SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની શાશ્વતતા આમ જીવને (આત્માને) નિત્ય માનવામાં આવ્યો છે. અમુક કાળે આત્મા ઉત્પન્ન થયો અને અમુક કાળે આત્મા નાશ પામશે એમ કહેવું અસંગત ઠરે છે. આત્મા નિત્ય એટલે શાશ્વત, અનાદિ, અનંત છે. શરીરનો નાશ થાય છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા નિત્યસ્વરૂપનો છે એ સાંખ્યાદિ હિંદુ દર્શનો પણ સ્વીકારે છે. માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં આત્માનાં લક્ષણો દર્શાવતાં કહેવાયું છે : न जायते म्रियते वा कदाचिन्नपि भूत्वा भविता न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे || તે (આત્મા) જન્મતો નથી કે મરતો નથી. અથવા તે પૂર્વે નહોતો અને પછી પણ નહિ હોય એવું પણ નથી. આત્મા અજ (જેનો જન્મ થતો નથી તે), નિત્ય, શાશ્વત અને પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી.] જેવી રીતે કાળ અને આત્મા અનાદિ, નિત્ય, શાશ્વત છે, તેવી રીતે જૈન ધર્મ પણ શાશ્વત છે. અહીં જૈન ધર્મનો એકાદ ઉત્સર્પિણ કે અવસર્પિણીની દૃષ્ટિએ નહિ પણ મૂળ મોક્ષમાર્ગ અને એની સાધનાની સૂક્ષ્મ દૃષ્ટિએ તથા સનાતન વહેતા કાળપ્રવાહની દૃષ્ટિએ વિચાર કરવાનો છે. જ્યાં સુધી જીવે છે, મનુષ્યગતિ છે, મોક્ષમાર્ગ છે અને સિદ્ધદશા છે ત્યાં સુધી એટલે કે અનાદિ અનંત કાળને વિશે જૈન ધર્મ પણ છે. જેમ કાળ, જીવ અને જૈન ધર્મ અનાદિ છે તેમ જિનેશ્વર ભગવાનને કરાયેલો નમસ્કાર અર્થાત્ નવકારમંત્ર પણ અનાદિ, નિત્ય, શાશ્વત છે. માટે જ કવિ કુશળલાભ વાચક કહે છે : ‘આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત.’ ૪૩ ચોવીસ તીર્થંકરોની ચોવીસી ક્યારથી શરૂ થઈ ? જેમ વર્તમાન અવસર્પિણી કાળની ચોવીસી પણ હતી અને હશે. મહાવિદેહક્ષેત્રમાં જેમ હાલ વીસ તીર્થંકરોની વીસી છે તેમ ગત તેમજ અનાગત વીસી પણ હતી અને હશે. આમ જ્યારે કાળની ગણના કરીશું ત્યારે તીર્થંકરોની ગણના કરવી જ પડશે. પરંતુ કાળ તો અનાદિ છે, અનંત છે. માટે જ કવિ કુશળલાભે કહ્યું છે કે અનંત ચોવીસીઓ થઈ ગઈ અને અનંત ચોવીસીઓ થશે. એટલા માટે અરિહંત પરમાત્મા, જિનેશ્વર ભગવાનનું પદ અનાદિ અનંત છે. નવકારમંત્રમાં કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249472
Book TitleNavkar Mantrani Shashwatta
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Panch Parmesthi
File Size367 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy