Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ ૬ અંતે આ સ્તોત્ર બોલાય છે. આ સ્તોત્રની જો કે કુલ ૧૪ ગાથા છે. તો પણ તેર જ ગાથા બોલાય છે. તેનું કારણ એમ જાણવા મળે છે કે ગ્રંથકર્તાનું પોતાનું નામ ૧૨મી ગાથામાં આવી જાય છે. તેથી ફરીથી લખવાનું હોય નહીં અને ચૌદમી ગાથામાં તેનો ઉલ્લેખ ફરીથી છે તે, તથા તેમાં પ્રાપ્ત કરી છે ગણધરપદવી અને વિદ્યાસિદ્ધિ જેણે એવી વાક્યરચના હોવાથી આત્મપ્રશંસાસૂચક છે. જેથી આ ગાથા સ્વકર્તૃક નથી. પરંતુ પ્રક્ષિપ્ત હોય એવું અનુમાન કરાય છે. તેથી સંઘમાં આ ગાથા બોલાતી નથી. તિજયપહુત્ત સ્તોત્ર-(૪) આ સ્તોત્ર કોણે બનાવ્યું? કયારે બનાવ્યું? અને કયા કારણે બનાવ્યું? એ જાણવા મળ્યું નથી. પરંતુ આ સ્તોત્રમાં અઢી દ્વીપની અંદર એક કાળે વિચરતા ઉત્કૃષ્ટથી ૧૭૦ જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવા રૂપે મંત્રાત્મક સ્તોત્ર છે. ૐ હ્રીં શ્રી એવા ત્રણ મંત્રાક્ષરોપૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામો સાથે ગાથામાં લખેલા અંકોથી આલેખેલો જે યંત્ર તે “સર્વતોભદ્ર' યંત્ર કહેવાય છે. તેમાં સોળે ખાનામાં અંકરચના એવી કરવામાં આવી છે કે તેને ઉભી પંક્તિથી, આડીપંક્તિથી, અથવા વક્રપંક્તિથી સરવાળો કરતાં ૧૭૦ જ તીર્થંકરો થાય છે. આ સ્તોત્રમાં આવતા મંત્રાક્ષરો આ પ્રમાણે છે. ક્ષ પૃથ્વીબીજ છે. ૫ અબીજ છે. ૐ અગ્નિબીજ છે. સ્વા પવનબીજ છે. હ્ર આકાશબીજ છે હૈં દુરિતનાશક સૂર્યબીજ છે. TM પાપદહનકા૨ક અગ્નિબીજ છે. ૐ ભૂતાદિત્રાસક ક્રોધબીજ આત્મરક્ષક કવચ છે. ૪ઃ સૂર્યબીજથી યુક્ત સૌમ્યતાકારક ચંદ્રબીજ, ૬ તેજોદ્દીપન અગ્નિબીજ, મું સર્વદુરિતને શાન્ત કરનાર, સઃ ચંદ્રબીજથી યુક્ત. આવા આવા આ મંત્રાક્ષરોના અર્થો જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 242