________________
૪૨૨
જિનતત્ત્વ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે : “નાં પંથ સ્થૂિછાયા નિવાપર્વ નમુક્કારો વિ!' અર્થાત્ જેમ પાંચ અસ્તિકાય નિત્ય છે તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે. જૈન ધર્મ પ્રમાણે આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ અને છ દ્રવ્યો છે. તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાય (પ્રદેશોનો સમૂહ) ગણાય છે. સમગ્ર વિશ્વમાં આ પાંચે દ્રવ્યો ગુણથી નિત્ય છે, અનાદિ અને અનંત છે. તેનો ક્યારેય નાશ થયો નથી, થતો નથી અને થવાનો નથી. તેવી જ રીતે નવકારમંત્ર નિત્ય છે. તેનો ક્યારેક નાશ થવાનો નથી. આમ ચૂર્ણિકારે નવકારમંત્રની નિત્યતા પંચાસ્તિકાયનું ઉદાહરણ આપીને દર્શાવી છે. નમસ્કારકલ પ્રકરણમાં કહ્યું છે :
एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो।
तइया वि ते पढंता, इसुच्चियजिणनमुक्कारो।। [આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જૈન ધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ જિન નમસ્કાર (નવકારમંત્ર) ભવ્ય જીવો વડે ભણાય છે.]
આમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જૈન ધર્મ અનાદિ છે અને તે પ્રમાણે નવકારમંત્ર પણ અનાદિ છે.
હવે કાળની બાબતનો વિચાર કરીએ. ક્યારેય એમ નહિ કહી શકાય કે અમુક વખતે કાળની શરૂઆત થઈ. જો એમ કહીએ તો તે પહેલાં શું હતું અને શા માટે તેમ હતું તેવા પ્રશ્નો ઊભા થશે અને તેનો કોઈ તર્કયુક્ત બુદ્ધિગમ્ય જવાબ નહિ આપી શકાય. માટે કાળને આરંભ વગરનો અનાદિ માનવો પડશે.
એવી જ રીતે જીવને અર્થાત આત્માને પણ અનાદિ, નિત્ય માનવો પડશે. જૈન ધર્મમાં આત્મા વિશે છ પદ ગણાવવામાં આવે છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોતનો ઉપાય છે. આ ષ સ્થાનક વિશે શાસ્ત્રકાર કહે છે :
अत्थि जिओ सो निच्चो, कत्ता भोत्ता य पुन्नपावाणं। अत्थि धुवं निव्वाणं, तदुवाआ अस्थि छठाणे।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org