Book Title: Navkar Mantrani Shashwatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૪૨૪ लिनतत्व એક જ તીર્થકર ભગવાનને નમસ્કાર નથી, પણ અનાદિ- અનંતકાળના સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરોને નમસ્કાર છે. જેવી રીતે અરિહંત પરમાત્માનું પદ અને સ્વરૂપ શાશ્વત છે તેવી જ રીતે સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતનાં પદ અને સ્વરૂપ પણ શાશ્વત છે, અનાદિ અનંત છે. નવકારમંત્રમાં અરિહંત ઉપરાંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુને કરાતા નમસ્કારમાં પણ કોઈ એક જ નિશ્ચિત વ્યક્તિને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંત કાળના તે તે સર્વેને નમસ્કાર છે. એટલે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ પંચપરમેષ્ઠિ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તે સર્વને નમસ્કાર છે. એટલા માટે જ કવિ કુશળલાભ કહ્યું કે, “નવકાર તણી કોઈ આદિ ન જાણે.’ આમ નવકારમંત્ર અનાદિ કાળથી સિદ્ધ થયેલો શાશ્વત મંત્ર છે. માટે જ કુશળલાભ વાચક નવકારમંત્રના છંદમાં એનો મહિમા વર્ણવતાં કહે છે : નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એમ જપે શ્રી જગનાયક.” પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે : सर्वमन्त्ररत्नानामुत्पत्त्याकरस्य, प्रथमस्य कल्पितपदार्थ करणैक कल्पद्रुमस्य, विपविषधर शाकिनी डाकिनीयाकिन्यादिनिग्रह निरवग्रह स्वभावस्य सकलजगद्वशीकरणाकृष्टयादाव्यभिचारी प्रौढ प्रभावस्य चतुर्दश पूर्वाणां सारभूतस्य पञ्चपरमेष्ठि नमस्कारस्य महिमाइत्येयं भूतं परिवर्तते त्रिजगत्यत्कालमेति निष्प्रतिपक्षमेतत् सर्व समयविदाम् । અહીં વૃત્તિકારે સર્વ શાસ્ત્રકારોને સંમત એવા નવકારમંત્રનાં ભિન્ન ભિન્ન વિશેષણો દર્શાવ્યાં છે : (૧) નવકારમંત્ર અન્ય સર્વ મંત્રરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે ખાણ સમાન છે. (૨) નવકારમંત્ર પ્રથમ છે. એટલે નવકારમંત્ર મૂળ મંત્ર છે, અનાદિ કાળનો મંત્ર છે. (૩) સર્વ મનોવાંછિત પદાર્થો આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે. (૪) નવકારમંત્ર સર્વ વિષ, વિષધર, શાકિની, ડાકિની, યાકિની વગેરેનો નિગ્રહ (પરાભવ) કરવાવાળો તથા નિરવગ્રહ (અસર થઈ હોય તો તેમાંથી મુક્ત કરાવવાનો) સ્વભાવવાળો મંત્ર છે. (૫) સકલ જગતનું વશીકરણ અને આકર્ષણાદિ કરવામાં સફળ અને પ્રૌઢ પ્રભાવવાળો છે. (૬) નવકારમંત્ર ચૌદપૂર્વના સાર જેવો છે. આવા મહામંત્રનો મહિમાં ત્રણે જગતમાં અનાદિકાળથી અભુત વર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10