SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની શાશ્વતતા ૪૨૫ વૃત્તિકારે અહીં “ગાવા’ શબ્દ પ્રયોજ્યો છે. આકાલ એટલે જ્યારે કાળ શરૂ થયો ત્યારથી. પરંતુ કાળ તો અનાદિ છે. માટે આકાલનો અર્થ અહીં અનાદિ એવો થાય છે. કોઈકને કદાચ એમ પ્રશ્ન થાય કે નવકારમંત્ર અનાદિ છે તે તો સમજાય છે, પરંતુ તે નિત્ય છે, અનંત છે, શાશ્વત કાળ માટે રહેશે એમ કહેવાય ? કારણ કે આ અવસર્પિણીનો પાંચમો આરો પૂરો થયા પછી છઠ્ઠા આરોમાં જો ધર્મ જ નહિ રહે, તો નવકારમંત્ર ક્યાં રહેશે ? છઠ્ઠો આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળ આવે ત્યારે માનો કે નવકાર મંત્ર ફરીથી ચાલુ થાય તો પણ એટલો કાળ તો એનો વિચ્છેદ થયો એટલે કે એનું સાતત્ય તૂટ્યું એમ ન કહી શકાય ? તો પછી એની નિત્યતા, શાશ્વતતા ક્યાં રહી? આ પ્રશ્નનો ઉત્તર છે કે નવકારમંત્રની નિત્યતા કે શાશ્વતતા જે કહેવામાં આવી છે તે ચૌદ રાજલોકની દૃષ્ટિએ કહેવામાં આવી છે. છઠ્ઠા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાંથી એટલો કાળ નવકારમંત્રનો વિચ્છેદ થશે, પરંતુ મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદાય ચોથા આરા જેવી સ્થિતિ પ્રવર્તે છે, જ્યાં કાયમ તીર્થંકર પરમાત્માઓ વિચરે છે અને જ્યાં મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, નિર્વાણ માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે ત્યાં નવકારમંત્રનો કયારેય વિચ્છેદ થતો નથી. ત્યાં શાશ્વતકાળને માટે નવકારમંત્ર વિદ્યમાન જ છે. માટે જ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : जदा हि भरहेरवएहिं बुच्छिज्जति। तथा वि महाविदेहे अवुच्छिन्नो। જ્યિારે ભારત અને ઐરાવતક્ષેત્રોમાંથી તે વિચ્છેદ પામે છે, ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે અવિચ્છિન્ન રહે છે.] મહાવિદેહક્ષેત્રમાં નવકારમંત્ર નિત્ય બોલાય છે, ભણાય છે. “નમસ્કાર ફલ પ્રકરણ' નામના ગ્રંથમાં એના કર્તા એટલે જ કહે છે : सठिसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो। तत्थ वि जिण नवकारो इय एस पढिज्जइ निच्चं ।। [એકસો આઠ વિજયો (મહાવિદેહક્ષેત્રની) કે જ્યાં કાળ શાશ્વત છે ત્યાં પણ આ જિનનમસ્કાર નિત્ય ભણાય છે.] નવકારમંત્ર અર્થથી કે ભાવથી અનાદિ છે એ હજુ સમજાય, પણ શબ્દથી અનાદિ એ કેવી રીતે માનવું ? કારણ કે ભાષા તો સતત પરિવર્તનશીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249472
Book TitleNavkar Mantrani Shashwatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size367 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy