે મુદ્રિત ગ્રંથો નહોતા અને અભ્યાસ અને સંશોધનની સર્વ સામગ્રી સુલભ નહોતી, ત્યારે એક સંપ્રદાયમાં એક મત એવો પ્રવર્યો હતો કે નવકારમંત્ર સૌ પ્રથમ “ષટ્રખંડાગમ' ગ્રંથમાં જોવા મળે છે. માટે એ ગ્રંથના રચયિતા પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે, પરંતુ પીરસ્ય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ ગઈ સદીમાં હસ્તપ્રતો, ઓરિસ્સાની ઉદયગિરિની ગુફામાં બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો લેખ તથા અન્ય શિલાલેખો ઇત્યાદિના આધારે જે અધિકત સંશોધન કર્યા છે તે દર્શાવે છે કે નવકારમંત્રના ઉલ્લેખો એથી પણ પ્રાચીનકાળના મળે છે. એટલે પુષ્પદન્તાચાર્યે સૌ પ્રથમ નવકારમંત્રની રચના કરી છે એવો મત હવે સ્વીકાર્ય રહ્યો નથી. આ તો ઉપલબ્ધ સામગ્રીની વાત થઈ, પરંતુ કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયેલી સામગ્રીનું પ્રમાણ અનેકગણું છે. માટે જ કવિ કુશળલાભ વાચકે કહ્યું છે તેમ “નવકારતણી આદિ કોઈ ન જાણે.” આમ, જિનશાસનના અને ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ મહાશ્રુતસ્કંધ, મંત્રશિરોમણિ નવકારમંત્ર અનાદિસંસિદ્ધ, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10