Book Title: Navkar Mantrani Shashwatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249472/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા નવકારમંત્રને નિત્ય, શાશ્વત, અનાદિ સિદ્ધ, સનાતન, અવિનાશી તરીકે ઓળખાવવામાં આવે છે. શું નવકારમંત્ર ખરેખર શાશ્વત છે ? એને ‘શાશ્વત' કહેવામાં અતિશયોક્તિ તો નથી થતી ને? એને ‘નિત્ય' કહેવામાં જૈન ધર્મનું મિથ્યાભિમાન તો નથી રહ્યું ને ? નવકારમંત્રની ભાષા તો અર્ધમાગધી છે. અર્ધમાગધી ભાષા તો ચારપાંચ હજાર કે તેથી થોડાં વધુ વર્ષ જૂની છે. તો પછી નવકારમંત્ર એથી વધુ જૂનો કેવી રીતે હોઈ શકે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ એ વિશે શાંત ચિત્તે, પૂર્વગ્રહરહિત થઈને, વિશ્વના વિશાળ ફલક ઉપર અને કાળના અનંત પ્રવાહના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી આ બધા સંશયો ટળી જશે. નિત્ય એટલે હંમેશનું, કાયમનું. જેનું અસ્તિત્વ કાયમ કે સતત રહ્યા કરે તે નિત્ય કહેવાય. શાશ્વત એટલે જેનો ક્યારેય નાશ થવાનો નથી. અનાદિ એટલે આદિ વગરનું, જેનો આરંભ ક્યારેય થયો નથી અથવા જેનો આરંભ ક્યારે થયો તે કહી ન શકાય એવું. આરંભ વિનાનું એટલે અનાદિ. અમુક કાળે તેનો આરંભ થયો એમ કહીએ તો તે અનાદિ ગણાય નહિ અને અસંગતિનો દોષ આવે. સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. આમ નિત્ય, શાશ્વત, સનાતન, અવિનાશી, અનાદિ એ બધા શબ્દો નજીક-નજીકના અર્થવાળા છે. નવકારમંત્રને નિત્ય, શાશ્વત અનાદિસિદ્ધ તરીકે ઓળખાવવામાં રહસ્યપૂર્ણ યથાર્થ પ્રયોજન રહ્યું છે. નમવાની ક્રિયા આ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. વૈજ્ઞાનિક અને ભૌગોલિક દૃષ્ટિથી જોઈએ તો કેટલીક વસ્તુઓ ભારથી નમી જાય છે. વૃક્ષો, લતાઓમાં એમ થવું સહજ છે. ગુરુત્વાકર્ષણના નિયમને લીધે નમવું, નીચા થવું એ પદાર્થનો સ્વભાવ બની જાય છે. વાદળો નીચે વરસે Page #2 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા છે, પાણી નીચાણમાં વહે છે, નદીઓ પર્વતોમાંથી નીકળી નીચે વહેતી વહેતી સમુદ્રને મળે છે. પ્રકૃતિમાં જેમ નમવાની ક્રિયા છે તેમ સ્વેચ્છાએ ભાવપૂર્વક નમવું એવી ક્રિયા જુદી જુદી કોટિના જીવોમાં પણ જોવા મળે છે. પશુપંખીઓમાં પણ પોતાના સંતોષ કે આનંદને વ્યક્ત કરવા માટે, પોતના ઉપર થયેલા ઉપકારના સ્વીકારનો ભાવ વ્યક્ત કરવા માટે કોઈક શારીરિક કે વાચિક ક્રિયા થાય છે. મનુષ્યનું ઉત્તમાંગ તે એનું મસ્તક છે. પોતાના ભાવો દર્શાવવા માટે, જેમ કે હા-ના, સ્વીકાર-અસ્વીકાર, સંતોષઅસંતોષ ઇત્યાદિ ભાવો દર્શાવવા માટે મસ્તકના હલનચલનની ક્રિયા કુદરતી રીતે થઈ જાય છે. સ્વીકાર માટે, વડીલો કે ગુરુજનો પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા માટે, પોતે ઉપકૃત થયા છે એવો ભાવ બતાવવા માટે મસ્તક નમાવવાની ક્યિા આદિ કાળથી કે અનાદિ કાળથી ચાલી આવી છે. એવી ક્રિયા અમુક કાળ પછી બંધ થઈ જશે એમ કહી શકાય નહિ. આમ વિશ્વમાં નમન કરવાની ક્રિયાનું નિત્યત્વ, સાતત્ય જોવા મળે છે. એટલા માટે નમસ્કારની સ્થલ ક્રિયા વિશ્વમાં શાશ્વત છે એમ કહી શકાય. ક્યારેક મનમાં નમવાનો ભાવ ન હોય પણ ઔપચારિકતા ખાતર, વિવેક ખાતર, દેખાદેખીથી, સ્વાર્થના પ્રયોજનથી નમવું પડે છે. એવો પૂલ નમસ્કાર તે માત્ર દ્રવ્ય નમસ્કાર છે. ક્યારેક મનમાં નમવાનો ભાવ સહજ સાચો હોય પણ શારીરિક કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે અથવા સહજ તેવી સ્થિતિને કારણે તેમ થઈ શકતું નથી. એવો નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર નહિ પણ માત્ર ભાવ નમસ્કાર છે. નમસ્કારના આ રીતે ત્રણે પ્રકાર જોવા મળે છે : (૧) માત્ર દ્રવ્ય નમસ્કાર, (૨) ભાવસહિત દ્રવ્ય નમસ્કાર અને (૩) માત્ર ભાવ નમસ્કાર. એ ત્રણ પ્રકારના નમસ્કાર સંસારમાં સતત જોવા મળતા રહે છે. આમ નમન કરવાની ક્યિા વિશ્વમાં અનાદિ કાળથી છે, તે નિત્ય છે અને શાશ્વત છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે કોઈ કદાચ પ્રશ્ન કરે કે નમવાની ક્રિયા આ વિશ્વમાં અનાદિ કાળથી ચાલી આવે છે એ સાચું, પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે પચપરમેષ્ઠિ અનાદિ કાળથી ન હો તો પછી નમવાની ક્રિયાનું કે નવકારમંત્રનું કોઈ પ્રયોજન રહેતું નથી. એના ઉત્તરમાં શાસ્ત્રકારો પંચપરમેષ્ઠિની શાશ્વતતા તો સમજાવે છે, પરંતુ તે પહેલાં જે વડે આ વિશ્વ બનેલું છે એ મૂળભૂત દ્રવ્યોની નિત્યતા પણ સમજાવે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જિનતત્ત્વ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : “નાં પંથ સ્થૂિછાયા નિવાપર્વ નમુક્કારો વિ!' અર્થાત્ જેમ પાંચ અસ્તિકાય નિત્ય છે તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે. જૈન ધર્મ પ્રમાણે આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ અને છ દ્રવ્યો છે. તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાય (પ્રદેશોનો સમૂહ) ગણાય છે. સમગ્ર વિશ્વમાં આ પાંચે દ્રવ્યો ગુણથી નિત્ય છે, અનાદિ અને અનંત છે. તેનો ક્યારેય નાશ થયો નથી, થતો નથી અને થવાનો નથી. તેવી જ રીતે નવકારમંત્ર નિત્ય છે. તેનો ક્યારેક નાશ થવાનો નથી. આમ ચૂર્ણિકારે નવકારમંત્રની નિત્યતા પંચાસ્તિકાયનું ઉદાહરણ આપીને દર્શાવી છે. નમસ્કારકલ પ્રકરણમાં કહ્યું છે : एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो। तइया वि ते पढंता, इसुच्चियजिणनमुक्कारो।। [આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જૈન ધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ જિન નમસ્કાર (નવકારમંત્ર) ભવ્ય જીવો વડે ભણાય છે.] આમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જૈન ધર્મ અનાદિ છે અને તે પ્રમાણે નવકારમંત્ર પણ અનાદિ છે. હવે કાળની બાબતનો વિચાર કરીએ. ક્યારેય એમ નહિ કહી શકાય કે અમુક વખતે કાળની શરૂઆત થઈ. જો એમ કહીએ તો તે પહેલાં શું હતું અને શા માટે તેમ હતું તેવા પ્રશ્નો ઊભા થશે અને તેનો કોઈ તર્કયુક્ત બુદ્ધિગમ્ય જવાબ નહિ આપી શકાય. માટે કાળને આરંભ વગરનો અનાદિ માનવો પડશે. એવી જ રીતે જીવને અર્થાત આત્માને પણ અનાદિ, નિત્ય માનવો પડશે. જૈન ધર્મમાં આત્મા વિશે છ પદ ગણાવવામાં આવે છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોતનો ઉપાય છે. આ ષ સ્થાનક વિશે શાસ્ત્રકાર કહે છે : अत्थि जिओ सो निच्चो, कत्ता भोत्ता य पुन्नपावाणं। अत्थि धुवं निव्वाणं, तदुवाआ अस्थि छठाणे।। Page #4 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા આમ જીવને (આત્માને) નિત્ય માનવામાં આવ્યો છે. અમુક કાળે આત્મા ઉત્પન્ન થયો અને અમુક કાળે આત્મા નાશ પામશે એમ કહેવું અસંગત ઠરે છે. આત્મા નિત્ય એટલે શાશ્વત, અનાદિ, અનંત છે. શરીરનો નાશ થાય છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા નિત્યસ્વરૂપનો છે એ સાંખ્યાદિ હિંદુ દર્શનો પણ સ્વીકારે છે. માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં આત્માનાં લક્ષણો દર્શાવતાં કહેવાયું છે : न जायते म्रियते वा कदाचिन्नपि भूत्वा भविता न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे || તે (આત્મા) જન્મતો નથી કે મરતો નથી. અથવા તે પૂર્વે નહોતો અને પછી પણ નહિ હોય એવું પણ નથી. આત્મા અજ (જેનો જન્મ થતો નથી તે), નિત્ય, શાશ્વત અને પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી.] જેવી રીતે કાળ અને આત્મા અનાદિ, નિત્ય, શાશ્વત છે, તેવી રીતે જૈન ધર્મ પણ શાશ્વત છે. અહીં જૈન ધર્મનો એકાદ ઉત્સર્પિણ કે અવસર્પિણીની દૃષ્ટિએ નહિ પણ મૂળ મોક્ષમાર્ગ અને એની સાધનાની સૂક્ષ્મ દૃષ્ટિએ તથા સનાતન વહેતા કાળપ્રવાહની દૃષ્ટિએ વિચાર કરવાનો છે. જ્યાં સુધી જીવે છે, મનુષ્યગતિ છે, મોક્ષમાર્ગ છે અને સિદ્ધદશા છે ત્યાં સુધી એટલે કે અનાદિ અનંત કાળને વિશે જૈન ધર્મ પણ છે. જેમ કાળ, જીવ અને જૈન ધર્મ અનાદિ છે તેમ જિનેશ્વર ભગવાનને કરાયેલો નમસ્કાર અર્થાત્ નવકારમંત્ર પણ અનાદિ, નિત્ય, શાશ્વત છે. માટે જ કવિ કુશળલાભ વાચક કહે છે : ‘આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત.’ ૪૩ ચોવીસ તીર્થંકરોની ચોવીસી ક્યારથી શરૂ થઈ ? જેમ વર્તમાન અવસર્પિણી કાળની ચોવીસી પણ હતી અને હશે. મહાવિદેહક્ષેત્રમાં જેમ હાલ વીસ તીર્થંકરોની વીસી છે તેમ ગત તેમજ અનાગત વીસી પણ હતી અને હશે. આમ જ્યારે કાળની ગણના કરીશું ત્યારે તીર્થંકરોની ગણના કરવી જ પડશે. પરંતુ કાળ તો અનાદિ છે, અનંત છે. માટે જ કવિ કુશળલાભે કહ્યું છે કે અનંત ચોવીસીઓ થઈ ગઈ અને અનંત ચોવીસીઓ થશે. એટલા માટે અરિહંત પરમાત્મા, જિનેશ્વર ભગવાનનું પદ અનાદિ અનંત છે. નવકારમંત્રમાં કોઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ लिनतत्व એક જ તીર્થકર ભગવાનને નમસ્કાર નથી, પણ અનાદિ- અનંતકાળના સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરોને નમસ્કાર છે. જેવી રીતે અરિહંત પરમાત્માનું પદ અને સ્વરૂપ શાશ્વત છે તેવી જ રીતે સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતનાં પદ અને સ્વરૂપ પણ શાશ્વત છે, અનાદિ અનંત છે. નવકારમંત્રમાં અરિહંત ઉપરાંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુને કરાતા નમસ્કારમાં પણ કોઈ એક જ નિશ્ચિત વ્યક્તિને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંત કાળના તે તે સર્વેને નમસ્કાર છે. એટલે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ પંચપરમેષ્ઠિ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તે સર્વને નમસ્કાર છે. એટલા માટે જ કવિ કુશળલાભ કહ્યું કે, “નવકાર તણી કોઈ આદિ ન જાણે.’ આમ નવકારમંત્ર અનાદિ કાળથી સિદ્ધ થયેલો શાશ્વત મંત્ર છે. માટે જ કુશળલાભ વાચક નવકારમંત્રના છંદમાં એનો મહિમા વર્ણવતાં કહે છે : નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એમ જપે શ્રી જગનાયક.” પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે : सर्वमन्त्ररत्नानामुत्पत्त्याकरस्य, प्रथमस्य कल्पितपदार्थ करणैक कल्पद्रुमस्य, विपविषधर शाकिनी डाकिनीयाकिन्यादिनिग्रह निरवग्रह स्वभावस्य सकलजगद्वशीकरणाकृष्टयादाव्यभिचारी प्रौढ प्रभावस्य चतुर्दश पूर्वाणां सारभूतस्य पञ्चपरमेष्ठि नमस्कारस्य महिमाइत्येयं भूतं परिवर्तते त्रिजगत्यत्कालमेति निष्प्रतिपक्षमेतत् सर्व समयविदाम् । અહીં વૃત્તિકારે સર્વ શાસ્ત્રકારોને સંમત એવા નવકારમંત્રનાં ભિન્ન ભિન્ન વિશેષણો દર્શાવ્યાં છે : (૧) નવકારમંત્ર અન્ય સર્વ મંત્રરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે ખાણ સમાન છે. (૨) નવકારમંત્ર પ્રથમ છે. એટલે નવકારમંત્ર મૂળ મંત્ર છે, અનાદિ કાળનો મંત્ર છે. (૩) સર્વ મનોવાંછિત પદાર્થો આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે. (૪) નવકારમંત્ર સર્વ વિષ, વિષધર, શાકિની, ડાકિની, યાકિની વગેરેનો નિગ્રહ (પરાભવ) કરવાવાળો તથા નિરવગ્રહ (અસર થઈ હોય તો તેમાંથી મુક્ત કરાવવાનો) સ્વભાવવાળો મંત્ર છે. (૫) સકલ જગતનું વશીકરણ અને આકર્ષણાદિ કરવામાં સફળ અને પ્રૌઢ પ્રભાવવાળો છે. (૬) નવકારમંત્ર ચૌદપૂર્વના સાર જેવો છે. આવા મહામંત્રનો મહિમાં ત્રણે જગતમાં અનાદિકાળથી અભુત વર્તે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૫ વૃત્તિકારે અહીં “ગાવા’ શબ્દ પ્રયોજ્યો છે. આકાલ એટલે જ્યારે કાળ શરૂ થયો ત્યારથી. પરંતુ કાળ તો અનાદિ છે. માટે આકાલનો અર્થ અહીં અનાદિ એવો થાય છે. કોઈકને કદાચ એમ પ્રશ્ન થાય કે નવકારમંત્ર અનાદિ છે તે તો સમજાય છે, પરંતુ તે નિત્ય છે, અનંત છે, શાશ્વત કાળ માટે રહેશે એમ કહેવાય ? કારણ કે આ અવસર્પિણીનો પાંચમો આરો પૂરો થયા પછી છઠ્ઠા આરોમાં જો ધર્મ જ નહિ રહે, તો નવકારમંત્ર ક્યાં રહેશે ? છઠ્ઠો આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળ આવે ત્યારે માનો કે નવકાર મંત્ર ફરીથી ચાલુ થાય તો પણ એટલો કાળ તો એનો વિચ્છેદ થયો એટલે કે એનું સાતત્ય તૂટ્યું એમ ન કહી શકાય ? તો પછી એની નિત્યતા, શાશ્વતતા ક્યાં રહી? આ પ્રશ્નનો ઉત્તર છે કે નવકારમંત્રની નિત્યતા કે શાશ્વતતા જે કહેવામાં આવી છે તે ચૌદ રાજલોકની દૃષ્ટિએ કહેવામાં આવી છે. છઠ્ઠા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાંથી એટલો કાળ નવકારમંત્રનો વિચ્છેદ થશે, પરંતુ મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદાય ચોથા આરા જેવી સ્થિતિ પ્રવર્તે છે, જ્યાં કાયમ તીર્થંકર પરમાત્માઓ વિચરે છે અને જ્યાં મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, નિર્વાણ માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે ત્યાં નવકારમંત્રનો કયારેય વિચ્છેદ થતો નથી. ત્યાં શાશ્વતકાળને માટે નવકારમંત્ર વિદ્યમાન જ છે. માટે જ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : जदा हि भरहेरवएहिं बुच्छिज्जति। तथा वि महाविदेहे अवुच्छिन्नो। જ્યિારે ભારત અને ઐરાવતક્ષેત્રોમાંથી તે વિચ્છેદ પામે છે, ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે અવિચ્છિન્ન રહે છે.] મહાવિદેહક્ષેત્રમાં નવકારમંત્ર નિત્ય બોલાય છે, ભણાય છે. “નમસ્કાર ફલ પ્રકરણ' નામના ગ્રંથમાં એના કર્તા એટલે જ કહે છે : सठिसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो। तत्थ वि जिण नवकारो इय एस पढिज्जइ निच्चं ।। [એકસો આઠ વિજયો (મહાવિદેહક્ષેત્રની) કે જ્યાં કાળ શાશ્વત છે ત્યાં પણ આ જિનનમસ્કાર નિત્ય ભણાય છે.] નવકારમંત્ર અર્થથી કે ભાવથી અનાદિ છે એ હજુ સમજાય, પણ શબ્દથી અનાદિ એ કેવી રીતે માનવું ? કારણ કે ભાષા તો સતત પરિવર્તનશીલ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ જિનતત્વ માધ્યમ છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે નવકારમંત્ર જેમ અર્થ કે ભાવથી નિત્ય છે તેમ શબ્દથી પણ નિત્ય છે. આ પથ્વી ઉપર મનુષ્યજીવનની ઉત્પત્તિ અમુક કરોડ વર્ષ કે અમુક અબજ વર્ષ પહેલાં થઈ એવું કેટલાક વૈજ્ઞાનિકો અનુમાન કરે છે, તો પણ તે માત્ર અનુમાન છે. ગત શતકમાં કેટલાક વૈજ્ઞાનિકો કહેતા કે આ પૃથ્વી ઉપર અમુક લાખ વર્ષ પહેલાં માનવજીવનની ઉત્પત્તિ થઈ હતી. પરંતુ વૈજ્ઞાનિક હવે કરોડો અને અબજો વર્ષની વાત પર આવ્યા છે. પરંતુ એના વિવાદમાં ન ઊતરતાં એટલું જ કહીએ કે જૈન ધર્મ માત્ર આ પૃથ્વી પૂરતી જ વાત નથી કરતો. સમગ્ર બ્રહ્માંડ, ચૌદ રાજલોકની વાત જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ ચૌદ રાજલોકનો મધ્યભાગ અથવા તિચ્છલોક એ મનુષ્યલોક છે. (મહાવિદેહક્ષેત્રમાં પણ મનુષ્યો વસે છે. આપણી પૃથ્વીની બહારનો આ પ્રદેશ છે.) એટલે જૈન ધર્મ પ્રમાણે મનુષ્ય આ વિશ્વમાં અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેશે. આપણી આ પૃથ્વી ઉપર પણ મનુષ્ય હતો, છે અને રહેશે. મનુષ્યની આકૃતિ નાની-મોટી હોઈ શકે, એનો વર્ણ ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ એની દેહાકૃતિ (બે હાથ, બે પગ, મુખ, બે આંખ, બે કાન, નાક, જીભ વગેરે સહિત) મનુષ્યની જ રહેવાની. એટલે એના ધ્વનિના ઉચ્ચારણના અવયવો – કંઠ, જીભ, સ્વરતંત્રી, પડજીભ, તાળવું, હોઠ વગેરે આવાં જ રહેવાનાં. અમુક કાળ પછી આ સ્વર-વ્યંજન ચાલ્યા જશે અને બીજા નવા સ્વર-વ્યંજન આવશે એમ તયુક્ત રીતે નહિ કહી શકાય. કાગડો અનાદિ કાળથી કા.... કા... કરે છે અને અનંત કાળ કા... કા... જ કરશે. તેવી જ રીતે મનુષ્યનાં ધ્વનિ ઉચ્ચારણ, વર્ણાક્ષરો આવાં જ રહેશે. કોઈક સ્વર કે કોઈ વ્યંજન અમુક દેશકાળમાં લુપ્ત થઈ જાય એમ બને. (જેમ કે ‘’ સ્વર કે “” સ્વર અત્યારે લુપ્ત છે. કેટલાક કષ્ટોચ્ચાર્ય સ્વર-વ્યંજનોની બાબતમાં એમ બની શકે, પરંતુ તે પણ ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રની સમગ્ર દૃષ્ટિએ ન કહી શકાય. સરળતાથી ઉચ્ચારી શકાય એવા વર્ણોની બાબતમાં તેવો સંભવ નથી. અને નવકારમંત્રમાં તો સરળ વર્ણાક્ષરો જ છે. એટલે માત્ર વર્ણાક્ષરની દૃષ્ટિએ વિચારીએ તો નવકારમંત્રના વણકરો ચૌદ રાજલોકમાં એના એ જ રહેવાના છે. એટલે કે તે નિત્ય છે, શાશ્વત છે. નવકાર મંત્રમાં વર્ણમાળાના બધા જ અક્ષરોને સ્થાન નથી મળ્યું. એનો અર્થ Page #8 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૭ જ એ કે કાળના અનંત પ્રવાહમાં વખતોવખત લુપ્ત થઈ જવાના સ્વભાવવાળા વર્ણાક્ષરો નવકારમંત્રમાં અનાદિકાળથી સ્વાભાવિક રીતે સ્થાન પામી શક્યા નથી. હવે પ્રશ્ન એ થાય કે શું નવકારમંત્રના શબ્દોના એના એ જ અર્થ રહેશે ? કારણ કે કેટલાયે શબ્દોમાં ફેરફારો થાય છે અને કેટલાય શબ્દોના અર્થોમાં પણ ફેરફાર થાય છે. એના ઉત્તર એ છે કે ભાષામાં કેટલુંક તત્ત્વ પરિવર્તનશીલ છે અને કેટલુંક તત્ત્વ નિત્ય છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ પ્રાચીનતમ ભાષા તે વેદકાલીન સંસ્કૃત, પ્રાકૃત ભાષા છે. એમાં કેટલાયે શબ્દના અર્થ બદલાઈ ગયા છે, તો બીજી બાજુ ઇતિહાસકારોની દૃષ્ટિએ પાંચ દસ હજાર વર્ષ પસાર થઈ જવા છતાં કેટલાયે શબ્દો વેદકાળમાં જે રીતે બોલાતા હતા અને એનો જે અર્થ થતો હતો તે જ રીતે તે શબ્દો આજે પણ બોલાય છે અને તેનો એ જ અર્થ થાય છે. આ એક સાદું ઉદાહરણ બતાવે છે કે કેટલાક શબ્દાર્થને દસ હજાર કે તેથી વધુ વર્ષ સુધીમાં કશો જ ઘસારો લાગ્યો નથી. કયું એવું તત્ત્વ છે કે જેને લીધે એને કાળનો કશો ધસારો લાગતો નથી ? એ અક્ષરો અને એ શબ્દોમાં પોતાનામાં જ એવું કોઈક દૈવી તત્ત્વ છે કે જે કાલાતીત છે. એટલા માટે અવિનાશી એવા એક એક અક્ષરનું, માતૃકાનું ધ્યાન પણ ઘણું મોટું ફળ આપનારું છે. શાસ્ત્રકારોએ નવકારમંત્રને નહિ મુનમંત્રો કહ્યો છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્રના આઠમા પદસ્થ બાનનું સ્વરૂપ સમજાવતાં નવકારમંત્રને તેઓ અનાદિ સંસિદ્ધ તરીકે ઓળખાવે છે. જુઓ : घ्यायतोऽनादिसंसद्धिदान वर्गानेतान्, यथाविधि । नष्टादिविषये ज्ञान धातुरुत्पद्यते क्षणात्।। [અનાદિસિદ્ધ એવા આ વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને નષ્ટ વગેરે થયેલું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते। तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगेः।। પિવિત્ર મંત્રાલરાદિ પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરાય તેને સિદ્ધાંતનો પાર પામેલા મહાત્માઓ પદસ્થ ધ્યાન કહે છે.] આ પદસ્થ ધ્યાનમાં સ્વરો અને વ્યંજનોનું – માતૃકાક્ષરોનું ધ્યાન ધરનાર Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જિનતત્ત્વ યોગી શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. એટલા માટે અનાદિ સિદ્ધ એવા વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને ભૂત, વર્તમાન અને ભાવિકાળનું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. નવકારમંત્રના આ અવિનાશી માતૃકાક્ષરોમાં આટલું સામર્થ્ય રહેલું છે. આથી પ્રતીત થશે કે નવકારમંત્રના અક્ષરો તો અનાદિ સિદ્ધ છે, પરંતુ એ અક્ષરો જે ક્રમે આવે છે તે પણ અનાદિ સિદ્ધ છે. એટલે નવકારમંત્રની અક્ષરાનુપૂર્વ અને અર્થસહિત શબ્દાનુપૂર્વી પણ અનાદિ સિદ્ધ, શાશ્વત છે. આ સમજવા માટે દૃષ્ટિની વિશાળતા અને વ્યાપકતાની સાથે સાથે ગહન ચિંતનમનનની ઊંડી અનુપ્રેક્ષાની આવશ્યકતા રહે છે. નવકારમંત્રની અક્ષરાનુપૂર્વી અને શબ્દાનુપૂર્વી શાશ્વત ન હોય તો નવકારમંત્ર સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયાની વાતો બહુ પરિમિત કાળની માનવી પડે. નવકારમંત્રના અક્ષરો અને શબ્દો બદલાતા હોય તો તે સાંભળવાથી જાતિસ્મરણ-જ્ઞાન થાય નહિ. પરંતુ વસ્તુત: નવકારમંત્રના અક્ષરો અને શબ્દો એ જ ક્રમે રહે છે અને તેથી જ અનંત ભવભ્રમણમાં જીવને પૂર્વે સાંભળેલા નવકારમંત્રથી જાતિસ્મરણજ્ઞાન થવાની સંભાવના રહે છે. જેમ દ્વાદશાંગી માટે કહેવાય છે તેમ એમ પણ કહેવાય છે કે નવકારમંત્રને અર્થથી અરિહંત ભગવાન કહે છે અને શબ્દથી ગણધર ભગવાન ગૂંથે છે. એટલા માટે આનો અર્થ કોઈ કદાચ એમ કરે કે ભગવાન મહાવીર સ્વામીએ નવકારમંત્ર અર્થથી કહ્યો છે અને ગૌતમ સ્વામીએ એને શબ્દથી ગુંથી લીધો છે. માટે નવકારમંત્ર વધુમાં વધુ ભગવાન મહાવીર સ્વામીના સમય જેટલો પ્રાચીન હોઈ શકે. પરંતુ એમ કહેવું યથાર્થ નથી, કારણ કે આવી રીતે નવકારમંત્રને અર્થથી કહેવાની અને શબ્દથી ગૂંથવાની ક્રિયા તો દરેક તીર્થકરના સમયમાં થતી હોય છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં પણ એ પ્રમાણે થયું છે, અતીત ચોવીસીના તીર્થકરોના સમયમાં પણ એમ થયું છે. એ જ રીતે ચોવીસીના અનંત તીર્થંકરોના સમયમાં એ જ પ્રમાણે થયું છે. નવકારમંત્ર અને દ્વાદશાંગી વચ્ચે આટલો ફરક સમજવો જરૂરી છે. દ્વાદશાંગી માટે પણ એમ કહેવાય છે કે તીર્થંકર ભગવાન અર્થથી દેશના આપે છે અને એમના ગણધર ભગવંતો એ દ્વાદશાંગીને સૂત્રથી ગૂંથી લે છે. તો પછી શું અનાદિ કાળથી દરેક તીર્થંકર પરમાત્માના ગણધર ભગવંતોએ શબ્દથી ગૂંથેલી દ્વાદશાંગ એક જ સરખા શબ્દાનુપૂર્વીવાળી હશે ? આપણે જોયું તેમ Page #10 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રની શાશ્વતતા 429 કેટલાક શબ્દો હજારો, લાખો વર્ષ સુધી એના એ જ સ્વરૂપે રહે છે તો બીજી બાજુ કેટલાય શબ્દોના અર્થ બદલાય છે અને કેટલાક અર્થ માટે બીજા શબ્દો પ્રચલિત બની જાય છે. એટલે સમગ્ર દ્વાદશાંગીના શબ્દોમાં અને શબ્દાનુપૂર્વીમાં ફરક પડવાનો સંભવ રહે છે. દ્વાદશાંગીના વિષયો, પદાર્થો અને રહસ્યબોધ તો સર્વ તીર્થકરોના સમયમાં એ જ પ્રમાણે રહે છે, પરંતુ તેની ભાષામાં ફરક પડી શકે છે. પરંતુ નવકારમંત્રની બાબતમાં તો અક્ષરો, અક્ષરાનુપૂર્વી કે શબ્દાનુપૂર્વીમાં પણ ફરક પડતો નથી, કારણ કે તે મંત્રસ્વરૂપ છે એમ શાસ્ત્રકારો કહે છે. માટે જ મહાવીરસ્વામીના સમયની પૂર્વે પણ નવકાર મંત્ર એ જ સ્વરૂપે હતો. એટલે જ પાર્શ્વનાથ ભગવાને બળતા નાગને નવકાર મંત્ર સંભળાવ્યો હતો. તેવી જ રીતે મુનિસુવ્રતસ્વામીના સમયમાં સિંહલદ્વીપના રાજદરબારમાં આવેલો કોઈ શ્રાવક વેપારી છીંક આવતાં “નમો અરિહંતાણે શબ્દો બોલ્યો ત્યારે એ સાંભળીને રાજકન્યા સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને પૂર્વના પોતાના સમડીના ભાવમાં કોઈ મુનિ મહારાજે સંભળાવેલા નવકારમંત્રનું સ્મરણ થયું હતું. સૈકાઓ પૂર્વે જ્યારે મુદ્રિત ગ્રંથો નહોતા અને અભ્યાસ અને સંશોધનની સર્વ સામગ્રી સુલભ નહોતી, ત્યારે એક સંપ્રદાયમાં એક મત એવો પ્રવર્યો હતો કે નવકારમંત્ર સૌ પ્રથમ “ષટ્રખંડાગમ' ગ્રંથમાં જોવા મળે છે. માટે એ ગ્રંથના રચયિતા પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે, પરંતુ પીરસ્ય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ ગઈ સદીમાં હસ્તપ્રતો, ઓરિસ્સાની ઉદયગિરિની ગુફામાં બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો લેખ તથા અન્ય શિલાલેખો ઇત્યાદિના આધારે જે અધિકત સંશોધન કર્યા છે તે દર્શાવે છે કે નવકારમંત્રના ઉલ્લેખો એથી પણ પ્રાચીનકાળના મળે છે. એટલે પુષ્પદન્તાચાર્યે સૌ પ્રથમ નવકારમંત્રની રચના કરી છે એવો મત હવે સ્વીકાર્ય રહ્યો નથી. આ તો ઉપલબ્ધ સામગ્રીની વાત થઈ, પરંતુ કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયેલી સામગ્રીનું પ્રમાણ અનેકગણું છે. માટે જ કવિ કુશળલાભ વાચકે કહ્યું છે તેમ “નવકારતણી આદિ કોઈ ન જાણે.” આમ, જિનશાસનના અને ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ મહાશ્રુતસ્કંધ, મંત્રશિરોમણિ નવકારમંત્ર અનાદિસંસિદ્ધ, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે.