Book Title: Navkar Mantrani Shashwatta Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ નવકારમંત્રની શાશ્વતતા નવકારમંત્રને નિત્ય, શાશ્વત, અનાદિ સિદ્ધ, સનાતન, અવિનાશી તરીકે ઓળખાવવામાં આવે છે. શું નવકારમંત્ર ખરેખર શાશ્વત છે ? એને ‘શાશ્વત' કહેવામાં અતિશયોક્તિ તો નથી થતી ને? એને ‘નિત્ય' કહેવામાં જૈન ધર્મનું મિથ્યાભિમાન તો નથી રહ્યું ને ? નવકારમંત્રની ભાષા તો અર્ધમાગધી છે. અર્ધમાગધી ભાષા તો ચારપાંચ હજાર કે તેથી થોડાં વધુ વર્ષ જૂની છે. તો પછી નવકારમંત્ર એથી વધુ જૂનો કેવી રીતે હોઈ શકે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ એ વિશે શાંત ચિત્તે, પૂર્વગ્રહરહિત થઈને, વિશ્વના વિશાળ ફલક ઉપર અને કાળના અનંત પ્રવાહના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી આ બધા સંશયો ટળી જશે. નિત્ય એટલે હંમેશનું, કાયમનું. જેનું અસ્તિત્વ કાયમ કે સતત રહ્યા કરે તે નિત્ય કહેવાય. શાશ્વત એટલે જેનો ક્યારેય નાશ થવાનો નથી. અનાદિ એટલે આદિ વગરનું, જેનો આરંભ ક્યારેય થયો નથી અથવા જેનો આરંભ ક્યારે થયો તે કહી ન શકાય એવું. આરંભ વિનાનું એટલે અનાદિ. અમુક કાળે તેનો આરંભ થયો એમ કહીએ તો તે અનાદિ ગણાય નહિ અને અસંગતિનો દોષ આવે. સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. આમ નિત્ય, શાશ્વત, સનાતન, અવિનાશી, અનાદિ એ બધા શબ્દો નજીક-નજીકના અર્થવાળા છે. નવકારમંત્રને નિત્ય, શાશ્વત અનાદિસિદ્ધ તરીકે ઓળખાવવામાં રહસ્યપૂર્ણ યથાર્થ પ્રયોજન રહ્યું છે. નમવાની ક્રિયા આ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. વૈજ્ઞાનિક અને ભૌગોલિક દૃષ્ટિથી જોઈએ તો કેટલીક વસ્તુઓ ભારથી નમી જાય છે. વૃક્ષો, લતાઓમાં એમ થવું સહજ છે. ગુરુત્વાકર્ષણના નિયમને લીધે નમવું, નીચા થવું એ પદાર્થનો સ્વભાવ બની જાય છે. વાદળો નીચે વરસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10